Home> India
Advertisement
Prev
Next

'તમારો ચોકીદાર મજબુતીથી રાષ્ટ્રસેવામાં ઊભો છે', પીએમ મોદીએ શેર કર્યો VIDEO

ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણીમાં ખુબ જ આક્રમક રીતે પ્રચારની શરૂઆત કરી દીધી છે. પીએમ નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વિટર એકાઉન્ટથી એક વીડિયો શેર કરીને 'મેં ભી ચોકીદાર' મુહિમની શરૂઆત કરી છે. આ વીડિયોમાં કેન્દ્ર સરકારના કાર્યોનો ઉલ્લેખ કરાયો છે. વીડિયોમાં છેલ્લે 31 માર્ચના રોજ સાંજે 6 વાગે પીએમ મોદી સાથે જોડાવવાનું આહ્વાન કરવામાં આવ્યું છે. 

'તમારો ચોકીદાર મજબુતીથી રાષ્ટ્રસેવામાં ઊભો છે', પીએમ મોદીએ શેર કર્યો VIDEO

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણીમાં ખુબ જ આક્રમક રીતે પ્રચારની શરૂઆત કરી દીધી છે. પીએમ નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વિટર એકાઉન્ટથી એક વીડિયો શેર કરીને 'મેં ભી ચોકીદાર' મુહિમની શરૂઆત કરી છે. આ વીડિયોમાં કેન્દ્ર સરકારના કાર્યોનો ઉલ્લેખ કરાયો છે. વીડિયોમાં છેલ્લે 31 માર્ચના રોજ સાંજે 6 વાગે પીએમ મોદી સાથે જોડાવવાનું આહ્વાન કરવામાં આવ્યું છે. 

fallbacks

પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું છે કે 'તમારો ચોકીદાર ડગ્યા વગર ઊભો છે અને દેશની સેવા કરી રહ્યો છે. પરંતુ અહીં હું એકલો નથી. દરેક વ્યક્તિ જે ભ્રષ્ટાચાર, ગંદકી, સમાજિક બદી સામે લડી રહ્યો છે તે ચોકીદાર છે. જે પણ દેશના વિકાસ માટે કામ કરે છે તે ચોકીદાર છે. આજે દરેક ભારતીય કહે છે કે #MainBhichowkidar હું.'

પીએમ મોદીએ ટ્વિટર પર 3.45 મિનિટનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં સરકારના કામોને પણ દર્શાવવામાં આવ્યાં છે. વીડિયોના અંતમાં મેં ભી ચોકીદાર મુહિમ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે 31 માર્ચના રોજ સાંજે 6 વાગે જોડાવવાનું આહ્વાન કરાયું છે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More