નવી દિલ્હી: દીપડાને જોઈને ભલભલાને પરસેવો છૂટી જાય. દીપડો ખુબ જ ખતરનાક અને ઘાતકી હોય છે. પરંતુ હાલમાં દીપડાનો એક વીડિયો જે વાયરલ થયો છે તેને જોતા કોઈ પણ ચોંકી જાય. આ વીડિયો સાથે સાથે મોટી ચિંતા ઉપજાવનારો પણ છે.
Corona Vaccine Myths: કોરોના રસી અંગે ફેલાવવામાં આવી રહ્યા છે જાત જાતના જુઠ્ઠાણા, જાણો શું છે સત્ય
આ વીડિયોમાં દીપડો રસ્તા પર ખુલ્લેઆમ લોકોની વચ્ચે ફરતો જોવા મળી રહ્યો છે. આસપાસ ગાડીઓની લાંબી લાઈન લાગી છે. જેને જોઈને સમજી શકાય છે કે આ કોઈ હાઈવેનો વીડિયો છે.
દીપડો લોકોની આસપાસ ઘૂમી રહ્યો છે, ત્યારબાદ તેની સાથે એવો વ્યવહાર થાય છે કે જાણે તે પાળતું કૂતરો હોય. આસપાસના લોકો પણ જોઈને દંગ થઈ જાય છે કે આમ કેવી રીતે થઈ રહ્યું છે. કેટલાક લોકો દીપડાથી બચવા માટે બંદૂક તો કાઢે છે પરંતુ કોઈ ફાયરિંગ કરતું નથી.
આ વીડિયો સોશિયલ મીડિયા પર IFS Parveen Kaswan એ શેર કર્યો છે. વીડિયો શેર કરતા તેમણે લખ્યું કે આ દીપડાનું વર્તન સમજી શકાતું નથી. ખુબ વિચિત્ર રીતે વર્તી રહ્યો છે. આ વીડિયો હિમાચલ પ્રદેશનો છે.
Not able to read behaviours of this leopard. Behaving strangely. People are not behaving better though. Videos circulating since evening. From HP. pic.twitter.com/5XNNkH4XLH
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) January 14, 2021
જો કે લોકોને દીપડાનું આ વર્તન ખુબ ગમી રહ્યું છે. શેર કર્યા બાદથી આ વીડિયો અત્યાર સુધી 38.3k વ્યૂઝ મળી ચૂક્યા છે.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે