Home> India
Advertisement
Prev
Next

PM મોદીએ ગઠબંધનને સરાબ ગણાવ્યું, પરંતુ આ જનસમૂહ BJPને હટાવવાના નશામાં:માયાવતી

લોકસભા ચૂંટણી 2019નો ચૂંટણી પ્રચાર જોરશોરમાં છે. 24 વર્ષ બાદ સપા સંરક્ષક મુલાયમ સિંહ યાદવ અને બસપા સુપ્રીમો માયાવતી એક મંચ પર ભેગા થયેલા જોવા મળ્યાં.

PM મોદીએ ગઠબંધનને સરાબ ગણાવ્યું, પરંતુ આ જનસમૂહ BJPને હટાવવાના નશામાં:માયાવતી

મૈનપુરી: લોકસભા ચૂંટણી 2019નો ચૂંટણી પ્રચાર જોરશોરમાં છે. 24 વર્ષ બાદ સપા સંરક્ષક મુલાયમ સિંહ યાદવ અને બસપા સુપ્રીમો માયાવતી એક મંચ પર ભેગા થયેલા જોવા મળ્યાં. એક જૂન 1995માં ગેસ્ટહાઉસ કાંડ બાદ સપા અને બસપા ગઠબંધન તૂટ્યા પછી આ  બે દિગ્ગજ નેતાઓ એક સાથે મંચ પર જોવા મળ્યાં. મુલાયમ સિંહ યાદવે કહ્યું કે આ અમારી છેલ્લી ચૂંટણી છે. કૃપા કરીને અમને ભારે બહુમતથી જીતાડો. તેમણે માયાવતીનું સ્વાગત કરતા કહ્યું કે અમારું ભાષણ તમે પહેલા પણ સાંભળી ચૂક્યા છો, આજે બીજાનું સાંભળો. તેમણે વારંવાર ભારપૂર્વક કહ્યું કે વધુ લાંબુ ભાષણ નહીં આપું, ભારે બહુમતથી જીતાડો. મૈનપુરી અમારો જિલ્લો છે, બધા અમારી સાથે છે. 

fallbacks

માયાવતીએ પીએમ મોદી પર સાધ્યું નિશાન
આ અવસરે માયાવતીએ કહ્યું કે મુલાયમ સિંહને ભારે બહુમતથી જીતાડો. પહેલા કરતા પણ વધુ મતથી જીતાડો. તેમણે કહ્યું કે ગેસ્ટહાઉસ કાંડ થવા છતાં સમાધાન કર્યુ છે. સપા સાથે ગઠબંધન પર હવે વધુ કોઈ સ્પષ્ટીકરણ આપીશ નહીં. પીએમ મોદીની જાતિ પર નિશાન સાધતા કહ્યું કે મુલાયમ સિંહ પીએમની જેમ નકલી પછાતવર્ગના નથી. મુલાયમ સિંહ યાદવ જન્મજાત પછાત વર્ગમાંથી આવે છે અને પછાત સમાજના વાસ્તવિક નેતા છે. મુલાયમ સિંહના વારસાને તેમના એકમાત્ર વારસદાર અખિલેશ યાદવે સંભાળ્યો છે. 

માયાવતીએ કહ્યું કે પીએમ મોદીએ ખોટા વચન આપ્યાં. ભાજપની જુમલેબાજી આ વખતે ચૂંટણીમાં કામ નહીં આવે. ભાજપે એક ચતુર્થાંશ વચનો પણ પૂરા કર્યા નથી. પીએમ મોદીએ તો ગઠબંધનને સરાબ ગણાવી દીધો. આ જનસમૂહ શરાબ નથી પરંતુ ભાજપને હટાવવાના નશામાં છે. બે તબક્કાના મતદાન થઈ ચૂક્યા છે. ભાજપની હવા ખરાબ થઈ ચૂકી છે. 

રેલી શરૂ થતા પહેલા માયાવતી સાથે મંચ શેર કરવા મુદ્દે મુલાયમ સિંહ યાદવે કહ્યું કે અમારે તો ભાષણ આપવાનું છે, તમામ નેતાઓ આવી રહ્યાં છે. દરેક પક્ષના નેતા છે, કાર્યક્રમ છે, બીજી પાર્ટીના નેતા છે. મૈનપુરીમાં રેલી કરવાના સવાલ પર મુલાયમ સિંહે કહ્યું કે ક્ષેજ્ઞ છે તેનાથી અગાઉ પણ રેલી કરી ચૂક્યા છીએ, જનતા અને કાર્યકર્તાએ સ્વીકારી રાખ્યા છે, અમારે તો જવું જ પડશે. અમારો વિસ્તાર છે, બોલાવ્યાં પણ છે. જીતના અંતર અને સીટોની સંખ્યા પર નેતાજીએ કહ્યું કે હજુ તો મત પડશે, ચૂંટણી શરૂ પણ થઈ નથી. હજુ તો સીટો વહેંચાઈ પણ નથી. હજુ લિસ્ટ ક્યાં જાહેર થયા છે. શિવપાલ અંગે પૂછાયેલા સવાલ પર તેમણે કહ્યું કે શિવપાલ ભાઈ છે, તમારે શું મતલબ છે?

દેશના વધુ સમચાારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More