Home> India
Advertisement
Prev
Next

આંધ્ર અને અરૂણાચલ વિધાનસભા માટે BJPએ ઉમેદવારો જાહેર કર્યા

ભાજપે આજે પોતાનાં 2 રાજ્યોની વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને ઉમેદવારોની યાદી બહાર પાડી હતી.

આંધ્ર અને અરૂણાચલ વિધાનસભા માટે BJPએ ઉમેદવારો જાહેર કર્યા

નવી દિલ્હી : ભાજપે આજે પોતાનાં 2 રાજ્યોની વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને ઉમેદવારોની યાદી બહાર પાડી હતી. મળતી માહિતી કાલે રાત્રે મોડા 2 વાગ્યા સુધી તમામ સભ્યો અને તેમના દબદબા ઉપરાંત વિસ્તારમાં તેમની શાખ જેવા અનેક મુદ્દાઓ પર મોડે સુધી મંથન ચાલ્યું હતું. આ બેઠકમાં રાત્રે 2 વાગ્યા સુધી વડાપ્રધાન મોદી પોતે પણ હાજર રહ્યા હતા. રાત્રે 2 વાગ્યે બેઠક પુર્ણ થયા બાદ ભાજપ દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી પર સંમતી સધાઇ હતી. 

fallbacks

લાંબો સમય રાહ જોયા બાદ ભારતીય જનતા પાર્ટીએ આંધ્રપ્રદેશ અને અરૂણાચલ પ્રદેશ માટે ઉમેદવારોની યાદી બહાર પાડી દીધી છે. આંધ્રપ્રદેશ વિધાનસભા માટે 123 ઉમેદવારોનાં નામની જાહેરાત થઇ ચુકી છે. જ્યારે અરૂણાચલ વિધાનસભા માટે 54 ઉમેદવારોનાં નામની પણ આ સાથે જ જાહેરાત કરવામાં આવી હતી. 

આંધ્રપ્રદેશ- અરૂણાચલ પ્રદેશ માટે ભાજપે બહાર પાડી ઉમેદવારો માટેની યાદી
આંધ્રપ્રદેશમાં વિધાનસભાની 175 સીટો છે, અહીં 11 એપ્રીલે મતદાન કરવામાં આવશે.આ જ દિવસે લોકસભાની સીટો માટે પણ મતદાન થશે. અરૂણાચલ પ્રદેશમાં પણ વિધાનસભાની 60 સીટો માટે 11 એપ્રીલે મતદાન યોજાવા જઇ રહ્યું છે. 

fallbacks

fallbacks

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More