Home> India
Advertisement

Maharashtra Jharkhand Assembly Election Voting Live: મહારાષ્ટ્રમાં મતદાન વચ્ચે આરોપો અને ખુલાસાઓનો ખેલ, ધીમા મતદાને નેતાઓનું ટેન્શન વધાર્યું

મહારાષ્ટ્રમાં આજે વિધાનસભા ચૂંટણી માટે મતદાનનો દિવસ છે. રાજ્યના અનેક દિગ્ગજ નેતાઓ જેમ કે શરદ પવાર, મુખ્યમંત્રી એકનાથ શિંદે, ઉધ્ધવ ઠાકરે, ડેપ્યુટી સીએમ અજીત પવાર, દેવેન્દ્ર ફડણવીસની પ્રતિષ્ઠા દાવ પર છે. બીજી બાજુ ઝારખંડમાં પણ આજે બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. અહીં મુકાબલો સત્તાધારી ઈન્ડિયા બ્લોક અને એનડીએ વચ્ચે છે. જાણો પળેપળની અપડેટ...

Maharashtra Jharkhand Assembly Election Voting Live: મહારાષ્ટ્રમાં મતદાન વચ્ચે આરોપો અને ખુલાસાઓનો ખેલ, ધીમા મતદાને નેતાઓનું ટેન્શન વધાર્યું
LIVE Blog
fallbacks

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

20 November 2024
20 November 2024 16:01 PM

મુકેશ અંબાણીએ પરિવાર સાથે કર્યું મતદાન
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી, તેમના પુત્ર અનંત અંબાણી અને રિલાયન્સ જિયો ઈન્ફોકોમ લિમિટેડના ચેરમેન આકાશ અંબાણી અને પત્ની શ્લોકા મહેતાએ મુંબઈમાં મતદાન કર્યું. 

20 November 2024 14:15 PM

બપોરે 1 વાગ્યા સુધીમાં મતદાન
ઝારખંડમાં બપોરે એક વાગ્યા સુધીમાં 47.92% મતદાન નોંધાયુ છે જ્યારે મહારાષ્ટ્રમાં બપોરે 1 વાગ્યા સુધીમાં 32.18% મતદાન નોંધાયુ છે. ઓછું મતદાન જોવા મળતા નેતાઓ ચિંતાતૂર છે. 

20 November 2024 14:10 PM

હેમા માલિનીની અપીલ- આવો અને મતદાન કરો
ભાજપના સાંસદ અને અભિનેત્રી હેમા માલિનીએ પુત્રી અને અભિનેત્રી ઈશા દેઓલ સાથે મુંબઈમાં મતદાન કર્યું. હેમા માલિનીએ કહ્યું કે હું હાલ મતદાન કરીને આવી છું. બધાને મારું નિવેદન છે કે તમે બધા મતદાન કરવા માટે આવો. દેશના ભવિષ્ય માટે આ તમારી જવાબદારી છે. જરૂર આવો અને મતદાન કરો. 

20 November 2024 12:42 PM

11 વાગ્યા સુધીમાં કેટલું થયું મતદાન
ઝારખંડમાં બીજા અને અંતિમ તબક્કામાં સવારે 11 વાગ્યા સુધીમાં 31.37% મતદાન નોંધાયુ જ્યારે મહારાષ્ટ્રમાં ફક્ત 18.14% મતદાન નોંધાયું છે જેણે નેતાઓની ચિંતા વધારી છે. 

20 November 2024 12:40 PM

ઓછું મતદાન સારી વાત નથી- રામદાસ આઠવલે
કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ કહ્યું કે, જેટલું મતદાન થવું જોઈએ એ રીતે મતદાન થઈ રહ્યું નથી. રાજ્યોમાં ઓછું મતદાન થઈ રહ્યું છે જે સારી વાત નથી. ઓછામાં ઓછું 80થી 90 ટકા મતદાન થવું જોઈએ. બધા મતદારોને મારો આગ્રહ છે કે 5 વર્ષમાં એકવાર ચૂંટણી આવે છે તો તમારા આખા પરિવાર સાથે મતદાન કરવું જોઈએ. હું  ચૂંટણી પંચને આગ્રહ કરવા માંગુ છું કે 1000 લોકોના બૂથમાં ઘણી લાંબી લાઈનો લાગે છે, તેને 500 મતદારોનું બૂથ બનાવવું જોઈએ. સુપ્રીયા સુલે અને નાના પટોલે પર જે આરોપો  ભાજપે લગાવ્યા છે તેની તપાસ થવી જોઈએ. જનતા અમારી સાથે છે તો ડરવાની શું વાત છે. મહાયુતિની સરકાર બનશે અને મહાવિકાસ આઘાડીને અહીં ખુબ મોટો ઝટકો લાગવાનો છે. 

20 November 2024 11:24 AM

નીતિન ગડકરીએ કર્યું મતદાન
કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા નીતિન ગડકરીએ નાગપુરમાં મતદાન કર્યું. તેમણે કહ્યું કે લોકતંત્રમાં મતદાન કરવું એ આપણો મૂળભૂત અધિકાર છે. આપણે કોઈ પણ સ્થિતિમાં મતદાન કરવું જોઈએ. વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરો અને લોકતંત્રને મજબૂત કરો. 
 

20 November 2024 11:09 AM

ઝારખંડમાં રોટી-માટી અને બેટી સંકટમાં- શિવરાજ સિંહ ચૌહાણ
કેન્દ્રીય મંત્રી અને ઝારખંડ ચૂંટણી પ્રભારી શિવરાજસિંહ ચૌહાણે ઝારખંડ વિધાનસભા ચૂંટણી પર કહ્યું કે ઝારખંડમાં વિધાનસભાની આ ચૂંટણી ઝારખંડ બચાવવાની ચૂંટણી બની ગઈ છે. ઝારખંડમાં રોટી-માટી અને બેટી સંકટમાં છે. નૌજવાનો સાથે રોજગારના નામ પર JMM અને કોંગ્રેસની સરકારે ઠગાઈ કરી છે. માતા, બહેન અને બેટીની ઈજ્જત અને સન્માન સુરક્ષિત નથી. સંસાધનો પર ઘૂસણખોરો કબજો કરતા જાય છે. કાનૂન વ્યવસ્થાની સ્થિતિ ભયંકર છે. આથી નારાજ થઈને જનતા એનડીએ અને ભાજપના ઉમેદવારોને મત આપી રહી છે. મારી બધાને અપીલ છે કે મત જરૂર આપો. ભાજપ અને એનડીએની સરકાર ઝારખંડની તસવીર બદલી નાખશે અને જનતાની તકદીર પણ બદલાશે. 

20 November 2024 11:05 AM

દેવેન્દ્ર ફડણવીસે નાગપુરમાં કર્યું મતદાન
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અને નાગપુર દક્ષિણ-પશ્ચિમથી ભાજપના ઉમેદવાર દેવેન્દ્ર ફડણવીસે નાગપુરમાં મતદાન કર્યું. તેમણે કહ્યું કે લોકતંત્રનો સૌથી મોટો ઉત્સવ ચાલી રહ્યો છે. મહારાષ્ટ્રમાં મે મારા પરિવાર સાથે મતદાન કર્યું છે. હું મહારાષ્ટ્રના આપણા તમામ ભાઈ બહેનોને ખાસ કરીને આપણી લાડકી બહેનોને એ અપીલ કરું છું કે મોટા પાયે મતદાન કરો. કરાણ કે મતદાન ફક્ત આપણો અધિકાર નહીં પરંતુ આપણું કર્તવ્ય પણ છે. લોકતંત્રમાં આપણે સરકાર ચૂંટીએ છીએ અને જેને આપણે ચૂંટીએ છીએ તેની પાસેથી અપેક્ષા રાખીએ છીએ. જો આપણે સરકાર પાસે અપેક્ષા કરીએ તો મતદાન કરવું પણ ખુબ જરૂરી છે. 

20 November 2024 10:30 AM

એકવાર ફરીથી ભારત-મહારાષ્ટ્રનું ભાગ્ય નક્કી કરવાનો દિવસ-પિયુષ ગોયલ
કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે આજે લોકસભા ચૂંટણીના 6 મહિના બાદ ફરીથી એકવાર ભારત અને મહારાષ્ટ્રનું ભાગ્ય નક્કી કરવાનો દિવસ આવી ગયો છે. આજે સવારથી જ હું જોઈ રહ્યો હતો કે લોકો કઈ રીતે ઉત્તર મુંબઈમાં મતદાન કરી રહ્યા છે અને મને ખુશી છે કે લોકો ભારે સંખ્યામાં બહાર આવ્યા છે અને મતદાન કરી રહ્યા છે. હું આશા રાખુ છું કે આ વખતે 60% થી વધુ મતદાન થશે. આ મત માત્ર મત નથી. આપણા આવનારા 5 વર્ષના ભવિષ્યના તમે શિલ્પકાર બનવાના છો. હું બધાને અપીલ કરું છું કે તમે મતદાન જરૂર કરો. 

