Home> India
Advertisement
Prev
Next

દલિતો મુદ્દે સાથ આપવા માટે પટનામાં મોદીના સન્માનમાં ભવ્ય સન્માન સમારંભ

લોક જનશક્તિ પાર્ટી સમગ્ર દેશમાં કાર્યક્રમ બનાવીને વડાપ્રધાન મોદીને શુભકામના આપશે અને સાથે જ 12 ઓગષ્ટે પટનામાં તેના સન્માનમાં એક ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવશે

દલિતો મુદ્દે સાથ આપવા માટે પટનામાં મોદીના સન્માનમાં ભવ્ય સન્માન સમારંભ

નવી દિલ્હી : લોકજનશક્તિ પાર્ટી સમગ્ર દેશમાં કાર્યક્રમ બનાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શુભકામના આપશે અને સાથે જ 12 ઓગષ્ટ પટનામાં તેમના સન્માનમાં એક ભવ્ય સમારંભનું આયોજન કરવામાં આવશે. લોક જનશક્તિ પાર્ટીના અધ્યક્ષ રામવિલાસ પાસવાને ગુરૂવારે આ જાહેરાત કરી. તેમણે કહ્યું કે, અનુસૂચિત જાતી અને જનજાતી અત્યાચાર નિવારણ કાયદાને સુપ્રીમે હળવું કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે કેન્દ્ર સરકારે આ અંગે તુરંત જ પુનર્વિચાર અરજી દાખલ કરી અને જ્યારે સરકારને લાગ્યું કે, કોર્ટમાં નિર્ણય આવવામાં વધારે સમય લાગશે તો વડાપ્રધાન મોદીએ સંસદના ચાલુ સત્રમાં કેબિનેટમાં એસસી-એસટી બિલને સંસોધિત કરી તેને બંન્ને સદનોમાં પસાર કરાવવામાં આવ્યું.

fallbacks

વડાપ્રધાન મોદીનો આભાર માન્યો
એસસી-એસટી સંશોધન બિલ 2018 ગુરૂવારે રાજ્યસભામાં પણ પસાર થઇ ગયું. લોકસભાએ તેને બુધવારે જ પસાર કરી દીધું હતું. બંન્ને સદનોમાં આ વિધેયકને ધ્વનિમતથી પસાર કરવામાં આવ્યું. પાસવાનને તેનો શ્રેય વડાપ્રધાન મોદીને આપ્યો. તેમણે એક ટ્વીટમાં લખ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા અનુસૂચિત જાતી- અનુસૂચિત જનજાતી અત્યાચાર નિરોધક કાયદામાં સંશોધનથી બંન્ને સભ્યો પાસેથી પાસ કરાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો ખુબ ખુબ ધન્યવાદ. તેઓ વિપક્ષી દળોને આકરો જવાબ છે જેઓ એનડીએઅને ખાસ કરીને ભાજપને દલિત વિરોધી પાર્ટી કહી રહ્યા હતા. 

દલિત સંગઠનોની પ્રતિક્રિયા
સુપ્રીમ કોર્ટ દ્વારા એસસી-એસટી કાયદા મુદ્દે અપાયેલા ચુકાદા બાદ દલિત સંગઠોએ હિંસક પ્રતિક્રિયા આપી હતી, જેમાં ઘણા લોકોએ જીવ પણ ખોયો હતો. ત્યાર બાદ વિપક્ષી દળ સતત સરકાર પર દબાણ બનાવી રહ્યા હતા કે સરકાર દલિત વિરોધી છે. પાસવાને કહ્યું કે, 11 ઓગષ્ટે વડાપ્રધાનના સન્માનમાં લોક જનશક્તિ પાર્ટી અને દલિત સેના દિલ્હીના કાંસ્ટીટ્યૂશન ક્લબમાં આભાર વ્યક્ત કરવા માટેનું આયોજન કરશે અને 12 ઓગષ્ટે પટનાના શ્રીકૃષ્ણ મેમોરિયલ હોલમાં વડાપ્રધાન મોદીના સન્માનમાં ભવ્ય સમારોહ આયોજીત કરવામાં આવશે. તેમણે કહ્યું કે, તેની સાથે જ સરકાર પ્રમોશનમાં અનામત અને યુજીસીની નિયુક્તિ સંબંધિ આદેશને પાછો ખેંચવા માટે કટિબદ્ધ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More