Home> India
Advertisement
Prev
Next

ICSE-ISC Result 2021: સીઆઈએસસીઈ ધોરણ-10 અને 12નું પરિણામ થયું જાહેર, આ રીતે કરો ચેક

આ વર્ષે કોરોનાને કારણે આઈસીએસઈ (ધોરણ 10) અને આઈએસસી (ધોરણ 12) ની પરીક્ષાઓ રદ્દ કરવામાં આવી હતી. બંને ધોરણના વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવા માટે મૂલ્યાંકન પદ્ધતિ જારી કરવામાં આવી હતી. 

ICSE-ISC Result 2021: સીઆઈએસસીઈ ધોરણ-10 અને 12નું પરિણામ થયું જાહેર, આ રીતે કરો ચેક

નવી દિલ્હીઃ ICSE ISC Result 2021 Live Updates : સીઆઈએસસીઈ ધોરણ 10 અને આઈએસસી ધોરણ 12નું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. પરીક્ષાર્થી cisce.org તથા results.cisce.org પર જઈ પોતાનું પરિણામ ચેક કરી શકે છે. કાઉન્સિલ ફોર ધ ઈન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનનેશન  ( CISCE) એ નક્કી સમય પ્રમાણે શનિવારે બપોરે 3 કલાકે પરિણામ જાહેર કર્યું છે. ICSE માં 99.98 ટકા અને ISC માં 99.76 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. ICSE માં યુવક અને યુવતીઓ બંનેનું પરિણામ 99.98 ટકા રહ્યું છે. જ્યારે  ISC માં યુવકોનું 99.86 ટકા અને યુવતીઓનું 99.66 ટકા કર્યું છે. આ વર્ષે ICSE પરીક્ષામાં 219,499 અને ISC માં 94,011 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.

fallbacks

પરિણામ એસએમએસ દ્વારા પણ જાણી શકાય છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે કોરોનાને કારણે આઈસીએસઈ (ધોરણ 10) અને આઈએસી (ધોરણ 12) ની પરીક્ષાઓ રદ્દ કરવામાં આવી હતી. બંને ધોરણના વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવા માટે મૂલ્યાંકન પદ્ધતિ જારી કરવામાં આવી હતી. સીઆઈએસસીએ કહ્યું કે, આ વર્ષે આન્સર શીટની રીચેકિંગની સુવિધા આપવામાં આવશે નહીં. 

ધોરણ 10નું પરિણામ

fallbacks

ધોરણ-12નું પરિણામ

fallbacks

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More