મુંબઇ : કોરોના વાયરસનાં સતત વધી રહેલા પ્રકોપ વચ્ચે પુણેમાં એકવાર ફરીથી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી ચુકી છે. કોરોના સંક્રમણ ફેલાતુ અટકાવવા માટે પુણેમાં 13 જુલાઇથી 23 જુલાઇ સુધી લોકડાઉન લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ દરમિયાન જરૂરી સામાન છોડીને અન્ય તમામ ગતિવિધિઓ પર સંપુર્ણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. પુણે શહેરી અને ગ્રામીણ વિસ્તારોનાં પિપરી અને ચિંચવાડા વિસ્તારમાં લોકડાઉનના નિયમો લાગુ પડશે.
વિકાસ દુબે એન્કાઉન્ટર: ADG પ્રશાંતકુમારે આપી વિગતવાર માહિતી
પુણે તંત્રના અનુસાર આ દરમિયાન તમામ પ્રકારના પ્રાઇવેટ અને સરકારી ઓફીસો બંધ રહેશે. જીવન જરૂરી વસ્તુઓ સિવાય માર્કેટ અને આવન જાવન પર પણ પ્રતિબંધ રહેશે. લોકડાઉન દરમિયાન માત્ર મેડિકલ સ્ટોર્સ, હોસ્પિટલ, ડેરી પ્રોડક્ટ, શાકભાજીની દુકાનો સિવાયની અન્ય તમામ દુકાનો પણ બંધ રહેશે.
મોદી સરકારે વધારી 3 ડેડલાઇન, કરોડો લોકોને નવેમ્બર સુધી મળશે ફાયદો
અત્રે ઉલ્લેખનીય છે કે પુણેમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ઝડપથી વધી રહી છે. પુણેમાં કોવિડ 19 સંક્રમણનો આંકડો વધીને 28 હજાર પર પહોંચી ચુક્યો છે. જ્યારે 872 લોકોનાં મોત નિપજ્યાં છે. જો કે રાહતની વાત છે કે, અત્યાર સુધી કોરોનાથી કુલ 13 હજાર લોકો રિકવર પણ થઇ ચુક્યા છે. જો મહારાષ્ટ્રનીવાત કરીએ તો માત્ર આ રાજ્યમાં જ કોરોનાના સવા બે લાખથી વધારે કેસ છે. જ્યારે સંક્રમિતોની સંખ્યા પણ ખુબ જ ઝડપથી વધી રહી છે.
લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે