Home> India
Advertisement
Prev
Next

લોકસભા ચૂંટણી 2019: બોલીવુડની ડ્રિમ ગર્લ આજે મથુરાથી નોંધાવશે ઉમેદવારી

લોકસભા ચૂંટણી 2019ની પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાનો આજે (સોમવાર) છેલ્લો દિવસ છે. 11 એપ્રિલે આ પ્રથમ તબક્કાની ચૂંટણીની મતદાન પ્રક્રિયા યોજાશે.

લોકસભા ચૂંટણી 2019: બોલીવુડની ડ્રિમ ગર્લ આજે મથુરાથી નોંધાવશે ઉમેદવારી

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019ની પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાનો આજે (સોમવાર) છેલ્લો દિવસ છે. 11 એપ્રિલે આ પ્રથમ તબક્કાની ચૂંટણીની મતદાન પ્રક્રિયા યોજાશે. આ તબક્કામાં પશ્ચિમ યૂપીની મથુરા, કૈરાના સહિત ઉત્તરાખંડની પાંચ બેઠકો પર મતદાન પ્રક્રિયા યોજાશે. મથુરામાં ભાજપ તરફથી બોલીવુડની જાણીતી એક્ટ્રેસ હેમા માલિની આજે ઉમેદવારી નોંધાવશે. આ સમય પર તેમની સાથે યૂપીના સીએમ યોગી આદિત્યનાથ પર હાજર રહેશે.

fallbacks

વધુમાં વાંચો: PM મોદીએ ચાલુ કર્યું 'VoteKar' કેમ્પેઇન, ખેલાડીઓ અને બોલિવુડ હસ્તીઓને કરી અપીલ

આજે યોગી આદિત્યનાથ મથુરા પહોંચશે. તે દરમિયાન મુખ્યમંત્રી યોગી એક જનસભાને સંબોધન કરશે. યોગી આદિત્યનાથ આજે સવારે 10:40 પર હેલીકોપ્ટરથી વૃંદાવન સ્થિત હેલીપેડ પર ઉતરશે. ત્યાં કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે અને ત્યારબાદ યોગી 11:00 વાગે બાંકે બિહારીના દર્શન કરવા રવાના થશે.

11:20 પર બાંકે બિહારી મંદિર પહોંચશે. 11:25 પર બાંકે બિહારી મંદિરથી પ્રસ્થાન કરશે. કાર દ્વારા 11:45 પર વૃંદાવન સ્થિત હેલીપેડ પહોંચશે. 11:50 પર હેલિકોપ્ટરથી મથુરા જવા માટે રવાના થશે. બપોર 12:05 પર પોલીસ લાઇન સ્થિત હેલીપેડ પર તેમનું હેલિકોપ્ટર ઉતરશે. બપોર 12:10 પર કાર દ્વારા સીએમ યોગી આદિત્યનાથ એક જનસભાને સંબોધન કરવા માટે બીએન પોદાર ઇન્ટર કોલેજમાં પહોંચશે. બપોર 12:20 પર સીએમ યોગી આદિત્યનાથ સભા સ્થળ પહોંચશે અને બપોર 12:25 પર જનસભાને સંબોધન કરશે. ત્યારબાદ બપોર 1:30 પર કાર્યકર્તાઓને મળશે.

વધુમાં વાંચો: AIIMSના ટ્રોમા સેન્ટરમાં આગ, ફાયરની 4 ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી

1:35 પર જનસભા સ્થળથી રવાના થશે અને બપોર 1:45 પર તેઓ પોલીસ લાઇન સ્થિત હેલીપેડ પર પહોંચશે. બપોર 1:50 પર સીએમ યોગીનું હેલિકોપ્ટર પોલીસ લાઇનથી ઉડાન ભરશે.

પશ્ચિમ યૂપીની વધુ એક બેઠક બિજનૌર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ભારતેંદ્ર સિંહ, કોંગ્રેસના ઉમેદવાર નસીમુદ્દીન સિદ્દીકી અને બસપાના ઉમેદવાર મલૂક નાગર તેમની ઉમેદવારી નોંધાવશે. આ ઉપરાંત નગીના લોકસભા બેઠકથી ભાજપના ઉમેદવાર ડોક્ટર યશવંત સિંહ પણ તેમની ઉમેદવારી નોંધાવી શકે છે.

વધુમાં વાંચો: BJP જો દિગ્વીજયની સામે શિવરાજને ઉતારશે તો 16 વર્ષ જુનુ યુદ્ધ રિપીટ થશે

આજે ભારતીય જનતા પાર્ટી (BJP)ની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (સીઇસી)ની બેઠક સાંજે યોજાશે. જેમાં લોકસભા ચૂંટણી માટે વિવિધ રાજ્યોમાં પાર્ટીના ઉમેદવારોના નામ પર વિચાર-વિમર્શ કરવામાં આવશે અને પાર્ટીના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી શકે છે.

વધુમાં વાંચો: એરસ્ટ્રાઇક બાદ પાકિસ્તાનનાં બદલે વિપક્ષ પરેશાન છે: રાજનાથ સિંહ

લોકસભા ચૂંટણી પર છેલ્લી રણનીતિ બનાવવા માટે આજે કોંગ્રેસની કાર્યસમિતિની બેઠક યોજાશે. આ બેઠક કોંગ્રેસની દિલ્હી ઓફિસમાં યોજાશે. જેમાં તમામ મોટા નેતા સામેલ થશે. આ પહેલા કોંગ્રેસ કાર્યસમિતિની બેઠક 12 માર્ચે ગુજરાતના અમદાવાદામાં યોજાઇ હતી. અમદાવાદમાં રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં યૂપીએની અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ અને કોંગ્રેસની રાષ્ટ્રિય મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પર સામેલ થયા હતા.

દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહી ંક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More