Home> India
Advertisement

Aditya L1 Launch : ભારતના અભિમાન આદિત્ય-L1નું સફળ લોન્ચિંગ , ચંદ્ર પછી ભારતનો સૂર્ય મિશનમાં ડંકો

Aditya L1 Launch Live: ચંદ્રમાની સપાટી પર ચંદ્રયાન 3ના સફળ સોફ્ટ લેન્ડિંગ બાદ હવે દેશની સાથે સાથે સમગ્ર વિશ્વની નજર ઈસરોના સૂર્ય મિશન એટલે કે Aditya-L1 પર ટકેલી છે.  શ્રીહરિકોટાના લોન્ચિંગ સેન્ટરથી આદિત્ય-એલ1 મિશનને આજે 11.50 વાગે લોન્ચ કરાયું છે. આદિત્ય એલ-1 અંતરિક્ષ યાનને પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું એક ટકા જેટલું અંતર કાપીને એલ-1 પોઈન્ટ પર પહોંચાડશે. 

Aditya L1 Launch : ભારતના અભિમાન આદિત્ય-L1નું સફળ લોન્ચિંગ , ચંદ્ર પછી ભારતનો સૂર્ય મિશનમાં ડંકો
LIVE Blog

fallbacks

ભારત ઝડપથી સ્પેસમાં પણ પોતાનો પાવર દેખાડી રહ્યું છે. ચંદ્ર પર વિજય મેળવ્યા બાદ, ભારતે આજે સૂર્યનો અભ્યાસ કરવા માટે તેનું પ્રથમ આદિત્ય-L1 (Aditya L1) મિશનનું સફળ લોન્ચિંગ કર્યું છે. આ મિશનની સફળતા સાથે ભારત સૂર્ય સુધી પહોંચવા માટે બહુ ઓછા દેશોની યાદીમાં સામેલ થઈ જશે. આદિત્ય-એલ1નો હેતુ સૂર્યના કિરણોનો અભ્યાસ કરવાનો છે. આદિત્ય-એલ1નો ઉદ્દેશ્ય CORONAમાંથી નીકળતી ગરમી અને ગરમ પવનોનો અભ્યાસ કરવાનો છે. ઈસરો આ મિશનની મદદથી સૌર વાતાવરણ અને તાપમાનનો અભ્યાસ કરશે. આદિત્ય-એલ1 સૌર તોફાન, સૌર તરંગો અને પૃથ્વીના વાતાવરણ પર તેમની અસરનું કારણ પણ શોધી કાઢશે. મિશન આદિત્ય-L1 (મિશન આદિત્ય L1) ને ISRO ના ISTRAC સાથે યુરોપિયન સ્પેસ એજન્સી (ESA) ના સેટેલાઇટ ટ્રેકિંગ સેન્ટર દ્વારા પણ ટ્રેક કરવામાં આવશે. આદિત્ય-એલ1ના પ્રક્ષેપણ સાથે, ભારતની અવકાશ એજન્સી ISRO વિશ્વની એવી કેટલીક અવકાશ એજન્સીઓમાંની એક બની જશે જેણે અત્યાર સુધી સૂર્યના અભ્યાસ માટે મિશન લોન્ચ કર્યા છે. આ યાદીમાં અમેરિકા (NASA), યુરોપિયન સ્પેસ એજન્સી (ESA), જાપાન અને ચીનના સ્પેસ મિશનના નામ સામેલ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

02 September 2023
02 September 2023 12:27 PM

નાસા અને યુરોપના સૂર્ય મિશન કરતાં ISROનું Aditya L-1 વિશ્વમાં ઝંડા ગાડશે, આ છે કારણ

ISRO Sun Mission: 1995 માં, NASA અને યુરોપિયન સ્પેસ એજન્સી (ESA) એ સૌર અને હેલિઓસ્ફેરિક ઓબ્ઝર્વેટરી (SOHO) મિશન શરૂ કર્યું. આ મિશન લગભગ હવે ISROના આદિત્ય-L1 જેવું જ છે. Aditya L-1 Launching: ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) દેશના પ્રથમ સૂર્ય મિશન હેઠળ શનિવારે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરમાંથી 'આદિત્ય L1' લોન્ચ કર્યું છે. છે. સવારે 11.50 વાગ્યે, શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરના બીજા લોન્ચ પેડ પરથી ISROનું વિશ્વસનીય પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (PSLV) લોન્ચ કરવામાં આવ્યું છે. 'આદિત્ય L1'ને સૂર્યની ભ્રમણકક્ષાના દૂરસ્થ અવલોકન અને પૃથ્વીથી લગભગ 1.5 મિલિયન કિલોમીટર દૂર 'L1' (સૂર્ય-અર્થ લેગ્રેંજિયન બિંદુ) પર સૌર પવનના વાસ્તવિક અવલોકન માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.

