Home> India
Advertisement
Prev
Next

તિરુપતિ મંદિર પહોંચ્યા PM મોદી, ભગવાન વેંકટેશ્વરની પુજા અર્ચના કરી

કોલંબોથી તિરુપતીની નજીક રેનીગુંટા હવાઇ મથક પર પહોંચ્યા, એરપોર્ટ પર વડાપ્રધાન મોદીનું સ્વાગત આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાઇ.એસ જગનમોહન રેડ્ડીએ કર્યું

તિરુપતિ મંદિર પહોંચ્યા PM મોદી, ભગવાન વેંકટેશ્વરની પુજા અર્ચના કરી

તિરુપતિ : વડાપ્રધાન મોદી માલદીવ અને શ્રીલંકાની બે દિવસની યાત્રા બાદ પરત સ્વદેશ આવી ચુક્યા છે. શ્રીલંકાથી વડાપ્રધાન મોદી સીધા જ તિરુપતી પહોંચ્યા હતા. અહીં તેઓ તિરુમલામાં ભગવાન વેંકટેશ્વરનાં દર્શન કરીને પુજા અર્ચના કરશે. વડાપ્રધાન મોદી બીજી વખત સત્તા સંભાળ્યા બાદ પહેલા કેરળ પહોંચ્યા હતા. અહીં તેમણે ગુરૂવાયુર મંદિરમાં પુજા અર્ચના કરી હતી. 

fallbacks

PMનો નાયડૂ પર વ્યંગ, કહ્યું કેટલાક હજી ચૂંટણી ઇફેક્ટમાંથી બહાર નથી આવ્યા
વડાપ્રધાન મોદી તિરુપતિ મંદિર પારંપરિક પરિધામાં પહોંચ્યા. અહીં તેમણે પૂજા અર્ચના કરી. તેમની સાથે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી પણ હતા. મંદિરમાં વડાપ્રધાન મોદીએ ભગવાન વેંકટેશ્વરનો આશિર્વાદ લીધો. વડાપ્રધાન મોદીની મંદિરમાં પુજા આશરે એક કલાક સુધી ચાલી હતી. વડાપ્રધાન મોદીએ મંદિરમાં પ્રસાદ પણ ગ્રહણ કર્યો. વડાપ્રધાન મોદીને ભગવાન વેંકટેશની તસ્વીર પણ ભેટ મોકલવામાં આવી હતી. 

RTGS અને NEFT ટ્રાન્સફર થયા ફ્રી, હવે ATM ટ્રાન્ઝેક્શન ફ્રી કરવાની તૈયારી
આ અગાઉ કોલંબોથી તિરુપતિનાં નજીક રેનીગુંટા હવાઇ મથક ખાતે પહોંચ્યા. એપોર્ટ પર વડાપ્રધાન મોદીનું સ્વાગત આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાઇ.એસ જગનમોહન રેડ્ડીએ કર્યો. વડાપ્રધાન મોદી એક કાર્યક્રમમાં ભાજપ કાર્યકર્તાઓને સંબોધિત કરવા માટે પહોંચ્યા હતા. અહીં કાર્યક્રમમાં મોડુ કરવા માટે પહોંચવા માટે વડાપ્રધાન મોદીએ લોકોની માફી માંગતા કહ્યું કે, શ્રીલંકામાં કાર્યક્રમ લાંબા ચલણના કારણે મને આવવામાં મોડુ થયું. 

VIDEO: આંધ્ર CMનો હૃદય સ્પર્શી અંદાજ, PMએ અટકાવ્યા છતા કર્યા ચરણસ્પર્શ

365 દિવસ કામ કરનારી સરકાર
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, તેનાથી કોઇ જ ફરક નથી પડતો આંધ્રમાં ચૂંટણીમાં આપણુ કેવું પ્રદર્શન રહ્યું. આપણે બધાએ લોકોના કલ્યાણ માટે કામ કરતા રહીશું. પછી આંધ્રહોય, તમિલનાડુ હોય કે કેરળ હોય આપણે રાજ્ય સરકાર સાથે મળીને કામ કરતા રહીશું. આપણે ત્યારે પણ કામ કરતા હતા, જ્યારે આપણે કોઇ રાજ્યની નગર નિગમની ચૂંટણી પણ નહોતા જીતી શકતા. તેમણે કહ્યું કે, આપણે સરકાર પણ બનાવવાની છે, દેશ પણ બનાવવાનો છે. જનતાનાં હૃદય જીતવા માટે 365 દિવ દિવસ કામ કરતા રહેવાનું છે. આપણુ માનવું છે કે સરકારનું કામ દેશને આગળ વધારવાનું છે. 

પોતાના જન્મ સમયે હાજર નર્સને મળ્યા રાહુલ, અહીં થયો હતો તેમનો જન્મ !
જગનને આપ્યું છે દરેક સહાયનું આશ્વાસન
મને અનેકવાર તિરુપતિ આવવાનું સૌભાગ્ય મળ્યું છે, આજે ફરી એકવાર નવી સરકાર બન્યા બાદ હું ભગવાન વેંકટેશનાં ચરણોમાં શીશ ઝુકાવીને આશિર્વાદ લેવા માટે આવ્યો છું. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, હું મારી શુભકામનાઓ આંધ્રપ્રદેશનાં નવા મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીને આપુ છું, તેઓ આંધ્રપ્રદેશને ખુબ જ આગળ લઇ જશે. હું તેમને વિશ્વાસ આપુ છું કે કેન્દ્ર સરકાર વિકાસના કામમાં હંમેશા તેમની સાથે ઉભા છીએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More