નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Elections 2019) માં ભારે બહુમત સાથે જીત બાદ પીએમ નરેન્દ્ર મોદી આજે વડાપ્રધાન પદ માટે બીજી વખત શપથ ગ્રહણ કરશે. સાંજે 7 વાગે તેમનો શપથ ગ્રહણ સમારોહ રાષ્ટ્રપતિ ભવનમાં યોજાશે. આ શપથ ગ્રહણ સમારોહમાં 4 દેશના રાષ્ટ્રપતિ, 3 દેશના વડાપ્રધાન તેમજ એક ખાસ દૂત સામેલ થશે. આ ઉપરાંત દેશના મોટાભાગીની પાર્ટીઓના પ્રમુખ પણ તેમાં ભાગ લેશે. તે પહેલા ગુરૂવાર સાવરે રાજઘાટ પહોંચી મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી. ત્યારબાદ તેઓ અટલ સ્મૃતિ સ્થળ ગયા. ત્યાં તેમણે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પીએમ મોદી ત્યારબાદ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ગયા. ત્યા તેમણે શહિદોને શ્રદ્ધાંજલિ આપી હતી.
જુઓ Live અપડેટ:-
- 04:58 વાગ્યે:- અમિત શાહને મંત્રીમંડળમાં સમાવતા જે.પી નડ્ડાને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે સ્થાન મળે તેવી શક્યતા.
- 04:45 વાગ્યે:- વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાં અમિત શાહનો સમાવેશ. અમિત શાહને નાણ મંત્રાલય મળી શકે છે. જીતુ વાઘણીએ ટ્વિટ કરી અમિત શાહને શુભેચ્છાઓ પાઠવી.

- 03:30 વાગ્યે:- પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવા માટે નેપાળના વડાપ્રધાન કે.પી. શર્મા ઓલી પણ દિલ્હી આવી પહોંચ્યા છે.

- 03:20 વાગ્યે:- પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવા માટે કિર્ગિઝ્સ્તાનના રાષ્ટ્રપતિ Sooronbay Jeenbekov પણ દિલ્હી આવી પહોંચ્યા છે.

- 03:04 વાગ્યે:- શપથ ગ્રહણ પહેલા પીએમ મોદીથી ફરી મળવા પહોંચ્યા ભાજપ અધ્યક્ષ અમિત શાહ, બંને વચ્ચે આજે સવારે પણ દોઢ કલાક મિટિંગ ચાલી હતી.
- 01:24 વાગ્યે:- આ નેતાઓને વડાપ્રધાન કાર્યાલય (PMO) તરફથી ફોન આવવાનો શરૂ થઇ ગયો છે. સૂત્રોના અનુસાર પીએમ મોદીની નવી કેબિનેટમાં 65થી 70 મંત્રીઓ સામેલ થઇ શકે છે.
- 01:24 વાગ્યે:- વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહથી થોડા કલાક પહેલા તેમના નવા મંત્રીમંડળમાં શામેલ થનારા સંભવિત ચહેરાઓના નામ સામે આવ્યા છે.
- 12:16 વાગ્યે:- પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહ સાંજે 7 વાગ્યે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પહેલા પીએમ મોદી તેમના નવા મંત્રીમંડળના સંભવીત મંત્રીઓથી સાંજે 4:30 વાગે મુલાકાત કરશે.
- 11:59 વાગ્યે:- ભાજપ અધ્યક્ષ અમિત શાહને મળવા સંગઠન મંત્રી રામલાલ તેમના ઘરે પહોંચ્યા, અમિત શાહ, રામલાલ અને ભૂપેન્દ્ર યાદવ વચ્ચે બેઠક ચાલી રહી છે.
- 11:54 વાગ્યે:- પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવા માટે વિયતનામના રાષ્ટ્રપતિ યૂવિન મિંટ પણ દિલ્હી આવી પહોંચ્યા છે.

- 11:51 વાગ્યે:- પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ પીએમ મોદીના શપથ ગ્રહણમાં સામેલ થશે નહીં. પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજી પણ સમારોહમાં સામેલ થશે નહીં.
- 11:46 વાગ્યે:-
- - મોદી સરકારની બીજી શપથ આજે સાંજે 7 વાગે
- - શિવસેના અને JDU થી બની શકે છે 2-2 મંત્રી
- - અકાળી દળ અને LJPથી 1-1 મંત્રી બનવું સંભવ.
- - AIADMKથી પણ બનાવવામાં આવી શકે છે 1 મંત્રી
- - મોદી કેબિનેટ 2.0માં થઇ શકે છે 65થી 70 મંત્રી
- 11:34 વાગ્યે:- પીએમ મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ વચ્ચે ચાલી રહેલી બેઠક દોઢ કલાક સુધી ચાલી. અમિત શાહ 7 લોક કલ્યાણ માર્ગ સ્થિત વડાપ્રધાન આવાસથી બેઠક પૂર્ણ કરી બહાર આવ્યા છે.
- 11:23 વાગ્યે:- વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ વચ્ચે બેઠક ચાલી રહી છે. તે દરમિયાન મંત્રીમંડળમાં નામ સામેલ કરવા પર ચર્ચા થવાની સંભાવના દર્શાવામાં આવી રહી છે.

- 10:04 વાગ્યે:- સાંજના શપથ ગ્રહણથી પહેલા 7 લોક કલ્યાણ માર્ગ સ્થિત વડાપ્રધાન આવાસ પર પીએમ મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ વચ્ચે બેઠક યોજાઇ.
- 09:44 વાગ્યે:- ભાજપના સાંસદ સંતોષ ગંગવારને પ્રોટોમ સ્પીકર બનાવવા આવ્યા. તેઓ નવા ચૂંટાયેલા સાંસદોને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવશે. સંતોષ ગંગવારે 8મી વખત સાંસદ બન્યા.
- 09:27 વાગ્યે:- પશ્ચિમ બંગાળની મુખ્યંમંત્રી મમતા બેનર્જી પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થશે નહીં. તેના પર ભાજપના સાંસદ મનોજ તિવારીએ કહ્યું કે, તેમણે આવવું પણ જોઇએ નહીં. જે રીતે તેમણે લોકશાહીમાં હિંસા અપનાવી છે... કે, આવી સભામાં બેસી કોઇની સાથે નજર મલાવી શકે તેમ નથી.

- 09:13 વાગ્યે:- પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહમાં વારાણસીથી યૂપી સરકારમાં રાજ્ય મંત્રી નીલકંઠ તિવારી, કેબિનેટ મંત્રી અનિલ રાજભર, પદ્મ ભૂષણ છન્નૂ લાલા મિશ્રા, ગડ્વા ઘટા આશ્રમના મહંત સ્વામી સરનાનંદ પણ સામેલ થશે.
- 09:04 વાગ્યે:- વારાણસીથી ભાજપના પ્રદેશ સહપ્રભારી સુનીલ ઓઝા, કાશી તેમજ ગૌરક્ષક ક્ષેત્રના સંગઠન મહામંત્રી રત્નાકર, કાશી ક્ષેત્રના અધ્યક્ષ મહેશ ચંદ શ્રીવાસ્તવ, લોકસભા ચૂંટણી સંયોજક તેમજ પ્રદેશના ઉપાધ્યક્ષ લક્ષ્મણ આચાર્ય મોદી સરકારના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થશે.
- 08:59 વાગ્યે:- પીએ મોદીના શપથ ગ્રહણ સમારોહમાં તેમના સંસદીય ક્ષેત્રમાં વારાણસીથી પણ લગભગ 250 જેટલા ભાજપના કાર્યકર્તા સામેલ થશે.
- 08:14 વાગ્યે:- આજે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાનાર પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવા માટે ભૂટાનના વડાપ્રધાન લોટે શેરિંગ દિલ્હી આવી પહોંચ્યા છે. તેમનું એરપોર્ટ પર વિદેશ સચિવ વિજય ગોખલેએ સ્વાગત કર્યું.

- 08:03 વાગ્યે:- પીએમ મોદીએ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકમાં શહીદોને આપી શ્રદ્ધાંજલિ

- 07:50 વાગ્યે:- આજ સાંજે બીજી વખત વડાપ્રધાન પદ માટે શપથ ગ્રહણ કરશે નરેન્દ્ર મોદી. તે પહેલા તેમણે સવારે રાજઘાટ પહોંચી મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. ત્યારબાદ અટલ સ્મૃતિ સ્થળ ગયા, ત્યાં તેમણે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી. પીએમ મોદી ત્યારબાદ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ગયા અને ત્યાં તેમણે શહિદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

- 07:40 વાગે:- પીએમ મોદીએ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા
- 07:38 વાગે:- પીએમ મોદીની સાથે ત્રણ સેનાધ્યક્ષ પણ હાજર રહ્યાં.
- 07:31 વાગે:- રાષ્ટ્રી યુદ્ધ સ્મારક પહોંચી પીએમ મોદી શહીદોને આપશે શ્રદ્ધાંજલિ

- 07:28 વાગે:- પીએમ મોદીએ આપી પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ

- 07:26 વાગે:- પીએમ મોદી રાજઘાટ અને અટલ સ્મૃતિ સ્થળ બાદ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા વોર મેમોરિયલ જઇ રહ્યાં છે.
- 07:23 વાગે:- પીએમ મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહે અટલ સ્મૃતિ સ્થળ પર પૂર્વ વડાપ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલી આપી.

- 07:07 વાગે:- પીએમ મોદીએ રાજઘાટમાં મહાત્મા ગાંધીને આપી શ્રદ્ધાંજલિ
- 06:49 વાગે:- ભાજપના મોટાભાગના સાંસદ રાજઘાટ પહોંચી ગયા છે. ભાજપ અધ્યક્ષ અમતિ શાહ પણ રાજઘાટ પહોંચ્યા.
જુઓ Live TV:-
દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે