Home> India
Advertisement
Prev
Next

રાહુલ ગાંધી અમેઠી ઉપરાંત કેરળની વાયનાડ બેઠકથી લડી શકે છે લોકસભા ચૂંટણી

લોકસભા ચૂંટણી 2019 મહાજંગમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી બે ઘોડા પર સવારી કરે એવા સમાચાર સામે આવી રહ્યો છે. રાહુલ ગાંધીનો એક પગ ઉત્તરપ્રદેશમાં તો બીજો પગ કેરળમાં રહે તો નવાઇ નહીં, રાહુલ ગાંધી યૂપીની અમેઠી અને કેરળની વાયનાડ બેઠક પરથી ચૂંટણી જંગમાં ઉતરી શકે છે. 

રાહુલ ગાંધી અમેઠી ઉપરાંત કેરળની વાયનાડ બેઠકથી લડી શકે છે લોકસભા ચૂંટણી

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019 મહાજંગમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી બે ઘોડા પર સવારી કરે એવા સમાચાર સામે આવી રહ્યો છે. રાહુલ ગાંધીનો એક પગ ઉત્તરપ્રદેશમાં તો બીજો પગ કેરળમાં રહે તો નવાઇ નહીં, રાહુલ ગાંધી યૂપીની અમેઠી અને કેરળની વાયનાડ બેઠક પરથી ચૂંટણી જંગમાં ઉતરી શકે છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંદી યૂપીની અમેઠી બેઠક ઉપરાંત વધું એક બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. સૂત્રોના અહેવાલ મુજબ સમાચાર આવી રહ્યાં છે કે, કોંગ્રેસ પાર્ટી તેમના અધ્યક્ષને કેરળની વાયનાડ બેઠકથી ચૂંટણી લડવા ઉતારી શકે છે.

fallbacks

વધુમાં વાંચો: લોકસભા ચૂંટણી 2019: આરકે સિન્હાના સમર્થકોએ લગાવ્યા ‘રવિશંકર પ્રસાદ પરત જાઓ’ના નારા

જણાવી દઇએ કે, કેરળ પ્રદેશ કોંગ્રેસના વાયનાડ લોકસભા બેઠક માટે અખિલ ભારતીય કોંગ્રેસ કમિટિ અધ્યક્ષ રાહુલ ગાંધીનું નામ પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે. આ બેઠક રાજ્યમાં પાર્ટીનો ગઠ માનવામાં આવે છે. વરિષ્ઠ નેતાઓએ 23 માર્ચે જણાવ્યું કે રાહુલ ગાંધીએ આ અનુરોધ પર હાલમાં કોઇ પ્રતિક્રિયા આપી નથી.

એઆઇસીસી મહાસચિવ ઓમન ચાંડીએ પત્તનમતિટ્ટા જિલ્લામાં પત્રકારોને કહ્યું હતું કે, કેરળ પ્રદેશ કોંગ્રેસ કમિટિએ ગાંધીથી વાયનાડથી લડવાનો આગ્રહ કર્યો છે પરંતુ તેમણે પ્રસ્તાવર કોઇપણ પ્રકારની ટિપ્પણી આપી નથી. તેમણે કહ્યું કે પાર્ટી નેતા માગ કરી રહ્યાં છે કે, ગાંધીને કોઇ દક્ષિણ ભારતીય લોકસભા બેઠકથી ચૂંટણી લડવી જોઇએ અને અમે ગાંધીથી વાયનાડ બેઠકથી લડવાનો આગ્રહ કર્યો છે.

લોકસભા ચૂંટણીના અન્ય સમાચાર વાાંચવા માટે અહીં ક્લિકકરો...

ચાંડીએ કહ્યું કે, તેમણે અત્યાર સુધી આ અનુરોધ પર ટિપ્પણી કરી નતી. પરંતુ અમને આશા છે કે સકારાત્મક પ્રતિક્રિયા મળશે. પાર્ટી કેરળની 20 લોકસભા બેઠકમાંથી 16 પર ચૂંટણી લડી રહી છે અને તેમાં 14 ઉમેદવારોના નામની જાહેરાત થઇ ગઇ છે. પરંતુ વાયનાડ તેમજ વડાકરાના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી નથી.

વધુમાં વાંચો: લોકસભા ચૂંટણી 2019: ટિકિટ ના મળતા દુ:ખી છે મુરલી મનોહર જોશી, કાનપુરવાસીઓને લખ્યો ભાવુક પત્ર

ત્યારે રાજ્ય વિધાનસભામાં નેતા પ્રતિપક્ષ રમેશ ચેન્નીથલાએ કોટ્ટાયમમાં કહગ્યું કે તેમણે ગાંધીથી વાયનાડ બેઠકથી લડવાનો આગ્રહ કર્યો હતો. જ્યારે તેઓ હાલમાં પાર્ટીના ચૂંટણી અભિયાનની શરૂઆક કરવા કેરળ આવ્યા હતા.

દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More