Home> India
Advertisement
Prev
Next

J&K થી પણ મોટો Lithium ભંડાર આ રાજ્યમાંથી મળ્યો, હવે ચીનને સીધી ટક્કર આપશે ભારત

દેશમાં રાજસ્થાનના ડેગાન (નાગૌર)માં લિથિયમનો નવો ભંડાર મળવાનો દાવો કરાયો છે. લિથિયમનો મોટો ભંડાર મળ્યો છે અને હાલના જમ્મુ અને કાશ્મીરના ભંડારથી પણ તેની ક્ષમતા વધુ હોવાનું કહેવાય છે.

J&K થી પણ મોટો Lithium ભંડાર આ રાજ્યમાંથી મળ્યો, હવે ચીનને સીધી ટક્કર આપશે ભારત

દેશમાં રાજસ્થાનના ડેગાન (નાગૌર)માં લિથિયમનો નવો ભંડાર મળવાનો દાવો કરાયો છે. લિથિયમનો મોટો ભંડાર મળ્યો છે અને હાલના જમ્મુ અને કાશ્મીરના ભંડારથી પણ તેની ક્ષમતા વધુ હોવાનું કહેવાય છે. GSI અને ખનન અધિકારીઓએ દાવો કર્યો છે કે આ ભંડારમાં રહેલા લિથિયમની માત્રા ભારતની કુલ માંગણીની 80 ટકા પૂરી કરી શકે છે. આ ભંડારની ખોજ લિથિયમ માટે ચીન પર ભારતની નિર્ભરતાને ઓછી કરવામાં મદદ કરી શકે છે. લિથિયમ માટે અત્યાર સુધી ભારત ચીન પર નિર્ભર છે. હવે માનવામાં આવી રહ્યું છે કે ચીનનો એકાધિકાર ખતમ તશે અને ખાડી દેશોની જેમ રાજસ્થાનનો પણ ઉદય થશે. અત્રે જણાવવાનું કે ચીન પાસે 5.1 મિલિયન ટન લિથિયમનો ભંડાર છે. લિથિયમનું વૈશ્વિક બજારમાં એકાધિકાર બનેલો છે. 21 મિલિયન ટનનો મોટો લિથિયમ ભંડાર હાલ બોલિવિયા દેશમાં છે. ત્યારબાદ આર્જેન્ટિના, ચિલી અને અમેરિકામાં પણ મોટો ભંડાર છે. 

fallbacks

લિથિયમથી બદલાશે તસવીર
અત્રે જણાવવાનું કે લિથિમ એક ધાતુ છે જેનો ઉપયોગ મોબાઈલ લેપટોપ, ઈલેક્ટ્રિક વાહન અને અન્ય ચાર્જેબલ બેટરીઓ બનાવવામાં થાય છે. લિથિયમ દુનિયાની સૌથી નરમ અને હળવી ધાતુ પણ છે. તે એટલી નરમ હોય છે કે કોઈ પણ શાકભાજી સમારવાના ચાકૂથી કપાઈ જાય અને એટલી હળવી હોય છે કે પાણી પર રાખો તો તરવા લાગે. તે રસાયણિક ઉર્જાને સ્ટોર કરે છે અને તેને વિદ્યુત ઉર્જામાં ફેરવે છે. લિથિયમ આજે ઘરમાં દરેક ચાર્જેબલ ઈલેક્ટ્રોનિક અને બેટરીથી ચાલતા ગેઝેટમાં જોવા મળે છે. આ કારણે દુનિયાભરમાં લિથિયમની ખુબ ડિમાન્ડ છે. વૈશ્વિક માંગણીને કારણે તેને વ્હાઈટ ગોલ્ડ પણ કહેવાય છે. એક ટન લિથિયમની વૈશ્વિક કિંમત લગભગ 57.36 લાખ રૂપિયા છે. 

ઈવી ઈન્ડ્રસ્ટ્રીમાં પણ ખુશીની લહેર
લિથિયમનો ભંડર મળ્યાના દાવા બાદ ઈવી ઈન્ડસ્ટ્રીમાં ખુશીની લહેર દોડી છે. દેશમાં લિથિયમના ભંડાર અને ઉત્પાદનથી ઈલેક્ટ્રિક વ્હીકલના ખર્ચમાં ભારે  કમી આવવાનું અનુમાન છે. તેનાથી ઈવી વ્હીકલના માર્કેટ અને તેના ગ્રાહકોને આવનારા સમયમાં ફાયદો થશે. રાજસ્થાનની સાથે જ લિથિયમની શોધ જમ્મુ કાશ્મીર, મેઘાલય, આંધ્ર પ્રદેશ, અને છત્તીસગઢમાં પણ ચાલુ છે. 

