Home> India
Advertisement
Prev
Next

યોગી સરકાર 2.0 ના મંત્રીઓની બેચેની વધી, આજે થશે વિભાગોની વહેંચણી! જાણો સંપૂર્ણ જાતિ સમીકરણ

ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથની બીજી સરકારના મંત્રીમંડળમાં 31 નવા ચહેરાઓને સમાવવામાં આવ્યા છે, જ્યારે ગત સરકારની ટીમમાંથી 21ને ફરીથી સ્થાન આપવામાં આવ્યું છે. વર્ષ 2024ની સામાન્ય ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને નવા મંત્રીમંડળમાં અનુભવી અને યુવા નેતાઓ વચ્ચે સંતુલન જાળવવામાં આવ્યું છે.

યોગી સરકાર 2.0 ના મંત્રીઓની બેચેની વધી, આજે થશે વિભાગોની વહેંચણી! જાણો સંપૂર્ણ જાતિ સમીકરણ

લખનઉ: યોગી સરકાર 2.0ના મંત્રીઓની બેચેની વધી ગઈ છે, અને કેમ ન વધે? નવી સરકારની રચના બાદ હવે તમામની નજર કયા મંત્રીને કયો વિભાગ મળે છે, તેના પર મંડરાયેલી છે. આજે (રવિવાર) વિભાગોની વહેંચણી થનાર છે, આજે યૂપીમાં સ્પષ્ટ થઈ જશે કે ફરીથી મંત્રીમંડળમાં સામેલ થયેલા મંત્રીઓનો વિભાગ બદલાશે કે નવા ચહેરાઓને મોકો આપવામાં આવશે.

fallbacks

મંત્રીમંડળમાં 31 નવા ચહેરા સમાવાયા
ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથની બીજી સરકારના મંત્રીમંડળમાં 31 નવા ચહેરાઓને સમાવવામાં આવ્યા છે, જ્યારે ગત સરકારની ટીમમાંથી 21ને ફરીથી સ્થાન આપવામાં આવ્યું છે. વર્ષ 2024ની સામાન્ય ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને નવા મંત્રીમંડળમાં અનુભવી અને યુવા નેતાઓ વચ્ચે સંતુલન જાળવવામાં આવ્યું છે. સીએમ યોગીની બીજી સરકારમાં રાજનૈતિક રૂપથી મહત્ત્વપૂર્ણ ઉત્તર પ્રદેશ પર પોતાની પકડ વધુ મજબૂત બનાવવા માટે જાતિ સમીકરણ અને પ્રદેશો વચ્ચે સારું સંતુલન ધરાવે છે.

મંત્રીમંડળમાં સૌથી વધુ ઉંમરના મંત્રી કોણ?
યૂપીમાં લોકસભાની 80 બેઠકો છે. યોગી સરકારની 52 સભ્યોની મંત્રી પરિષદમાંથી 36 મંત્રીઓની ઉંમર 40-60 વર્ષની વચ્ચે છે, જ્યારે બે 40 વર્ષથી ઓછી અને 12ની ઉંમર 60 વર્ષથી વધુ છે. રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) અરુણ કુમાર સક્સેના, બરેલીના ત્રીજી વખત ધારાસભ્ય બન્યા છે, તેઓ 73 વર્ષના સૌથી મોટા નેતા છે, જ્યારે તેમના સમાન રેન્કના સાથીદાર સંદીપ સિંહ, અનુભવી ભાજપના દિગ્ગજ નેતા કલ્યાણ સિંહના પૌત્ર 31 વર્ષના સૌથી નાના નેતા છે.

યૂપીમાં કયા ક્ષેત્રથી બન્યા સૌથી વધારે મંત્રી?
ઉત્તર પ્રદેશના નવા મંત્રીમંડળમાં ઘણા મંત્રી ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ છે, જ્યારે અમુક એવા છે જેઓ માત્ર ધોરણ 8 સુધી ભણેલા છે. નવી ટીમમાં ચૂંટણી અનુરૂપ પ્રભાવશાળી અન્ય પછાત વર્ગના 19 મંત્રી, ઠાકુર અને બ્રાહ્મણ સાત-સાત, દલિત 8, વૈશ્ય 4 સિવાય એક મુસ્લિમ અને એક શીખ પણ છે. શુક્રવારે શપથ લેનાર મંત્રીઓની યાદીથી જાણવા મળે છે કે ભૌગોલિક પ્રતિનિધિત્વ માટે આ વખતે પશ્ચિમી યૂપીમાંથી 23 મંત્રી છે, જે ગત મંત્રીમંડળ કરતા 12 વધુ છે. આ વખતે પૂર્વી યૂપીમાંથી 14 મંત્રી છે, જે ગત સરકાર કરતા ત્રણ ઓછા છે. રાજ્યના મધ્ય ભાગમાંથી 12 મંત્રી બનાવવા આવ્યા છે જે ગત વખત કરતા એક ઓછા છે.

નાયબ મુખ્યમંત્રી દિનેશ શર્મા સરકારના નવ કેબિનેટ મંત્રીઓમાં સામેલ છે જેમને આ વખતે કેબિનેટમાં સ્થાન મળ્યું નથી. અન્ય જેમને નવા મંત્રાલયમાં સ્થાન મળ્યું નથી તેમાં સતીશ મહાના, રમાપતિ શાસ્ત્રી, જય પ્રતાપ શાહી, સિદ્ધાર્થનાથ સિંહ અને શ્રીકાંત શર્મા. કેબિનેટ મંત્રીઓના રૂપમાં બેબી રાની મૌર્ય, જયવીર સિંહ, આઈએએસમાંથી રાજકારણી બનેલા એકે શર્મા, રાકેશ સચાન સિવાય સહયોગી પક્ષોના બે અપના દલ (સોનેલાલ)ના આશિષ પટેલ અને નિષાદ પાર્ટીના સંજય નિષાદનો સમાવેશ કરવામાં આવ્યો છે.

રાજ્ય મંત્રીઓમાં નવા ચહેરાઓ (સ્વતંત્ર હવાલો)માં અસીમ અરુણનો સમાવેશ થાય છે, જેમણે રાજકારણમાં જોડાવા માટે IPS અધિકારી તરીકેનું પદ છોડી દીધું હતું. આ સિવાય પત્ની સ્વાતિ સિંહ સાથેના વિવાદને કારણે ચર્ચામાં રહેલા દયા શંકર સિંહનો પણ સમાવેશ થાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More