Home> India
Advertisement
Prev
Next

હવે રેપને પ્રોત્સાહન આપનાર DEO જાહેરાત નહી! જાણો કઇ એડ પર સરકારે ભર્યા પગલાં

પેનલે શનિવારે કહ્યું કે જાહેરાતને 'સામૂહિક બળાત્કારને પ્રોત્સાહન આપ્યું' અને આ મામલે દિલ્હી પોલીસને નોટીસ પણ જાહેર કરવામાં આવી છે. આપત્તિજનક જાહેરાતને લઇને પત્રમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હી મહિલા આયોગને એક પરફ્યૂમ બ્રાંડના મહિલા વિરોધ જાહેરાત વિશે ખબર પડી છે.

હવે રેપને પ્રોત્સાહન આપનાર DEO જાહેરાત નહી! જાણો કઇ એડ પર સરકારે ભર્યા પગલાં

Layer'r Shot Ad: દિલ્હી મહિલા આયોગના એક પત્ર બાદ, કેન્દ્ર સરકારે શુક્રવારે જાહેરાત એજન્સી અને કંપનીઓને ખોટી રીત અને રેપને પ્રોત્સાહન પુરૂ પાડનાર બોડી સ્પ્રેની જાહેરાતોને દૂર કરવા માટે કહ્યું છે. સૂચના અને પ્રસારણ મંત્રાલયે આવી તમામ વિવાદાસ્પદ જાહેરાતોને દૂર કરવાનો આદેશ આપ્યો અને કહ્યું કે વિજ્ઞાન સંહિતાના અનુસાર તપાસ કરવામાં આવી રહી છે. અનુરાગ ઠાકુરને લખવામાં આવેલા પત્ર બાદ પગલાં ભરવામાં આવ્યા છે. આ વિવાદ મુખ્યરૂપથી પરફ્યૂમ બ્રાંડ લેયર 'આર શોટ' ની વિવાદાસ્પદ જાહેરાતને નેટિઝન્સ દ્રારા ટ્રોલ કર્યા બાદ શરૂ થઇ હતી. 

fallbacks

તેમણે કહ્યું કે આ સુનિશ્વિત કરવા માટે કેટલીક તપાસ અને સંતુલન સુનિશ્વિત કરવા માટે મજબૂત સિસ્ટમ બનાવવી જોઇએ કે રેપને પ્રોત્સાહન આપવા માટે આવી ગંદી જાહેરાત ફરી ક્યારેય બતાવવામાં ન આવે. તેમણે પરફ્યૂમ બ્રાંડ પર ભારે દંડ લગાવવાની માંગ કરી જેથી અન્ય કંપનીઓ તેમાંથી બોધપાઠ લે. દિલ્હી પોલીસને 9 જૂન સુધી કેસમાં કરવામાં આવેલો રિપોર્ટ આપવા માટે કહેવામાં આવ્યું છે. 

પેનલે શનિવારે કહ્યું કે જાહેરાતને 'સામૂહિક બળાત્કારને પ્રોત્સાહન આપ્યું' અને આ મામલે દિલ્હી પોલીસને નોટીસ પણ જાહેર કરવામાં આવી છે. આપત્તિજનક જાહેરાતને લઇને પત્રમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હી મહિલા આયોગને એક પરફ્યૂમ બ્રાંડના મહિલા વિરોધ જાહેરાત વિશે ખબર પડી છે. અનુરાગ ઠાકુરને લખેલા પત્રમાં માલીવાલે જાહેરાત પર પ્રતિબંધ લગાવવા માટે મંત્રાલય પાસેથી તાત્કાલિક કાર્યવાહીની માંગ કરવામાં આવી. કેન્દ્રએ યૂટ્યૂબ અને ટ્વિટરને આ વિવાદિત જાહેરાતને પોતાના પ્લેટફોર્મ પરથી હટાવવાના નિર્દેશ આપ્યા છે. 

દિલ્હી પોલીસ અને સૂચના અને પ્રસારણ મંત્રાલયને માલીવાલે કહ્યું કે આ કેવી રચનાત્કતા છે જે ખરાબ પુરૂષત્વને પ્રોત્સાહન આપે છે અને સામૂહિક બળાત્કારની સંસ્કૃતિને પ્રોત્સાહિત કરે છે? તેના વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવી જોઇએ. જાહેરાતને ઓફ એર કરવી જોઇએ અને આ કંપની પર સૌથી મોટો દંડ લગાવવો જોઇએ. તેમણે કહ્યું કે સમય બગાડ્યા વિના કેસ પર તાત્કાલિક કાર્યવાહી કરો. 

લેયર 'આર શોટ પરફ્યૂમ અને બોડી સ્પ્રેને બે નવી જાહેરાતોની ટ્વીટર જોરદાર ટીકા થઇ રહી છે. માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ યૂઝર્સનું કહેવું છે કે આ જાહેરાત બળાત્કાર સંસ્કૃતિને પ્રોત્સાહન આપી રહી છે. બંને જાહેરાતો નેટિઝન્સ તરફથી આકરી પ્રતિક્રિયા મળી રહી છે, ઘણા લોકો પૂછી રહ્યા છે કે આ પ્રકારની ધૃણિત સામગ્રીને કોણે મંજૂરી આપી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More