Home> India
Advertisement

Lok Sabha Chunav Result Live: UP સહિત આ રાજ્યોમાં ભાજપને મળ્યો જબરદસ્ત મોટો ઝટકો, 10 વર્ષમાં પહેલીવાર સહયોગીઓના ભરોસે રહેશે BJP 

Lok Sabha Chunav Result 2024: અનેક મહિનાઓથી તૈયારી અને છ અઠવાડિયા સુધી ચાલેલા ચૂંટણી અભિયાન બાદ આજે લોકસભા ચૂંટણીના પરિણામનો દિવસ છે. દરેક દેશવાસી આજે કાગડોળે પરિણામની રાહ જુએ છે. સવારે આઠ વાગે મતગણતરી શરૂ થઈ. લોકસભા ચૂંટણીના પરિણામો સંલગ્ન તમામ લેટેસ્ટ અપડેટ માટે અમારા લાઈવ બ્લોક સાથે જોડાયેલા રહો....
 

Lok Sabha Chunav Result Live: UP સહિત આ રાજ્યોમાં ભાજપને મળ્યો જબરદસ્ત મોટો ઝટકો, 10 વર્ષમાં પહેલીવાર સહયોગીઓના ભરોસે રહેશે BJP 
LIVE Blog

Lok Sabha Election Result 2024: લોકસભા ચૂંટણીના આ પરિણામ એ પણ નક્કી કરશે કે શું વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત ત્રીજીવાર સત્તામાં આવીને દેશના પહેલા પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુના રેકોર્ડની બરાબરી કરશે? મોટાભાગના એક્ઝિટ પોલ એનડીએનું પલડું ભારે હોવાનું જણાવ્યું છે. 
 

fallbacks

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

04 June 2024
04 June 2024 14:15 PM

પાટણ સીટ પર ઉલટફેર, હવે ભાજપના ઉમેદવાર આગળ થયા
સતત આગળ જોવા મળી રહેલા કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર હવે પાછળ જોવા મળી રહ્યા છે. ભરતસિંહ ડાભી હાલ 7291 મતથી આગળ છે. 

04 June 2024 14:02 PM

દેશમાં ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકાર બનશે- પિયુષ ગોયલ
કેન્દ્રીય મંત્રી અને ઉત્તર મુંબઈથી ભાજપના ઉમેદવાર પિયુષ ગોયલે કહ્યું કે હું ઉત્તર મુંબઈના મતદારોનો અમને આશીર્વાદ આપવા બદલ આભાર વ્યક્ત કરવા માંગુ છું. ટ્રેન્ડ મુજબ ભાજપ લગભગ 1.25 લાખ મતોથી આગળ છે. દેશમાં ભાજપના નેતૃત્વવાળી એનડીએ પોતાની સરકાર બનાવશે. 

04 June 2024 13:35 PM

આ બે બેઠક પર ભાજપને મળી રહી છે કાંટાની ટક્કર, કોંગ્રેસના ઉમેદવારો આગળ
ગુજરાતમાં પાટણ અને બનાસકાંઠા બેઠક પર ભાજપને ભારે ટક્કર મળી રહી છે. બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર હવે આગળ છે અને ભાજપના રેખાબેન ચૌધરી પાછળ છે જ્યારે પાટણ બેઠક પર કોંગ્રેસના ચંદનજી  ઠાકોર આગળ છે અને ભાજપના ભરતસિંહ ડાભી પાછળ છે. 

04 June 2024 12:57 PM

બનાસકાંઠા સીટ પર ભારે રસાકસી, હવે પાછા ભાજપના ઉમેદવાર આગળ
બનાસકાંઠા બેઠક પર હવે ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી 1758 મતથી આગળ છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર હાલ પાછળ થયા છે. 

04 June 2024 12:32 PM

વારાણસી બેઠક પર પીએમ મોદી આટલા મતોથી આગળ
ઉત્તર પ્રદેશની વારાણસી બેઠક પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ 79566 મતોથી આગળ છે. અહીંથી કોંગ્રેસના અજય રાયે ચૂંટણી લડી છે. 

04 June 2024 12:30 PM

ભાજપના બે દિગ્ગજ મહિલા નેતા પાછળ, યુપીમાં મળી રહ્યા છે ઝટકા પર ઝટકા
ભાજપની સુલ્તાનપુર સીટથી ભાજપના સાંસદ અને ઉમેદવાર મેનકા ગાંધી 10078 મતથી પાછળ છે. આ બેઠક પર સમાજવાદી પાર્ટીના રામભુઆલ નિષાદ આગળ છે. મતગણતરી હજુ ચાલુ છે. જ્યારે અમેઠી બેઠકથી સ્મૃતિ ઈરાની 50000થી વધુ મતથી પાછળ છે. અહીં કોંગ્રેસના કિશોરીલાલ આગળ છે. તેમને અત્યાર સુધીમાં 169827 મત મળ્યા છે. મતગણતરી હજુ ચાલુ છે. 

04 June 2024 12:11 PM

આ રાજ્યોએ એનડીએની પથારી ફેરવી, સીટોમાં ધરખમ ઘટાડો થાય તેવા સંકેત
મહારાષ્ટ્રમાં ભાજપ અને તેના સહયોગી પક્ષોને 18 જેટલી બેઠકો પર આગળ છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન 29 બેઠકો પર આગળ છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશમાં પણ ભાજપને જબરદસ્ત મોટો ઝટકો મળ્યો છે. ગુજરાત એ ભાજપનું ગઢ ગણાતું રાજ્ય હતું પરંતુ અહીં પણ 2 બેઠક પર કોંગ્રેસ આગળ છે. જેમાં પાટણ અને બનાસકાંઠાની સીટો સામેલ છે. એનડીએ હાલ 294 બેઠકો પર આગળ છે. જ્યારે ઈન્ડિયા ગઠબંધન 225 અને અધર્સ 24 બેઠક પર આગળ છે. પશ્ચિમ બંગાળમાં પણ સીટો ઘટતી જોવા મળી રહી છે. ભાજપ ગઈ વખતે 18 બેઠક લઈ ગયું હતું પરંતુ આ વખતે ફક્ત 9 બેઠક પર જ આગળ છે. 
 

04 June 2024 12:02 PM

મોટો ઉલટફેર, બનાસકાંઠા સીટ પર કોંગ્રેસના ગેનીબેન ઠાકોર પાછા આગળ
બનાસકાંઠા બેઠક પર સવારથી ભારે ઉલટફેર જોવા મળી રહ્યો છે. પહેલા કોંગ્રેસના ગેનીબેન ઠાકોર આગળ હતા પછી ભાજપના રેખાબેન ચૌધરી આગળ થયા અને હવે વળી પાછા ગેનીબેન ઠાકોર 2100 મતથી આગળ છે. 

04 June 2024 11:45 AM

તિરુવનનંતપુરમ બેઠક પર ભારે ઉલટફેર, શશિ થરૂર પાછળ
કેરળમાં ભાજપ ખાતું ખોલવા તરફ જઈ રહ્યું છે. ચૂંટણી પંચના આંકડા મુજબ ભારતીય જનતા પાર્ટીના નેતા રાજીવ ચંદ્રશેખર હાલ 13336 મતથી આગળ છે. તેમને અત્યાર સુધીમાં 139279 મતો મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર શશિ થરૂરને 125943 મત મળ્યા છે. 

04 June 2024 10:52 AM

જે પાર્ટી જીતી રહી હોય તે ક્યારેય હંગામો કરે નહીં, જે હારે તેમનું કામ હોય હંગામો કરવાનું, યુપીમાં ભાજપ હારી રહ્યો છે
યુપીમાં જે રીતે ભાજપને ફટકો પડતો જોવા મળી રહ્યો છે તે જોતા સમાજવાદી પાર્ટીના નેતા રામ ગોપાલ યાદવે કહ્યું કે જે પાર્ટી જીતી રહી હોય તે ક્યારેય હંગામો કરવા માંગતી નથી, જે હારી રહ્યા હોય તેમનું કામ હંગામો કરવાનું હોય છે. યુપીમાં ભાજપ ખરાબ રીતે  હારી રહ્યો છે. જનતાનો નિર્ણય બધાએ સ્વીકારવો જોઈએ. 

04 June 2024 10:47 AM

ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા એક લાખથી પણ વધુ મતથી આગળ, ક્ષત્રિય આંદોલનની અસર નહીં?

04 June 2024 10:43 AM

ચૂંટણીની પળેપળની માહિતી માટે જોડાયેલા રહો, જુઓ લાઈવ

04 June 2024 10:10 AM

ગુજરાતમાં હવે એક જ સીટ પર કોંગ્રેસ આગળ, ભાજપ 24 બેઠક પર આગળ
મજબૂત ટક્કર આપી રહેલી કોંગ્રેસ હવે ગુજરાતમાં ફક્ત એક જ સીટ પર આગળ છે. જ્યારે ભાજપ 24 સીટો પર આગળ છે. સુરતની સીટ ભાજપે બિનહરીફ જીતેલી છે. પાટણ બેઠક પર કોંગ્રેસના ચંદનજી ઠાકોર 9361 મતથી આગળ છે. તેમને અત્યાર સુધીમાં 89850 મત મળ્યા છે જ્યારે ભરતસિંહ ડાભીને 80489 મત મળ્યા છે. 

04 June 2024 09:58 AM

Lok Sabha Election Result 2024: ચૂંટણી પંચના જણાવ્યાં મુજબ ભાજપ 200 સીટ અને કોંગ્રેસ 80 પર આગળ
ચૂંટણી પંચના આંકડા મુજબ શરૂઆતના જે ટ્રેન્ડ આવી રહ્યા છે તે મુજબ ભારતીય જનતા પાર્ટી 200 સીટો પણ હાલ આગળ છે અને કોંગ્રેસ 80 બેઠક પર આગળ ચાલી રહી છે. સત્તાધારી એનડીએને ઈન્ડિયા ગઠબંધન તરફથી કાંટાની ટક્કર મળી રહી છે. 

04 June 2024 09:38 AM

ઈન્ડિયા ગઠબંધનની સરકાર બનવા જઈ રહી છે, કાશી પણ અમે લોકો જીતી લઈશું- અજય રાય
ઉત્તર પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને વારાણસીથી કોંગ્રેસના ઉમેદવાર અજય રાયે કહ્યું કે મે કાલે પણ કહ્યું હતું કે એક્ઝિટ પોલ મનગઢંત છે. લોકોને ગુમરાહ કરવા અને માનસિક દબાણ બનાવવા માટે દેખાડવામાં આવ્યા હતા. અમે ગ્રાઉન્ડ રિયાલિટી સાથે જોડાયેલા છીએ. મે કહ્યું હતું કે ઈન્ડિયા ગઠબંધન પરિણામ આપશે અને પરિણામ બધાની સામે આવી રહ્યું છે. દેશમાં ઈન્ડિયા ગઠબંધનની સરકાર બનવા જઈ રહી છે. કાશી પણ અમે લોકો જીતી લઈશું. 

04 June 2024 09:34 AM

ઈન્ડિયા ગઠબંધન બરાબરની ટક્કર આપી રહ્યું છે એનડીએને, જાણો કેટલી બેઠકો પર આગળ
હાલ ટ્રેન્ડમાં જે રીતે સ્થિતિ જોવા મળી રહી છે તે જોઈએ તો ઈન્ડિયા ગઠબંધન અને એનડીએ ગઠબંધનની સીટોમાં બહુ ફરક જણાઈ રહ્યો નથી. ઈન્ડિયા ગઠબંધન 216 બેઠકો પર આગળ છે જ્યારે એનડીએ ગઠબંધન 268 બેઠકો પર આગળ છે. જ્યારે 39 બેઠકો પર અધર્સ આગળ છે. 

04 June 2024 09:09 AM

Lok Sabha Election Result 2024: ગુજરાતમાં હાલ 4 બેઠકો પર કોંગ્રેસ ભાજપને ટક્કર આપી રહી છે
ગુજરાતમાં 26 લોકસભા બેઠકમાંથી 25 બેઠકો માટે મતદાન થયું હતું. જેમાં 4 બેઠકો પર હાલ કોંગ્રેસ આગળ છે.  બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર ભાજપના રેખાબેન ચૌધરીને ટક્કર આપી રહ્યા છે. જ્યારે પાટણથી કોંગ્રેસના ચંદનજી ઠાકોર આગળ છે. આણંદ બેઠક પર અમિત ચાવડા અને જૂનાગઢ બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર આગળ છે. 

04 June 2024 08:57 AM

Lok Sabha Election Result 2024: એનડીએને ટ્રેન્ડમાં બંપર લીડ, 203 બેઠકો પર આગળ, ઈન્ડિયા ગઠબંધન ધીમું પડ્યું
જે ટ્રેન્ડ આવી રહ્યા છે તે હાલ તો જાણે એકતરફી સંકેત આપી રહ્યા છે. એનડીએ હાલ 203 બેઠકો પર આગળ છે. જ્યારે ઈન્ડિયા ગઠબંધન 82 બેઠકો પર આગળ છે અને અધર્સ 15 બેઠકો પર આગળ છે. 

04 June 2024 08:53 AM

Lok Sabha Election Result 2024: હોટ સીટ એવી બનાસકાંઠા બેઠક પર હાલ ગેનીબેન ઠાકોર આગળ
ગુજરાતમાં હાલ જે હોટસીટ બેઠક ગણાઈ રહી છે તે બનાસકાંઠામાં કોંગ્રેસના ગેનીબેન ઠાકોર હાલ આગળ ચાલી રહ્યા છે. અહીં ભાજપના રેખાબેન ચૌધરી અને કોંગ્રેસના ગેનીબેન ઠાકોર વચ્ચે મુકાબલો છે. 

04 June 2024 08:51 AM

ભારતીય સંસદના ઈતિહાસમાં 4 જૂન 2024નો દિવસ મહત્વપૂર્ણ યાદ રખાશે- અર્જૂનરામ મેઘવાલ
રાજસ્થાનના બીકાનેરથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી અર્જૂનરામ મેઘવાલે કહ્યું કે ભારતીય સંસદના ઈતિહાસમાં 4 જૂન 2024નો દિવસ હંમેશા મહત્વપૂર્ણ દિવસ તરીકે યાદ રખાશે. આજે જે પરિણામ આવશે તે વિક્સિત ભારતનો મજબૂત પાયો રાખનારા હશે અને સમગ્ર દેશને તેનો ઈન્તેજાર છે અને નરેન્દ્ર મોદી ત્રીજીવાર પ્રધાનમંત્રી બનશે. બીકાનેરની જનતા અમને ત્રણવાર આશીર્વાદ આપી ચૂકી છે અને ચોથીવાર પણ આશીર્વાદ આપવા જઈ રહી છે. 
 

04 June 2024 08:28 AM

Lok Sabha Election Result 2024: એનડીએને ટ્રેન્ડમાં બંપર લીડ, 203 બેઠકો પર આગળ, ઈન્ડિયા ગઠબંધન ધીમું પડ્યું
જે ટ્રેન્ડ આવી રહ્યા છે તે હાલ તો જાણે એકતરફી સંકેત આપી રહ્યા છે. એનડીએ હાલ 203 બેઠકો પર આગળ છે. જ્યારે ઈન્ડિયા ગઠબંધન 82 બેઠકો પર આગળ છે અને અધર્સ 15 બેઠકો પર આગળ છે. 

04 June 2024 08:26 AM

Lok Sabha Election Result 2024 અમને ભરોસો છે કે તેનાશાહી હારશે અને ઈન્ડિયા ગઠબંધન જીતશે- આપ નેતા
દિલ્હીના મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ રાયે મતગણતરી પર કહ્યું કે અમને ભરોસો છે કે તાનાશાહી  હારશે અને ઈન્ડિયા ગઠબંધન જીતશે અને આ દેશમાં તાનાશાહીના ખાતમાની શરૂઆત થશે. 