વિદેશ પર નિર્ભરતા ઘટશે
લિથિયમ માટ ભારત સંપૂર્ણ રીતે બીજા દેશો પર નિર્ભર છે. જ્યાં તેણે ઊંચા ભાવે આ ધાતુ ખરીદવી પડે છે. હવે GSI ને ડેગાનાની આજુબાજુ લિથિયમનો મોટો ભંડાર મળ્યો છે. રાજસ્થાનમાં લિથિયમના ભંડાર ડેગાના અને તેની આજુબાજુના ક્ષેત્રની એ રેનવેટ પહાડીમાં મળી આવ્યો છે જ્યાંથી ક્યારેક ટંગસ્ટન ખનિજનો સપ્લાય દેશમાં કરાતો હતો. બ્રિટિશ શાસન દરમિયાન અંગ્રેજોએ ડેગાનામાં રેનવાટની પહાડી પર વર્ષ 1914માં ટંગસ્ટન ખનિજની શોધ  કરી હતી. વિશ્વ બેંકના રિપોર્ટ મુજબ વર્ષ 2050 સુધીમાં લિથિયમ ધાતુની વૈશ્વિક માંગણીમાં 500 ટકાનો વધારો થશે. 

લિથિયમ પર ભાર મૂકી રહ્યું છે જીએસઆઈ
હરિત અર્થવ્યવસ્થા પર ભાર વચ્ચે ભારતીય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ (GSI) લિથિયમ, નિકલ, કોબાલ્ટ અને અન્ય દુર્લભ તથા મહત્વપૂર્ણ ખનીજોની શોધ પર ભાર મૂકી રહ્યું છે. એક વરિષ્ઠ અધિકારીએ રવિવારે કહ્યું કે જીએસઆઈની એક તૃતિયાંશ વાર્ષિક પરિયોજનાઓ આ તત્વોની શોધ માટે હશે. સ્વચ્છ ઉર્જા ટેક્નોરોજીઓ માટે આ ખનિજ મહત્વપૂર્ણ છે. GSI ના ઉપ મહાનિદેશક (નીતિ સહયોગ પ્રણાલી-યોજના અને નિગરાણી) અસિત સાહાએ કહ્યું કે રાષ્ટ્રીય સર્વેક્ષણ સંગઠન હવે જિયોસાયન્સ ઓસ્ટ્રેલિયા ફોર મિનરલ એક્સપ્લોરેશન સાથે કામ કરી રહ્યું છે. આ ઉપરાંત તે રશિયા અને  બ્રાઝિલ સાથે કામ કરવા પણ વાતચીત કરી રહ્યું છે. 

સાહાએ પીટીઆઈ ભાષા સાથે વાતચીતમાં કહ્યું કે અમે મહત્વપૂર્ણ ખનિજો માટે 2020-21થી દર વર્ષે 100થી વધુ શોધ પ્રોજેક્ટ્સ ચલાવી રહ્યા છીએ. 2023-24માં પણ તે ચાલુ છે. કારણ કે આ આપણું મજબૂત ક્ષેત્ર છે. પહેલા આવા પ્રોજેક્ટ્સની સંખ્યા 60-70 રહેતી હતી પરંતુ હવે અમે તેમાં ઘણો વધારો કર્યો છે. એક વર્ષમાં લગભઘ 350 ખનિજ શોધ પ્રોજેક્ટ્સમાં મહત્વપૂર્ણ ખનિજોની ઓછામાં ઓછી એક તૃતિયાંશ ભાગીદારી છે. બાકી આધાર ધાતુ સોના, હીરા, ચૂનાના પથ્થર, અને અન્ય ખનિજ વગેરે માટે છે. જીએસઆઈએ હાલમાં જ જમ્મુ  અને કાશ્મીરના રહેણાંક જિલ્લાના સલાલ હેમના વિસ્તારમાં લિથિયમ શોધ્યું છે. જેનું અંદાજિત ભંડાર ક્ષમતા 59 લાખ ટન છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More