મુંબઇ : મહારાષ્ટ્ર (Maharashtra)માં સરકાર બનાવવાની કવાયત અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. શુક્રવારે આખો દિવસ અલગઅલગ બેઠકોનો દોર ચાલશે અને સાંજ સુધી સરકાર ગઠનના મામલે મોટું એલાન થઈ શકે છે. મળતી માહિતી પ્રમાણે શિવસેના (Shiv Sena), કોંગ્રેસ (Congress) અને એનસીપી (NCP)ના નેતા આજે રાજ્યપાલની મુલાકાત લઈ શકે છે. ગુરુવારે રાત્રે લગભગ 11 વાગ્યે ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારની મુલાકાત થઈ હતી. આ મુલાકાતમાં આદિત્ય ઠાકરે અને સંજય રાઉત પણ હાજર હતા અને આ મીટિંગ લગભગ એક કલાક ચાલી હતી. જોકે આ મામલે કોઈ સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી. મળતી માહિતી પ્રમાણે મહારાષ્ટ્રમાં સરકારના ગઠન વિશે વાતચીત કરવામાં આવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે