Home> India
Advertisement
Prev
Next

VIDEO: પ.બંગાળમાં મતદાન દરમિયાન હિંસા, TMC વર્કરોએ સુરક્ષાદળો પર લાઠી વરસાવી

લોકસભા ચૂંટણી 2019માં સોમવારે એટલે કે આજે ચોથા તબક્કાનું મતદાન ચાલુ છે. પશ્ચિમ બંગાળમાં મતદાન દરમિયાન રાજ્યમાં સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના કાર્યકરોએ ઉપદ્રવ કરવાની કોશિશ કરી. આસનસોલમાં લોકસભા ક્ષેત્રના પોલિંગ બૂથ નંબર 199, 125 અને 129 પર ટીએમસીના કાર્યકરો અને સુરક્ષા દળો વચ્ચે ઝડપ થઈ. ટીએમસી કાર્યકરોનો આરોપ છે કે સુરક્ષા દળો પોતાની ડ્યૂટી યોગ્ય રીતે નિભાવતા નથી. આરોપ છે કે ભાજપના ઉમેદવાર બાબુલ સુપ્રિયો મતદાન કેન્દ્ર પર વોટિંગને પ્રભાવિત કરવાની કોશિશ કરી રહ્યાં હતાં. પરંતુ આમ છતાં સુરક્ષા દળોએ  તેમને રોક્યા નહીં. 

VIDEO: પ.બંગાળમાં મતદાન દરમિયાન હિંસા, TMC વર્કરોએ સુરક્ષાદળો પર લાઠી વરસાવી

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019માં સોમવારે એટલે કે આજે ચોથા તબક્કાનું મતદાન ચાલુ છે. પશ્ચિમ બંગાળમાં મતદાન દરમિયાન રાજ્યમાં સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના કાર્યકરોએ ઉપદ્રવ કરવાની કોશિશ કરી. આસનસોલમાં લોકસભા ક્ષેત્રના પોલિંગ બૂથ નંબર 199, 125 અને 129 પર ટીએમસીના કાર્યકરો અને સુરક્ષા દળો વચ્ચે ઝડપ થઈ. ટીએમસી કાર્યકરોનો આરોપ છે કે સુરક્ષા દળો પોતાની ડ્યૂટી યોગ્ય રીતે નિભાવતા નથી. આરોપ છે કે ભાજપના ઉમેદવાર બાબુલ સુપ્રિયો મતદાન કેન્દ્ર પર વોટિંગને પ્રભાવિત કરવાની કોશિશ કરી રહ્યાં હતાં. પરંતુ આમ છતાં સુરક્ષા દળોએ  તેમને રોક્યા નહીં. 

fallbacks

લોકસભા ચૂંટણી LIVE: 11 વાગ્યા સુધીમાં 23.35% મતદાન, હિંસા છતાં પ.બંગાળમાં બંપર વોટિંગ

ટીએમસીના કાર્યકરો એટલા નારાજ થઈ ગયાં કે તેમણે સુરક્ષાકર્મીઓ ઉપર જ લાઠીઓ વરસવાવવાની શરૂ કરી દીધી. સ્થિતિ એવી બની ગઈ કે ટીએમસીના વર્કરોએ ઝી ન્યૂઝની ગાડી અને ભાજપના ઉમેદવાર બાબુલ સુપ્રિયોની ગાડી ઉપર પણ હુમલો કરી દીધો. જો કે જવાબમાં સુરક્ષા દળોએ પણ બળ પ્રયોગ કરવો પડ્યો. ત્યારબાદ ટીએમસીના ઉપદ્રવી વર્કરો બૂથ પરથી હટ્યાં. ટીએમસી વર્કરોનો આરોપ છે કે ભાજપ અને સીપીઆઈના વર્કર બૂથ પર જબરદસ્તીથી મત આપવાની  કોશિશ કરી રહ્યાં હતાં. 

અત્રે જણાવવાનું કે પશ્ચિમ બંગાળમાં ચોથા તબક્કાના મતદાનમાં આઠ લોકસભા બેઠકો પર મતદાન ચાલુ છે. રાજ્યના ચાર જિલ્લાઓમાં ફેલાયેલી આઠ લોકસભા બેઠકો પર વોટિંગમાં તૃણમૂલ કોંગ્રેસ, ભાજપ, કોંગ્રેસ, અને ડાબેરીઓ વચ્ચે ચતુષ્કોણીય મુકાબલો છે. લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં નવ રાજ્યોની 71 બેઠકો માટે સવાર સાત વાગ્યાથી મતદાન ચાલુ છે. 

ભાજપ અને તેમના સહયોગી પક્ષો માટે આ તબક્કાનું મતદાન ખુબ મહત્વનું છે. કારણ કે 2014માં આ 72 બેઠકોમાંથી તેમને 56માં જીત મળી હતી. બાકીની 16 બેઠકોમાંથી બે કોંગ્રેસને, તૃણમૂલ કોંગ્રેસને 6, બીજેડીને 6 મળી હતી. લોકસભા ચૂંટણીના પ્રથમ ત્રણ તબક્કાના મતદાનમાં 302 સીટોનું ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયું છે. જ્યારે અંતિમ ત્રણ તબક્કાના મતદાનમાં 168 બેઠકો પર મતદાન થશે. 

જુઓ LIVE TV

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More