Home> India
Advertisement

Maharashtra News LIVE: મહારાષ્ટ્રમાં સરકાર માટે મહાભારત, જાણો પળે પળના લેટેસ્ટ ન્યૂઝ

Maharashtra News : મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે શરૂ થયેલા સત્તાના જંગમાં આજનો દિવસ મહત્વનો છે. કોંગ્રેસ એનસીપી શિવસેના પોત પોતાના ધારાસભ્યો સંભાળવામાં પડ્યા છે. તો બીજી તરફ ભાજપ અને એનસીપીમાં બગાવત કરનાર નેતા અજીવ પવાર પોતાના સમીકરણ સેટ કરવામાં લાગ્યા છે.

Maharashtra News LIVE: મહારાષ્ટ્રમાં સરકાર માટે મહાભારત, જાણો પળે પળના લેટેસ્ટ ન્યૂઝ
LIVE Blog

મુંબઇ : Maharashtra News મહારાષ્ટ્રમાં રાજકારણનું મહાભારત ચાલી રહ્યું છે. શિવસેના, કોંગ્રેસ એનસીપી અને ભાજપ પોત પોતાના સમીકરણો જોડવામાં લાગ્યા છે. ભાજપ અને એનસીપીમાં બગાવત કરનાર અજીત પવાર સરકાર બચાવવા પડ્યા છે તો એનસીપી શિવસેના અને કોંગ્રેસ સરકાર બનાવવાની ફિરાકમાં છે. મહારાષ્ટ્ર માટે આજનો દિવસ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ એનસીપી અને શિવસેના પોત પોતાના ધારાસભ્યોને બચાવામાં પડ્યા છે. 

fallbacks

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

25 November 2019
25 November 2019 12:15 PM

મહારાષ્ટ્ર સરકાર માટે મહાભારત, પળે પળની જાણકારી જુઓ LIVE

25 November 2019 11:55 AM

મહારાષ્ટ્ર વિધાનસભામાં આજે બહુમત સાબિત કરવાની માંગ નકારાઇ, રણદીપ સુરજેવાલાએ કહ્યું- મહારાષ્ટ્રમાં લોકતંત્રની હત્યા થઇ રહી છે

25 November 2019 11:30 AM

મહારાષ્ટ્રમાં સરકાર કોની? આવતીકાલે સવારે થશે ફેંસલો, સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી

25 November 2019 11:27 AM

કોંગ્રેસ તરફથી સુપ્રીમ કોર્ટમાં વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે, મહારાષ્ટ્રમાં તત્કાલ ફ્લોર ટેસ્ટ કરાવવો જોઇએ...

25 November 2019 11:21 AM

Maharashtra Govt Formation Live: મહારાષ્ટ્રમાં સરકારનું મહાભારત, સત્તાના સમીકરણો બેસાડવા રાજકીય નેતાઓએ કર્યું રાત જાગરણ, જુઓ વીડિયો

25 November 2019 11:18 AM

સંસદમાં રાહુલ ગાંધી બોલ્યા- મહારાષ્ટ્રમાં લોકતંત્રની હત્યા થઇ...

fallbacks

25 November 2019 11:16 AM

અજીત પવારની ચિઠ્ઠીમાં એનસીપીના 54 ધારાસભ્યોના નામ હોવાની રજૂઆત

25 November 2019 11:06 AM

અજીત પવારના વકીલે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે, રાજ્યપાલ ન હતા એટલે સમર્થનની ચિઠ્ઠી સચિવને સોંપી

25 November 2019 11:04 AM

શિવસેના એનસીપી અને કોંગ્રેસના સમર્થનવાળા ધારાસભ્યોની યાદી રાજભવનને સોંપી

25 November 2019 11:02 AM

કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીની રાબરીમાં મહારાષ્ટ્ર મુદ્દે સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન

25 November 2019 10:59 AM

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પૂર્વ મુખ્યમંત્રી યશવંતરાવને એમની પુણ્યતિથી નિમિત્તે પુષ્પાંજલિ અર્પી

25 November 2019 10:57 AM

વિધાનસભા પહોંચ્યા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ડેપ્યુટી સીએમ અજીત પવાર

Read More