20 November 2024 10:11 AM

અભિનેત્રી જેનેલિયા ડિસૂઝાએ કર્યું મતદાન
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે આજે થયેલા મતદાનમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યા બાદ અભિનેત્રી જેનેલિયા ડિસૂઝાએ  કહ્યું કે, દરેકમને મત આપવાનો અધિકાર છે. લોકોએ બહાર નીકળીને પોતાના મતાધિકારનો ઉપયોગ ક રવો જોઈએ. આજે એક મહત્વપૂર્ણ  દિવસ છે. તમે એક મોટો બદલાવ લાવી શકો છો. 

20 November 2024 09:51 AM

સવારે 9 વાગ્યા સુધી કેટલું મતદાન
ઝારખંડમાં બીજા તબક્કાના મતદાનમાં સવારે 9 વાગ્યા સુધીમાં 12.71% મતદાન નોંધાયુ છે. જ્યારે મહારાષ્ટ્રમાં સવારે 9 વાગ્યા સુધીમાં 6.61% મતદાન નોંધાયું. 

20 November 2024 09:41 AM

શરદ પવારનું મોટું નિવેદન
એનસીપી-એસસીપી પ્રમુખ શરદ પવારે બારામતીમાં મતદાન કર્યું. મતદાન બાદ તેમણે  કહ્યું કે મને પૂરો  ભરોસો છે કે મહારાષ્ટ્રના લોકો શાંતિપૂર્ણ રીતે મોટી સંખ્યામાં મતદાન કરશે. 23 નવેમ્બર બાદ એ દેશની સામે આવી જશે કે રાજ્યમાં સરકાર બનાવવાની જવાબદારી કોને સોંપાશે. સુપ્રીયા સુલે પર લાગેલા આરોપો પર  તેમણે કહ્યું કે જે વ્યક્તિએ આરોપ લગાવ્યા છે તે અનેક મહિનાઓ સુધી જેલમાં હતો, આવા લોકોને સામે લાવીને ખોટા આરોપો લગાવવા, એ ફક્ત ભાજપ જ કરી શકે છે. 

20 November 2024 09:24 AM

બિટકોઈન મામલે સુપ્રીયાની સફાઈ
NCP SP નેતા સુપ્રીયા સુલેએ પોતાના પરિવાર સાથે રિમાન્ડ હોમ પોલિંગ બુથ પર મતદાન કર્યું. મતદાન કર્યા બાદ પત્રકારો સાથે વાતચીતમાં તેમણે  બિટકોઈન સંલગ્ન વિવાદ પર સ્પષ્ટતા કરી. સુપ્રીયા સુલેએ કહ્યું કે મીડિયામાં ચાલી રહેલી ઓડિયો ક્લિપમાં તેમનો અવાજ નથી અને તેને ચેક કરાવવામાં આવે. સુપ્રીયાએ કહ્યું કે તેમણે સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે. ભાજપના પ્રવક્તાએ પીસી કરી, મને અનેક લોકોએ ફોન કર્યો. મે સુધાંશુ ત્રિવેદી વિરુદ્ધ ક્રિમિનલ માનહાનિની નોટિસ આપી છે. અત્રે જણાવવાનું કે ભાજપે સુપ્રીયા સુલે અને નાના પટોલે પર બિટકોઈન ટ્રાન્ઝેક્શનનો આરોપ લગાવ્યો હતો. 

20 November 2024 08:57 AM

શરદ પવારની પાર્ટીના ઉમેદવારનો આરોપ
એનસીપી (શરદ પવાર)ના કર્જત-જામખેડના ઉમેદવાર રોહિત પવારે આરોપ લગાવ્યો કે એક  પોલીંગ બુથ પર ઈવીએમમાં તેમના નામની સામે કાળું નિશાન લગાવવામાં આવ્યું છે. તેમણે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે. રોહિત પવારે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે અને ચૂંટણી પંચના અધિકારીઓને આ કાળું નિશાન હટાવવાની માંગણી કરી. અત્રે જણાવવાનું કે શરદ પવાર રોહિત પવારના દાદા છે. 

20 November 2024 08:54 AM

ફરહાન અખ્તર અને ઝોયા અખ્તરે કર્યું મતદાન
ફિલ્મ નિર્દેશક ઝોયા અખ્તર તથા ફિલ્મ નિર્માતા અને અભિનેતા ફરહાન અખ્તરે મુંબઈના બાંદ્રામાં એક મતદાન મથક પર મતદાન કર્યું. 

20 November 2024 08:50 AM

સચિન તેંડુલકરે મુંબઈમાં કર્યું મતદાન
પૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરે પત્ની અંજલી અને પુત્રી સારા સાથે મુંબઈમાં મતદાન કર્યું. મતદાન બાદ તેમણે કહ્યું કે હું ઘણા સમયથી ECI (ચૂંટણી પંચ)નો ચહેરો રહ્યો છું. હું જે સંદેશ આપુ છું તે છે મત આપવાનો. આ આપણી જવાબદારી છે. હું બધાને આગ્રહ કરું છું કે તેઓ બહાર નીકળીને મતદાન કરે. 

20 November 2024 08:21 AM

અભિનેતા અક્ષયકુમારે મતદાન કર્યું
બોલીવુડ અભિનેતા અક્ષયકુમારે પણ આજે મુંબઈમાં મતદાન કર્યું. અક્ષયકુમારે કહ્યું કે મતદાન કેન્દ્ર પર ખુબ સારી વ્યવસ્થા કરી છે. સફાઈ રાખેલી છે, વરિષ્ઠ નાગરિકો માટે ખુબ સારી વ્યવસ્થા છે. 

20 November 2024 08:20 AM

અભિનેતા રાજકુમાર રાવે કર્યું મતદાન
બોલીવુડ અભિનેતા રાજકુમાર રાવે મુંબઈમાં એક મતદાન મથક પર પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. તેમણે કહ્યું કે મતદાન ખુબ જરૂરી છે. મહારાષ્ટ્રમાં તમામ લોકો જાઓ અને મતદાન કરો. 

20 November 2024 08:18 AM

ઝારખંડમાં ભાજપની સરકાર બનશે- ભાજપ નેતા
ધનબાદથી  ભાજપના ઉમેદવાર રાજ સિન્હાએ કહ્યું કે હાલમાં મતદાન સમયે જે ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે અને જે રીતે જનતા મત આપવા માટે ઉમટી રહી છે તેનાથી હું નિશ્ચિતપણે કહી શકું કે ભાજપની સરકાર બનવા જઈ રહી છે. 

20 November 2024 08:17 AM

અજીત પવારે કર્યું મતદાન
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અને બારામતી વિધાનસભા સીટથી NCP ઉમેદવાર અજીત પવારે મતદાન કર્યું. તેમણે કહ્યું કે મહાયુતિની સરકાર બનશે. 

20 November 2024 08:07 AM

મોહન ભાગવતે કર્યું મતદાન
સંઘ પ્રમુખ મોહન ભાગવતે નાગપુરમાં સવાર સવારમાં મતદાન કર્યું. નાગપુર સ્થિત સંઘ મુખ્યાલયની પાછળ ભાઉસાહેબ દફતરી સ્કૂલમાં મોહન ભાગવતે મતદાન કર્યું. આરએસએસના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરે પણ અહીં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. મતદાન કર્યા બાદ તેમણે કહ્યું કે પ્રજાતંત્રમાં મતદાન નાગરિકોનું કર્તવ્ય છ. દરેક નાગરિકે મતદાન કરવું જોઈએ. આથી હું બાકી બધુ કામ પછી કરું છું. હું ઉત્તરાચંલમાં હતો અને એક દિવસનો કાર્યક્રમ ઘટાડીને અહીં મત આપવા આવ્યો છું. મતદારોએ મતદાન કરવું જોઈએ. 

20 November 2024 08:06 AM

ઝારખંડમાં બીજા તબક્કાનું મતદાન
જ્યારે ઝારખંડમાં આજે બીજા તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. જ્યાં 38 વિધાનસભા બેઠકો માટે લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ર હ્યા છે. મતદાન સવારે સાત વાગે શરૂ થયું છે. 

20 November 2024 08:06 AM

મહારાષ્ટ્રમાં એક જ તબક્કામાં મતદાન
મહારાષ્ટ્રમાં 288 સભ્યોવાળી વિધાનસભા માટે આજે મતદાનનો દિવસ છે. મતદાન સવારે સાત વાગ્યાથી શરૂ થઈ ગયું છે. 

Read More