Home> India
Advertisement
Prev
Next

Bihar: ચિરાગનું ઇમોશનલ કાર્ડ, બોલ્યા- હવે પિતાનો સાથ નથી, જનતાના આર્શીવાદ લેવા શરૂ કરીશું યાત્રા

ચિરાગ પાસવાને કહ્યુ, મારા પિતાની જયંતિ 5 જુલાઈએ છે. મારા પિતા અને કાકા હવે મારી સાથે નથી. તેથી અમે હાજીપુરથી 5 જુલાઈએ આશીર્વાદ યાત્રા કાઢવાનો નિર્ણય કર્યો છે.

Bihar: ચિરાગનું ઇમોશનલ કાર્ડ, બોલ્યા- હવે પિતાનો સાથ નથી, જનતાના આર્શીવાદ લેવા શરૂ કરીશું યાત્રા

નવી દિલ્હીઃ કાકા પશુપતિ કુમાર પારસ સહિત ઘણા નેતાઓના બળવાનો સામનો કરી રહેલા એલજેપી નેતા ચિરાગ પાસવાને હવે ઇમોશનલ કાર્ડે રમ્યું છે. થોડા દિવસ પહેલા કાકાની હરકતને લઈને તેમણે કહ્યુ હતુ કે પિતાના મોત બાદ તે અનાથ નહતો થયો, પરંતુ કાકાના સાથ છોડ્યા બાદ આવું થયું છે. હવે તેણે બિહારમાં 5 જુલાઈથી આશીર્વાદ યાત્રા કાઢવાની વાત કહી છે. આ દિવસે તેના પિતા રામવિલાસ પાસવાનની જયંતિ પણ છે. દિલ્હીમાં રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક બોલાવી બળવો કરનાર કાકાને પોતાની શક્તિ દેખાડવા માટે ચિરાગે આ જાહેરાત કરી છે. 

fallbacks

ચિરાગ પાસવાને કહ્યુ, મારા પિતાની જયંતિ 5 જુલાઈએ છે. મારા પિતા અને કાકા હવે મારી સાથે નથી. તેથી અમે હાજીપુરથી 5 જુલાઈએ આશીર્વાદ યાત્રા કાઢવાનો નિર્ણય કર્યો છે. આ યાત્રા બિહારના તમામ જિલ્લામાં પસાર થશે. અમને લોકોના પ્રેમ અને આશીર્વાદની જરૂર છે. રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકને લઈને ચિરાગે કહ્યુ, બેઠકમાં પાર્ટીના મોટાભાગના સભ્યો હાજર હતા. આ સિવાય બધા સભ્યોએ એકમતથી રામવિલાસ પાસવાનને ભારત રત્ન સન્માન આપવાની માંગ કરી છે. 

આ સિવાય બેઠકમાં બિહારની અંદર રામવિલાસ પાસવાનની પ્રતિમા લગાવવાનો પ્રસ્તાવ પણ પાસ કરવામાં આવ્યો છે. બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયથી સ્પષ્ટ છે કે બળવાના દર્દની દવા ચિરાગે જનતાના આશીર્વાદ તરીકે શોધવાનો નિર્ણય લીધો છે. જાણકારોનું કહેવું છે કે તેના દ્વારા તે પિતાની વિરાસતનો અસલી હકદાર હોવાનો દાવો પણ કરી શકશે. મહત્વનું છે કે બળવાખોર સાંસદ અને અન્ય નેતાઓએ ચિરાગ પાસવાનને રાષ્ટ્રીય અધ્યક્ષના પદેથી પણ હટાવી દીધા છે અને પશુપતિ પારસને આ જવાબદારી મળી છે. તો ચિરાગ પાસવાનનું કહેવુ છે કે રાષ્ટ્રીય અધ્યક્ષ પદ પર કાકા પશુપતિ પારસની ચૂંટણી ગેરબંધારણીય છે. આ સિવાય સંસદીય નેતા તરીકે પણ ચિરાગને હટાવી દીધા છે. ચિરાગે તેમને પડકાર આપ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More