નવી દિલ્હી: મુંબઈમાં ચોમાસું બરાબર જામેલુ છે. ભારે વરસાદના કારણે ઠેર ઠેર ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. જેનાથી લોકોને ખુબ હાલાકી ભોગવવી પડી રહી છે. હવામાન ખાતા તરફથી મુંબઈમાં આજે પણ હાઈ ટાઈડની ચેતવણી અપાઈ છે. હવામાન ખાતા મુજબ મુંબઈમાં સોમવારે 4.18 કલાકે હાઈ ટાઈડ આવશે. આ દરમિયાન 4.37 મીટર ઊંચી લહેર ઉઠશે.
આ સાથે જ મુંબઈમાં ભારે વરસાદના કારણે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉડાણ સેવા ઠપ્પ થઈ ગઈ છે. આ જાણકારી મુંબઈ એરપોર્ટના પ્રવક્તાએ આપી. મુંબઈમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર વાહનોની લાંબી લાઈનો લાગી છે.
જુઓ LIVE TV
હવામાન ખાતા દ્વારા કહેવાયું છે કે સોમવારે પણ મુંબઈનું આકાશ કાળા વાદળોથી છવાયેલું રહેશે. થોડા થોડા સમયે મુંબઈમાં વરસાદ વરસતો રહેશે. સોમવારે સવારથી જ મુંબઈના મોટાભાગના વિસ્તારોમાં અટકી અટકીને વરસાદ પડી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં સારા વરસાદની આગાહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે