નવી દિલ્હી : લોકસભા ચૂંટણી (Lok Sabha Elections 2019) નજીકમાં છે. ચૂંટણીનું વાતાવરણ જામી રહ્યું છે. આ સમાચાર પણ ચૂંટણીને લગતા છે અને રોચક તથ્યથી ભરપુર છે. આ સમાચાર છે એક એવાય વ્યક્તિ અંગે, જે પોતે ઓલ ઇન્ડિયા ઇલેક્શન કિંગ કહે છે. જેનું કારણ પણ ખાસ છે, કારણ કે તેઓ આજ સુધી 170 ચૂંટણી લડી ચુક્યા છે, પરંતુ તેને આજ સુધી કોઇ પણ ચૂંટણીમાં સફળતા પ્રાપ્ત નથી થઇ. તેમના પરાજયે પણ એક રેકોર્ડનું કામ કર્યું છે. તેમનું નામ લિમ્બા બુક ઓફ રેકોર્ડ્સમાં ભારતનાં સૌથી અસફળ ઉમેદવાર તરીકે નોંધાઇ ચુક્યું છે.
કેટલાક લોકો વાંરવાર પ્રયાસ કરવા છતા પરાજય નથી માનતા અને આ વાત ડૉ. પદ્મરાજન પર બિલ્કુલ સટીક બેસે છે. તમિલનાડુનાં સલેમનાં રહેનારા ડૉ. પદ્મરાજને વર્ષ 1988માં પહેલીવાર ચૂંટણી લડવા માટે મેદાનમાં ડગ માંડ્યો, પરંતુ તેના કારણે તેમને જીત પ્રાપ્ત નહોતી થઇ. ત્યાર બાદ પણ તેમના આત્મવિશ્વાસમાં કોઇ જ ઘટાડો નહોતો થયો. ત્યાર બાદ તેઓ સતત ચૂંટણીના મેદાનમાં ઉતરતા રહ્યા અને હારતા રહ્યા. ડૉ. પદ્મરાજન અત્યાર સુધી 170 ચૂંટણી લડી ચુક્યા છે, જો કે 60 વર્ષનાં પદ્મરાજન એક પણ ચૂંટણી નથી જીતી શક્યા.
ડૉ.પદ્મરાજન એક હોમ્યોપેથિક ડોક્ટર છે, જે ત્યાર બાદ બિઝનેસમેન બની ગયા. તેઓ પોતે ઓલ ઇન્ડિયા ઇલેક્શન કિંગ તરીકે ઓળખાવે છે. તેઓ સ્થાનીક ચૂંટણી મુદ્દે લોકસભા ચૂંટણી સુધી પોતાનો હાથ અજમાવી ચુક્યા છે. એટલું જ નહી તેઓ રાષ્ટ્રપતિ પદ માટે યોજાનારી ચૂંટણી પણ લડી ચુક્યા છે, પરંતુ તેઓ અહીં પણ અસફળ રહ્યા હતા.
લોકસભા ચૂંટણી 2019 : ભાજપે ઉમેદવાર જાહેર કર્યા, કુલ 19 સીટો પર ઉમેદવાર થયા જાહેર
આટલા દિગ્ગજોની સામે લડી ચુક્યા છે ચૂંટણી
અટલ બિહારી વાજપેયી
મનમોહન સિંહ
પ્રણવ મુખર્જી,
એપીજે અબ્દુલ કલામ
જયલલિતા
કરૂણાનિધી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે