Home> India
Advertisement
Prev
Next

VIDEO ભાજપની પ્રેસ કોન્ફરન્સમાં જીવીએલ નરસિંહારાવ પર જૂતું ફેંકાયું, થયો હોબાળો

લોકસભા ચૂંટણી 2019ના બીજા તબક્કાનું હાલ મતદાન ચાલુ છે. આ દરમિયાન દિલ્હી ખાતેના  ભાજપના હેડક્વાર્ટર પર એક પ્રેસ કોન્ફરન્સ ચાલુ હતી. ચાલુ પ્રેસ કોન્ફરન્સમાં એક વ્યક્તિએ ભાજપના પ્રવક્તા અને નેતા જીવીએલ નરસિંહા રાવ પર જૂતું ફેંક્યું.

VIDEO ભાજપની પ્રેસ કોન્ફરન્સમાં જીવીએલ નરસિંહારાવ પર જૂતું ફેંકાયું, થયો હોબાળો

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019ના બીજા તબક્કાનું હાલ મતદાન ચાલુ છે. આ દરમિયાન દિલ્હી ખાતેના  ભાજપના હેડક્વાર્ટર પર એક પ્રેસ કોન્ફરન્સ ચાલુ હતી. ચાલુ પ્રેસ કોન્ફરન્સમાં એક વ્યક્તિએ ભાજપના પ્રવક્તા અને નેતા જીવીએલ નરસિંહા રાવ પર જૂતું ફેંક્યું. જૂતું ફેંકનારા વ્યક્તિને તરત પકડી લેવાયો છે. કહેવાય છે કે આ વ્યક્તિ કાનપુરનો છે અને પોલીસ હજુ તેની ઓળખ કરી રહી છે. તેની પાસેથી એક વિઝિટીંગ કાર્ડ પણ મળી આવ્યું છે. 

fallbacks

પ્રેસ સૂચના આપવા મુદ્દે આજે ભાજપના હેડક્વાર્ટર ખાતે પ્રેસ કોન્ફરન્સ ચાલુ હતી. આ દરમિયાન એક વ્યક્તિએ અચાનક ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા જીવીએલ નરસિંહારાવ અને ભૂપેન્દ્ર યાદવ પર જૂતું ફેંક્યું. જે સમયે બંને નેતાઓ લાલુ યાદવ અને પુત્ર તેજસ્વી યાદવના નિવેદન પર પ્રતિક્રિયા આપી રહ્યાં હતાં ત્યારે તે જ વખતે વ્યક્તિએ જૂતું ફેંક્યું. ત્યારબાદ સુરક્ષાકર્મીઓએ આ વ્યક્તિને પકડી  લીધો અને તેને બહાર લઈ ગયાં. મીડિયા અહેવાલો મુજબ આરોપીનું નામ ડો.શક્તિ ભાર્ગવ છે અને તે કાનપુરનો રહીશ છે. ભાર્ગવ કાનપુરમાં એક હોસ્પિટલ ચલાવે છે. તથા મેડિકલમાં એમએસની ડિગ્રી ધરાવે છે. સોશિયલ મીડિયા સાઈટ ફેસબુક પર આ વ્યક્તિ છેલ્લા કેટલાક સમયથી ભાજપ વિરુદ્ધ સતત અભિયાન ચલાવે છે. 

ફેસબુક મુજબ આ વ્યક્તિ ભાર્ગેવે પોાતની જાતને વ્હીસલ બ્લોઅર ગણાવી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ શક્તિ ભાર્ગવની માતાએ કહ્યું કે મારા પુત્ર સાથે મારો કોઈ સંપર્ક નથી. શક્તિ ભાર્ગવે પીએસયુનો મુદ્દો ઉઠાવ્યો છે. શક્તિએ ભ્રષ્ટાચારના મુદ્દે કેન્દ્ર સરકારને અનેક વાર ઘેરી.

દેશના વધુ સમચાારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More