આવું જ સૂર્ય મિશન 1995માં શરૂ કરવામાં આવ્યું હતું
1995 માં નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સી (ESA) એ સૌર અને હેલિઓસ્ફેરિક ઓબ્ઝર્વેટરી (SOHO) મિશન શરૂ કર્યું. આ મિશન લગભગ ઈસરોના આદિત્ય-એલ1 જેવું જ છે. SOHO એ અત્યાર સુધીનો સૌથી લાંબો સમય જીવતો સૂર્ય-દર્શન ઉપગ્રહ છે; અવકાશયાન એ 11-વર્ષના બે સૌર ચક્રનું અવલોકન કર્યું છે, જે દરમિયાન તેણે હજારો ધૂમકેતુઓ શોધ્યા છે.
 

02 September 2023 12:09 PM
02 September 2023 12:07 PM

આદિત્ય L1 લોન્ચનો LIVE VIDEO

 

02 September 2023 11:59 AM

Aditya L-1 Launch LIVE: : ભારતનું પ્રથમ સૌર મિશન આદિત્ય L1 સફળતાપૂર્વક લોન્ચ થયું
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી ભારતના પ્રથમ સૌર મિશન આદિત્ય L1ને સફળતાપૂર્વક લોન્ચ કર્યું. AdityaL1 સૂર્યનો વિગતવાર અભ્યાસ કરવા માટે સાત અલગ-અલગ પેલોડ વહન કરે છે.

 

02 September 2023 11:23 AM

02 September 2023 11:21 AM

આદિત્ય-એલ1 ટૂંક સમયમાં લોન્ચ થશે

ISROનું સૂર્ય મિશન આદિત્ય-L1 થોડીવારમાં જ લોન્ચ થશે. આદિત્ય-એલ1 સવારે 11.50 વાગ્યે લોન્ચ થશે. ઈસરો આજે ઈતિહાસ રચવા જઈ રહ્યું છે.

02 September 2023 11:19 AM
02 September 2023 11:19 AM
02 September 2023 11:18 AM
02 September 2023 11:17 AM
02 September 2023 11:13 AM

16 દિવસ ધરતીની ચારેબાજુ ચક્કર કાપશે આદિત્ય એલ1
આદિત્ય એલ1 16 દિવસ સુધી ધરતીની ચારેબાજુ ચક્કર કાપશે. આ દરમિયાન પાંચ ઓર્બિટ મેન્યુવર હશે જેથી કરીને યોગ્ય ગતિ મળી શકે. ત્યરાબાદ આદિત્ય એલ-1નું ટ્રાન્સ-લેરેન્જિયન 1 ઈન્સર્શન (Trans-Lagrangian 1 Insertion - TLI) થશે. ત્યારબાદ ત્યાંથી તેની 109 દિવસની યાત્રા શરૂ થશે. જેવો આદિત્ય-L1 પર પહોંચશે ત્યાં એક ઓર્બિટ મેન્યુવર કરશે. જેથી કરીને L1 પોઈન્ટની ચારે બાજુ ચક્કર કાપી શકે. 

02 September 2023 11:12 AM

શ્રીહરિકોટાથી કરાશે લોન્ચ
સોલર મિશનને આજે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્પેસ સ્ટેશનથી લોન્ચ કરવામાં આવશે. લોન્ચિંગના બરાબર 127 દિવસ બાદ તે પોતાના પોઈન્ટ એલ 1 સુધી પહોંચશે. આ પોઈન્ટ પર પહોંચ્યા બાદ આદિત્ય L1 ખુબ જ મહત્વનો ડેટા મોકલવાનો શરૂ કરી દેશે. 

Read More
;