Home> India
Advertisement
Prev
Next

Covid-19: દિલ્હીમાં એક સપ્તાહ લંબાવાયુ Lockdown, મુખ્યમંત્રી કેજરીવાલે કરી જાહેરાત

દિલ્હીમાં સતત વધી રહેલા કોરોના કેસને જોતા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વધુ એક સપ્તાહ લૉકડાઉન વધારવાનો નિર્ણય લીધો છે. 

Covid-19: દિલ્હીમાં એક સપ્તાહ લંબાવાયુ Lockdown, મુખ્યમંત્રી કેજરીવાલે કરી જાહેરાત

નવી દિલ્હીઃ કોરોના વાયરસ  (Coronavirus) ના પ્રકોપને કારણે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 7 દિવસ માટે સંપૂર્ણ લૉકડાઉન વધારી દેવામાં આવ્યું છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેની સત્તાવાર જાહેરાત કરી છે. કોરોનાના સતત વધી રહેલા કેસને જોતા દિલ્હી સરકારે આ નિર્ણય લીધો છે. 

fallbacks

હવે 10 એપ્રિલ સુધી લૉકડાઉન
દિલ્હીમાં પહેલા 3 મે સવારે 5 કલાક સુધી લૉકડાઉનનો આદેશ હતો. હવે આજે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેને વધુ એક સપ્તાહ વધારવાનો નિર્ણય લીધો છે. એટલે હવે દિલ્હીમાં 10 મે સુધી સંપૂર્ણ લૉકડાઉન રહેશે. રાજ્યમાં કોરોનાથી સ્થિતિ સતત બગડી રહી છે. સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. તેથી કોરોનાને કાબુ કરવા માટે રાજ્યમાં લૉકડાઉન ખુબ જરૂરી છે. 

આ પહેલા પણ વધારાયુ હતું લૉકડાઉન
આ પહેલા મુખ્યમંત્રીએ એક સપ્તાહ માટે લૉકડાઉનમાં વધારો કર્યો હતો. તેમણે કહ્યુ હતુ કે આખરી હથિયારના રૂપમાં કોરોના સામે લડવા માટે લૉકડાઉનનો પ્રયોગ કરવો પડે છે. અમારે મજબૂરીમાં લૉકડાઉન લગાવવુ પડે છે. આ લોકડાઉનની જાહેરાતમાં નિયમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. 

દિલ્હી: બત્રા હોસ્પિટલમાં ઓક્સિજનની અછતથી 1 ડોક્ટર સહિત 8 કોરોના દર્દીઓના મોત

દિલ્હીમાં ઈ-પાસ જરૂરી
લૉકડાઉનમાં સરકારે ગાઇડલાઇન જાહેર કરી છે, જેમાં કેટલીક સેવાઓ પર પ્રતિબંધોથી છૂટ રહેશે. જ્યારે કેટલીક કેટેગરીના લોકોને આઈકાર્ડ લઈ બહાર નિકળવાની છૂટ આપવામાં આવી છે, જ્યારે અન્ય જરૂરી સેવાઓ માટે ઈ-પાસ કઢાવવો પડશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More