04 June 2024 08:07 AM

શરૂઆતના ટ્રેન્ડમાં એનડીએ આગળ
શરૂઆતના ટ્રેન્ડમાં સત્તાધારી એનડીએ હાલ 32 બેઠક અને ઈન્ડિયા ગઠબંધન 12 જ્યારે અધર્સ 7 બેઠક પર આગળ છે. 

04 June 2024 08:01 AM

8ના ટકોરે મતગણતરી શરૂ
ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સવારે 8ના ટકોરે મતગણતરી કેન્દ્રો પર મતગણતરી શરૂ થઈ છે. સૌથી પહેલા બેલેટ પેપેરની ગણતરી થશે અને  ત્યારબાદ ઈવીએમ મત ગણતરી હાથ ધરવામાં આવશે. 

04 June 2024 07:43 AM

રવિકિશને પંચમુખી મંદિરમાં કરી પૂજા
મતગણતરી શરૂ થતા પહેલા ઉત્તર પ્રદેશની ગોરખપુર લોકસભા સીટથી ભાજપના ઉમેદવાર રવિ કિશને પંચમુખી મંદિરમાં પૂજા અર્ચના કરી. 

04 June 2024 07:30 AM

400 પ્લસ સીટો સાથે એનડીએ ગઠબંધન સત્તામાં આવશે- સાંસદ મયંક નાયક
ગાંધીનગર લોકસભા બેઠકની સીધી જવાબદારી ધરાવતા રાજ્યસભાના સાંસદ મયંક નાયક ઝી 24 કલાકની સાથેની વાતચીતમાં સમગ્ર દેશમાં 400 પ્લસ સાથે એનડીએ ગઠબંધન આવશે તેવો દાવો કર્યો. ગાંધીનગર લોકસભા બેઠકમાં સૌથી જંગી લીડ થી કેન્દ્રીય મંત્રી જીતશે તેઓ પણ દાવો કર્યો. કોંગ્રેસના સોનલ પટેલના આક્ષેપોને નકારતા ગાંધીનગરની પ્રજાએ અમિતભાઈને ખોબે ખોબે મત આપ્યા હોવાથી ઐતિહાસિક મતોથી જીતશે તેઓ પણ દાવો તેઓએ કર્યો. 

04 June 2024 07:27 AM

આણંદમાં ખોલાયો સ્ટ્રોંગ રૂમ
મતગણતરી પહેલા આણંદ જિલ્લામાં સ્ટ્રોંગ રૂમ ખોલવામાં આવી રહ્યો છે. મતગણતરી સવારે 8 વાગ્યાના ટકોરે શરૂ  થશે. 

04 June 2024 07:11 AM

જનતાનો નિર્ણય સન્માનપૂર્વક સ્વીકાર કરવો જોઈએ-મનિષ તિવારી
મતગણતરી પર ચંડીગઢ લોકસભા બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર મનિષ તિવારીએ કહ્યું કે આજે મંગળવાર છે, હનુમાનજીનો દિવસ છે. લોકોએ પોતાનો અભિપ્રાય આપી દીધો છે. જે ઈવીએમમાં બંધ થઈ ગયો છે. ઈવીએમ ખુલશે અને મત સામે આવશે. જનતાનો જે પણ નિર્ણય હશે તે બધાએ સન્માનપૂર્વક સ્વીકાર કરવો જોઈએ. આ ભારતીય લોકતંત્રની ક્ષમતા છે. 

<blockquote class="twitter-tweet"><p lang="hi" dir="ltr"><a href="https://twitter.com/hashtag/WATCH?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#WATCH</a> चंडीगढ़: मतगणना पर चंडीगढ़ लोकसभा सीट से कांग्रेस उम्मीदवार मनीष तिवारी ने कहा, &quot;आज मंगलवार है, हनुमान जी का दिन है। लोगों ने अपनी राय व्यक्त कर दी है। राय ईवीएम में बंद हो गई है। ईवीएम खुल जाएगी और राय सामने आ जायेगी। जनता का जो भी निर्णय होगा, उसे सभी को सम्मानपूर्वक… <a href="https://t.co/TjTrTGUwOP">pic.twitter.com/TjTrTGUwOP</a></p>&mdash; ANI_HindiNews (@AHindinews) <a href="https://twitter.com/AHindinews/status/1797805129833574424?ref_src=twsrc%...">June 4, 2024</a></blockquote> <script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>

04 June 2024 07:08 AM

ભાજપ જીતશે તો છત્તીસગઢમાં 201 કિલો લાડુ વહેંચશે
રાયપુર છત્તીસગઢ ભાજપ જિલ્લા ઉપાધ્યક્ષ લલિત જયસિંહે જણાવ્યું કે અમારું લક્ષ્ય 201 કિલો લાડુ વહેંચવાનું છે. અમે 11 પ્રકારના લાડુનો ઓર્ડર આપ્યો ચે. અમે સવારે 12 વાગ્યાથી રાતે 11 વાગ્યા સુધી લાડુનું વિતરણ કરીશું. આખા દેશમાં ભાજપની લહેર છે અને પીએમ મોદીએ જે 400 પારનો લક્ષ્યાંક રાખ્યો છે, અમને આશા છે કે તેની પણ ઉપર સીટો આવી રહી છે. 

04 June 2024 07:03 AM

દિલ્હીની તમામ સીટ ભાજપ જીતશે- પ્રવીણ  ખંડેલવાલ
દિલ્હીના ચાંદની ચોકથી ભાજપના ઉમેદવાર પ્રવીણ ખંડેલવાલે લોકસભા ચૂંટણી 2024 મતગણતરી પર કહ્યું કે ચાંદની ચોકની સીટ અમે રેકોર્ડ વોટથી જીતી રહ્યા છીએ. દિલ્હીની સાતેય સીટો ભાજપ બહુમતથી જીતી રહી છે. 

04 June 2024 07:01 AM

મોટા પાયે પેટ્રોલિંગ
સવારે 8 વાગે મતગણતરી શરૂ થશે. તે પહેલા રાજધાની દિલ્હી સહિત દેશભરમાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી છે. સુરક્ષાકર્મીઓ મોટા પાયે પેટ્રોલિંગ કરી રહ્યા છે. 

04 June 2024 06:52 AM

ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત
સવારે 8 વાગે મતગણતરી શરૂ થશે. તે પહેલા રાજધાની દિલ્હી સહિત દેશભરમાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી છે. સુરક્ષાકર્મીઓ મોટા પાયે પેટ્રોલિંગ કરી રહ્યા છે. 

04 June 2024 06:50 AM

અમને બહુ વિશ્વાસ છે- માધવી લતા
તેલંગણાની હૈદરાબાદ સીટથી ભાજપના ઉમેદવાર માધવી લતાએ કહ્યું કે અમને ખુબ વિશ્વાસ છે...આખો દેશ ઈચ્છે છે કે આ (હૈદરાબાદ) ભાજપની સીટ બને અને બનીને જ રહેશે. 

04 June 2024 06:50 AM

NDA વાપસી કરશે કે ઈન્ડિયા ગઠબંધન ચોંકાવશે?
લોકસભા ચૂંટણીમાં તમામ પાર્ટીઓ અને ગઠંબધન પોત પોતાની જીતના દાવા કરી રહ્યા છે. પરંતુ આજે  એ સ્પષ્ટ થઈ જશે કે એનડીએ ત્રીજીવાર સત્તામાં આવે છે કે પછી વિપક્ષી ગઠબંધન ઈન્ડિયા કઈક સરપ્રાઈઝ આપે છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ઈન્ડિયા બ્લોકને 295 સીટો મળવાનો દાવો કર્યો છે. જ્યારે એનડીએ 400 પારનો દાવો કરે છે. કોણ સાચું પડશે એ આજે ખબર પડશે. 

Read More
;