Bihar Viral News: બિહારના નાલંદાથી એક અજીબોગરીબ ઘટના સામે આવી. એક વિદ્યાર્થી જ્યારે પરીક્ષા સેન્ટર પર ગયો તો એક સાથે 500 જેટલી વિદ્યાર્થીનીઓને જોઈ. આટલી બધી છોકરીઓને એક સાથે જોઈને તે નર્વસ થઈ ગયો હતો અને ત્યારબાદ તે બેભાન થઈ ગયો. આ ખબર હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ છે. હવે આ ઘટનામાં એક મોટો ઘટસ્ફોટ થયો છે. જે જાણીને તમે દંગ રહી જશો કે આવું કેવી રીતે બની શકે.
વાત જાણે એમ છે કે 500 છોકરીઓ વચ્ચે પરીક્ષા હોલમાં પોતાને એકલો જાણીને બેભાન થયેલા વિદ્યાર્થી મનિષ શંકર મામલે એક નવો વળાંક સામે આવ્યો છે. બિહારના નાલંદાના રહીશ 12માં ધોરણના આ વિદ્યાર્થીએ પોતાના પરીક્ષા ફોર્મમાં MALE ની જગ્યાએ FEMALE નો ઓપ્શન સિલેક્ટ કરી નાખ્યો હતો. આ કારણે તેનું પરીક્ષા કેન્દ્ર છોકરીઓવાળું રહ્યું અને 500 વિદ્યાર્થીનીઓ વચ્ચે જ્યારે આ વિદ્યાર્થીએ પોતાને એકલો જોયો તો તે નર્વસ થઈ ગયો અને તેના કારણે તેને ગભરામણ થવા લાગી અને બેચેની અનુભવવા લાગી અને ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો.
જો 200 રૂપિયા પગાર વધશે તો આપવો પડશે 25,240 ટેક્સ, સમજો ટેક્સની આંટીઘૂંટી
ગુજરાતના ખેડૂતોની આ સ્થિતિ? ચોકલેટ કરતા પણ સસ્તા વેચાય છે લસણ-કોબીજ
અહીં યુવતીઓ લગ્ન પહેલા જ થઈ જાય છે ગર્ભવતી, ત્યારબાદ થાય લગ્ન, જાણો આવું કેમ?
જુઓ વીડિયો
એવું પણ સામે આવ્યું છે કે વિદ્યાર્થીની તબિયત બગડવાનું એક કારણ એ પણ રહ્યું કે પરીક્ષા હોલમાં પરીક્ષક તેને વારંવાર સવાલ કરી રહ્યા હતા. ફક્ત વિદ્યાર્થીનીઓ માટે બનેલા આ સેન્ટર પર એક છોકરાને જોઈને સવાલ થાય એ પણ સ્વાભાવિક છે. પેપર વચ્ચે સવાલોથી ઘેરાયેલો વિદ્યાર્થી મનિષ શંકર આ બધાથી ખુબ વિચલિત થઈ ગયો અને બેભાન થઈને ઢળી પડ્યો. વિદ્યાર્થીને ત્યારબાદ હોસ્પિટલ લઈ જવાયો અને પછી પ્રાથમિક સારવાર મળ્યા બાદ પરીજનો તેને રાજધાની પટણાની હોસ્પિટલ લઈ ગયા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે