Home> India
Advertisement
Prev
Next

દિલ્હી આગ અકસ્માત: મૃતકોના પરિવારજનોને મળશે 10-10 લાખ વળતર- CM કેજરીવાલ

રાષ્ટ્રીય રાજધાનીના રાણી ઝાંસી રોડ બજારમાં રવિવારે સવારે આગ લાગતાં 43 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે, જેમને લોક નાયક જય પ્રકાશ નારાયણ હોસ્પિટલ અને લેડી હોર્ડિંગ હોસ્પિટલ માટે રિફર કરવામાં આવ્યા છે. આગના તાંડવથી અત્યાર સુધી 65 લોકોને બચાવી લીધા.

દિલ્હી આગ અકસ્માત: મૃતકોના પરિવારજનોને મળશે 10-10 લાખ વળતર- CM કેજરીવાલ

નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાનીના રાણી ઝાંસી રોડ બજારમાં રવિવારે સવારે આગ લાગતાં 43 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે, જેમને લોક નાયક જય પ્રકાશ નારાયણ હોસ્પિટલ અને લેડી હોર્ડિંગ હોસ્પિટલ માટે રિફર કરવામાં આવ્યા છે. આગના તાંડવથી અત્યાર સુધી 65 લોકોને બચાવી લીધા. રાજ્યના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)એ મૃતકોના પરિજનો માટે 10-10 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે. તો બીજી તરફ ઇજાગ્રસ્તોને 1-1 લાખ રૂપિયાની મદદ આપવામાં આવશે. 

fallbacks

અનાજ મંડીમાં અકસ્માતવાળી જગ્યાએ પહોંચેલા સીએમ કેજરીવાલે આ અકસ્માતની મેજિસ્ટ્રેટ તપાસના નિર્દેશ આપ્યા છે. તેમણે કહ્યું કે 7 દિવસમાં રિપોર્ટ આવતાં આગની ઘટનાના દોષીઓ પર સખત કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ મુખ્યમંત્રીએ એલએનજેપી હોસ્પિટલ પહોંચી ઇજાગ્રસ્તોના ખબર-અંતર પૂછ્યા.

મૃતકોના પરિજનોને 5-5 લાખ રૂપિયા આપશે ભાજપ
ઘટનાસ્થળે પહોંચેલી ભાજપના પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ કહ્યું 'આ દર્દનાક સમાચાર છે. અત્યારે કોણ જવાબદાર છે કહી ન શકાય. તપાસ રિપોર્ટની રાહ જોઇ જોઇએ. અમે આ દુખદ ઘડીમાં વેદના વ્યક્ત કરીએ છીએ. અમે પીડિત પરિવાર સાથે ઉભા છીએ. અમે પાર્ટી તરફથી મૃતક પરિવારો માટે 5-5 લાખ રૂપિયા આપીશું અને ઇજાગ્રસ્તોને 25-25 હજાર રૂપિયાની મદદની જાહેરાત કરીએ છીએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More