Home> India
Advertisement
Prev
Next

PM મોદીની રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મહત્વની બેઠક, લોકડાઉન પર જાણો શું કહ્યું વડાપ્રધાને? 

શું દેશમાં 3 મે બાદ લોકડાઉન ખતમ થશે? હોટસ્પોટવાળા વિસ્તારો માટે કેન્દ્ર અને રાજ્યોના શું છે પ્લાન? પીએમ મોદીની કોરોના સંકટ પર રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગથી થયેલી બેઠકમાં આ તમામ મુદ્દે ચર્ચા કરવામાં આવી.

PM મોદીની રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મહત્વની બેઠક, લોકડાઉન પર જાણો શું કહ્યું વડાપ્રધાને? 

નવી દિલ્હી: શું દેશમાં 3 મે બાદ લોકડાઉન ખતમ થશે? હોટસ્પોટવાળા વિસ્તારો માટે કેન્દ્ર અને રાજ્યોના શું છે પ્લાન? પીએમ મોદીની કોરોના સંકટ પર રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગથી થયેલી બેઠકમાં આ તમામ મુદ્દે ચર્ચા કરવામાં આવી. પીએમ મોદીએ ચોથીવાર આ રીતે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી. 4 જેટલા રાજ્યો દેશમાં લોકડાઉન વધારવાના પક્ષમાં હતાં જ્યારે કેટલાક રાજ્યોએ ગ્રીન ઝોનમાં છૂટ આપવાની માગણી કરી. રેડ ઝોનવાળા વિસ્તારોમાં લોકડાઉન પર સામાન્ય સહમતિ જોવા મળી. પીએમ મોદી સાથે મુખ્યમંત્રીઓની બેઠકની પાંચ મહત્વની વાતો જાણીએ...

fallbacks

લોકડાઉનના ફાયદા, હજારો જીવ બચ્યા
પીએમ મોદીએ આ બેઠકમાં કહ્યું કે લોકડાઉનથી હજારો લોકોના જીવ બચ્યા છે. તેમણે કહ્યું કે લોકડાઉનથી ઘણો ફાયદો થયો છે. આપણે છેલ્લા દોઢ મહિનામાં હજારો લોકોના જીવ બચાવવામાં સફળ રહ્યાં. તેમણે કહ્યું કે બીજા દેશોની સરખામણીમાં ભારતમાં કોરોનાની એટલી અસર થઈ નથી. 

પીએમ મોદીએ કહ્યું કે MNRGA સહિત કેટલાક ઉદ્યોગ કામ કરવા માંડ્યા છે. લોકડાઉન ખોલવાને લઈને પણ એક નીતિ તૈયાર કરવી પડશે. રાજ્યો પોતાની નીતિ તૈયાર કરે કે કેવી રીતે ગ્રીન અને ઓરેન્જ ઝોન ખોલવા છે. સંકેત સ્પષ્ટ છે કે રેડ ઝોનમાં હાલ કોઈ છૂટ મળશે નહીં. જે પ્રદેશ વધુ પ્રભાવિત છે ત્યાં લોકડાઉન ચાલુ રહેશે. જે રાજ્યોમાં ઠીક છે ત્યાં જિલ્લાવાર કેટલીક છૂટછાટ આપવામાં આવશે. ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ ટેસ્ટિંગ, ટ્રિટમેન્ટ અંગે જાણકારી આપી. 

હોટસ્પોટ પર રાજ્યોને આપી મોટી સલાહ
પીએમ મોદીએ રાજ્યોને હોટસ્પોટ અને રેડ ઝોનવાળા વિસ્તારોમાં લોકડાઉન કડકાઈથી લાગુ કરવાનો આદેશ આપ્યો. તેમણે કહ્યું કે રાજ્યોએ કોશિશ કરવી જોઈએ કે રેડ ઝોનને ઓરેન્જ ઝોનમાં અને ત્યારબાદ ગ્રીન ઝોનમાં ફેરવવામાં આવે. 

'દો ગજ દૂરી' જરૂરી 
પીએમ મોદીએ કહ્યું કે દેશે અત્યાર સુધી બે લોકડાઉન જોયા  છે. બંનેની અસર થઈ છે. આપણે હવે આગળનું વિચારવું પડશે. આપણે દો ગજ દૂરીનું અંતર જાળવવું પડશે. તેમણે કહ્યું કે કોરોના વાયરસની અસર આવનારા સમયમાં પણ જોવા મળશે. તેમણે કહ્યું કે આવનારા સમયમાં માસ્ક અને ફેસ કવર આપણા જીવનનો ભાગ બની જશે. તેમણે લોકોને અપીલ કરી કે આવી સ્થિથિમાં તેઓ પોતાની જવાબદારી નિભાવે. 

અર્થવ્યવસ્થાના મોરચે પણ તૈયારી
પીએમ મોદીએ આ બેઠકમાં કહ્યું કે આપણે દેશની અર્થવ્યવસ્થા ઉપર પણ ધ્યાન આપવું પડશે. તેમણે કહ્યું કે આપણી અર્થવ્યવસ્થાનું સ્વાસ્થ્ય સારું છે અને આપણે તેને લઈને ગભરાવવાની જરૂર નથી. ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં આર્થિક ગતિવિધિઓ પર છૂટ આપી શકાય છે. તેમણે કહ્યું કે સાથે સાથે આપણે કોવિડ-19 સામે પણ લડવું પડશે. તેમણે બેઠકમાં ટેક્નોલોજીના ઉપયોગ અને સુધારાત્મક પગલાં ભરવા પર ભાર મૂક્યો. 

જુઓ LIVE TV

વિદેશમાં ફસાયેલા ભારતીયો પર બોલ્યા પીએમ મોદી
વિદેશમાં ફસાયેલા ભારતીયોના મુદ્દે પીએમ મોદીએ કહ્યું કે તેમની સુવિધા મુજબ આગળ કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ ઉપરાંત તેના ઉપર પણ ધ્યાન આપવામાં આવશે કે તેમના કારણે તેમના પરિજનોને કોઈ તકલીફ ન થાય.

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More