Home> India
Advertisement
Prev
Next

કલમ 370 હટાવવી હોય તો પછી કાશ્મીર ગુમાવવા માટે તૈયાર રહો: મહેબુબા મુફ્તી

વારાણસીમાં વડાપ્રધાને કહ્યું હતું કે કલમ 370 અને 35એથી કાશ્મીરને ખુબ જ નુકસાન પહોંચાડી રહ્યું છે

કલમ 370 હટાવવી હોય તો પછી કાશ્મીર ગુમાવવા માટે તૈયાર રહો: મહેબુબા મુફ્તી

શ્રીનગર : પોતાના વિવાદિત નિવેદનો મુદ્દે આ દિવસોમાં સમાચારોમાં રહેનારા પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)ના અધ્યક્ષ મહેબુબા મુફ્તી એકવાર ફરીથી ચર્ચાઓમાં આવી ચુક્યા છે. મહેબુબા મુફ્તીએ શનિવારે ફરી એકવાર ચર્ચામાં આવી ચુક્યા છે. મહેબુબા મુફ્તીએ શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર તેમની આ ટીપ્પણી મુદ્દે નિશાન સાધ્યું કે અનુચ્છેદ 370 અને અનુચ્છેદ 35એએ રાજ્યને ખુબ જ નુકસાન પહોંચાડ્યું છે. મહેબુબાએ કહ્યું કે, આ અનુચ્છેદ દેશની સાથે તેમના સંબંધોનો આધાર છે. 
છત્તીસગઢમાં નક્સલવાદી હુમલામાં 2 જવાન શહીદ, એક ગ્રામીણ ઘાયલ
મહેબુબા એટલે નહોતા અટક્યા વડાપ્રધાન મોદીની ટિપ્પણી અંગે પુછવામાં આવતા તેમણે કુલગામ જિલ્લામાં કહ્યું કે, અનુચ્છેદ 370 દેશની સાથે અમારા સંબંધો અને જોડાવનો આધાર છે અને જો વડાપ્રધાનને લાગે છે કે તેનાં કારણે કાશ્મીરને નુકસાન થયું તો તેને કાશ્મીર છોડી દેવું જોઇએ. અત્રે ઉલ્લેખનીય છે કે વારાણસીમાં એક ખાનગી ટીવી ચેનલને શુક્રવારે ઇન્ટરવ્યુમાં વડાપ્રધાને કહ્યું હતું કે, અનુચ્છેદ 370 અને 35એથી કાશ્મીરને ખુબ જ નુકાસાન થયું છે. 

fallbacks

મહારાષ્ટ્ર: જેટ એરવેઝનાં કર્મચારીએ 4 માળની ઇમારતથી કુદીને આત્મહત્યા કરી

હાલમાં જ જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ કહ્યું હતું કે, ભાજપનું દરેક પગલું નિષ્ફળ રહ્યું છે. તેઓ એવા મુદ્દા શોધી રહ્યા છે, જે મત લેવા માટે છે. તેમણે કહ્યું હતું કે, જો 370ને રદ્દ કરવામાં આવે તો પછી હિન્દુસ્તાનનું જમ્મુ કાશ્મીર પર અયોગ્ય કબ્જો થશે. તેમણે ભાજપની ચેતવણી આપતા કહ્યું હતું કે, જમ્મુ કાશ્મીરમાં બારુદ છે. તમે ચિંગારી ફેંકશો તો ન જમ્મુ કાશ્મીરમાં રહેશે અને ન હિન્દુસ્તાન રહેશે. 

જેની આંખથી ડરે છે આખુ ઉત્તરપ્રદેશ, તે PM મોદી વિરુદ્ધ લડશે ચૂંટણી

અત્રે ઉલ્લેખનીય છે કે, અનુચ્છેદ 370 જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપે છે અને રાજ્યથી સંબંધિત કાયદા બનાવવાની સંસદની શક્તિને સીમિત કરે છે. અનુચ્છેદ 35એ  રાજ્ય વિધાનસભાને વિશેષાધિકાર આપવા માટે સ્થાયી નિવાસીઓને પરિભાષીત કરવાનો અધિકાર આપે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More