ભારત માટે એક મોટા ખુશખબર છે. ઈલેક્ટ્રિક વ્હીકલની ચર્ચાઓ વચ્ચે ભારત સરકારને દેશમાં પહેલીવાર 59 લાખ ટન લિથિયમ રિઝર્વ મળી આવ્યુ છે. કેન્દ્ર સરકારે જાણકારી આપી છે કે આ રિઝર્વ જમ્મુ અને કાશ્મીરમાંથી મળ્યું છે. ખાસ વાત એ છે કે લિથિયમ નોન ફેરસ મેટલ છે અને EV બેટરીમાં સામેલ થનારી જરૂરી ચીજોમાંથી એક છે.
ખનન મંત્રાલયે ગુરુવારે કહ્યું કે 'જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાને પહેલીવાર જમ્મુ અને કાશ્મીરમાં રિયાસી જિલ્લાના સલાલ-હૈમાનામાં 59 લાખ ટન લિથિયમ ઈન્ફર્ડ રિસોરિઝ (G3) મળ્યું છે.' સરકારે જાણકારી આપી કે લિથિયમ અને ગોલ્ડ સહિત 51 મિનરલ બ્લોક સંબંધિત રાજ્ય સરકારોને સોંપી દેવાયા છે.
Geological Survey of India has for the first time established Lithium inferred resources (G3) of 5.9 million tonnes in Salal-Haimana area of Reasi District of Jammu & Kashmir: Ministry of Mines
— ANI (@ANI) February 9, 2023
મંત્રાલયના જણાવ્યાં મુજબ આ 51 મિનરલ બ્લોક્સમાંથી 5 બ્લોક્સ ગોલ્ડ અને અન્ય પોટાશ, મોલિબ્ડેનમ, બેસ મેટલ્સ વગેરે સાથે સંકળાયેલા છે. જે જમ્મુ કાશ્મીર, આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, ઝારખંડ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, તમિલનાડુ અને તેલંગાણામાં ફેલાયેલા છે. આ ઉપરાંત 7897 મિલિયન ટનનો કોલસો અને લિગનાઈટની 17 રિપોર્ટ્સને કોલસા મંત્રાલય મોકલી દેવાયા છે.
હવે 10 દેશોમાં NRI નંબરથી થઈ શકશે UPI પેમેન્ટ, જાણો વિગતો
PM મોદીને MAની પરીક્ષામાં કેટલા મળ્યા હતા માર્ક્સ, ક્લિક કરીને ખાસ જાણો
Honour killing:માતા- પિતાએ જ દીકરીની કરી હત્યા, કારણ જાણીને ચોંકી જશો
જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાએ રણનીતિક અને મહત્વની ખનીજો પર 115 પ્રોજેક્ટ્સ તૈયાર કર્યા છે. જ્યારે 16 પ્રોજેક્ટ્સ ફર્ટિલાઈઝર મિનરલ્સ માટે તૈયાર કરાયા છે. GSI ની શરૂઆત વર્ષ 1851માં રેલવેની મદદ માટે કોલસો શોધવા માટે થઈ હતી. જો કે 200 વર્ષની આ યાત્રા દરમિયાન GSI જિયો સાયન્સના મામલાઓમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. આ સાથે જ જિયો સાયન્ટિફિક ઓર્ગેનાઈઝેશન હોવાનો દરજ્જો પણ મેળવી ચૂક્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે