નવી દિલ્હીઃ જૂન 2013ની વાત છે, જ્યારે ગોવામાં ભાજપની કાર્યકારિણી બેઠક ચાલી રહી હતી. તે સમયે પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ 2014 ચૂંટણી અભિયાન સમિતિના અધ્યક્ષ બનાવવાની વાત કરી હતી. આ જાહેરાત બાદ નરેન્દ્ર મોદીએ ત્યારે ટ્વિટર પર લખ્યું- વરિષ્ઠ નેતાઓએ મારામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. અમે કોંગ્રેસ મુક્ત ભારત નિર્માણ બનાવવામાં કોઈ કસર છોડીશું નહીં. તમારા સમર્થન અને આશીર્વાદ માટે આભાર. પોતાના ભાષણમાં મોદીએ તે સમયે કોંગ્રેસ સરકારને આડે હાથ લીધી હતી. તેમણે કહ્યું કે કોંગ્રેસ મુક્ત ભારત આપણું સપનું હોવું જોઈએ. આ વાતને 11 વર્ષ થઈ ગયા છે. પીએમ મોદી ત્રીજીવાર સત્તામાં આવી શકે છે, પરંતુ તેમનું કોંગ્રેસ મુક્ત ભારતનું સપનું અધુરૂ રહી ગયું.
2014ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને કેટલી સીટો
2014ની લોકસભા ચૂંટણીના પરિણામમાં ભાજપને 282 સીટો મળી હતી. મોદીની તે સમયે લહેર હતી. તે આંધીમાં કોંગ્રેસ પાર્ટી 44 સીટો પર સમેટાઈ ગઈ હતી. કોંગ્રેસે પ્રથમવાર વિપક્ષી પાર્ટીનો દરજ્જો ગુમાવી દીધો હતો. આ પહેલા 2009ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે 206 સીટો જીતી સહયોગીઓ સાથે મળી સરકાર બનાવી હતી.
2019માં મોદીનું ભારત કેટલું કોંગ્રેસ મુક્ત થઈ શક્યું
2019ની લોકસભા ચૂંટણી દરમિયાન પીએમ મોદીએ ખુબ રેલીઓ અને ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસના પરિવારવાદ પર નિશાન સાધ્યું હતું. તેમ છતાં ભારત કોંગ્રેસ મુક્ત ન થઈ શક્યું. આ ચૂંટણીમાં ભાજપે જોરદાર જીત મેળવતા 303 સીટ જીતી તો કોંગ્રેસે 2014ની ચૂંટણીના મુકાબલે વધારો કરતા 52 સીટ જીતી હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ખુબ મહેનત કરી, પરંતુ તે વધુ સીટો ન મેળવી શક્યા.
આ વખતે કોંગ્રેસ 100 પાર, ભારતનો નારો હવામાં ઉડી ગયો
2024ની લોકસભા ચૂંટણીમાં ટ્રેન્ડ સામે આવી રહ્યાં છે. આ ટ્રેન્ડ પ્રમાણે કોંગ્રેસ પાર્ટી 100 સીટ પાર કરી રહી છે. પીએમ મોદીએ રેલીઓમાં કોંગ્રેસ પર ખુબ પ્રહારો કર્યાં હતા. કોંગ્રેસ પર મુસ્લિમ તુષ્ટિકરણનો આરોપ લગાવવામાં આવ્યો. તેમ છતાં કોંગ્રેસ પર મતદાતાઓનો વિશ્વાસ વધ્યો છે.
કોંગ્રેસને રોકી શકી નહીં, ભાજપની સીટો ઘટી
એક્ઝિટ પોલ્સમાં કહેવામાં આવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રીજીવાર સરકાર બનાવી રહ્યાં છે. 13 એક્ઝિટ પોલ ઓફ પોલ્સમાં એનડીએને 365 અને ઈન્ડિયાને 165 સીટ આવવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું હતું. પોલ્સમાં આ વખતે કહેવામાં આવ્યું કે ભાજપ 2019ની 303 સીટો કરતા વધુ સીટો મેળવી શકે છે. હકીકતમાં ભાજપ એકલું બહુમત પણ પાર કરી શકતું નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે