Home> India
Advertisement
Prev
Next

મોદીએ દત્તક લીધેલું આ ગામ અચાનક આવી ગયું ચર્ચામાં, ઠેર ઠેર લાગ્યાં પોસ્ટર્સ

'ચોકીદાર ચોર હૈ'નો નારો આપનારી કોંગ્રેસ માટે આ નારો જ ગળાનો ફંદો બની રહ્યો છે. જેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ દત્તક લેવાયેલા ગામ કકરહિયામાં લાગેલા પોસ્ટર ચર્ચાનું કારણ બની રહ્યા છે. ગ્રામીણોએ ગામડામાં ઠેર ઠેર આ ચોકીદારોનું ગામ છે, અહીં ચોરોના આવવા પર મનાઈ છે. જેવા પોસ્ટર લાગેલા છે. 

મોદીએ દત્તક લીધેલું આ ગામ અચાનક આવી ગયું ચર્ચામાં, ઠેર ઠેર લાગ્યાં પોસ્ટર્સ

વારાણસી: 'ચોકીદાર ચોર હૈ'નો નારો આપનારી કોંગ્રેસ માટે આ નારો જ ગળાનો ફંદો બની રહ્યો છે. જેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ દત્તક લેવાયેલા યુપીના ગામ કકરહિયામાં લાગેલા પોસ્ટર ચર્ચાનું કારણ બની રહ્યા છે. ગ્રામીણોએ ગામડામાં ઠેર ઠેર આ ચોકીદારોનું ગામ છે, અહીં ચોરોના આવવા પર મનાઈ છે. જેવા પોસ્ટર લાગેલા છે. 

fallbacks

મહારાષ્ટ્રની 300 વર્ષ જૂની પરંપરા મુજબ ભવિષ્યવાણી થઈ, 'આ' દિગ્ગજ નેતા બનશે વડાપ્રધાન

ગામડામાં રહેતા ભાજપ સાથે જોડાયેલા કાર્યકરોએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 23 ઓક્ટોબર 2017ના રોજ આ ગામ કકરહિયા દત્તક લીધુ હતું. ત્યારબાદ ગામડાને દત્તક લેવાતા જ તેનો કાયાકલ્પ થઈ ગયો. આ ગામ દેશ વિદેશમાં ચર્ચામાં આવી ગયું. અહીં ઘણો વિકાસ થયો છે. 

એક ગ્રામીણે જણાવ્યું કે, "વડાપ્રધાનને ચોર કહીને સંબોધિત કરનારાઓએ સમગ્ર દેશની ગરિમાને ઠેસ પહોંચાડી છે. આવા લોકોના અમારા ગામમાં પગલાં ન પડે તે માટે આવા પોસ્ટર લગાવવામાં આવ્યાં છે." 

જુઓ LIVE TV

આ અગાઉ જે પણ સાંસદ કે ધારાસભ્ય જીતીને આવતા હતાં તેઓ અમારા ગામના વિકાસને અવગણતા હતાં. પરંતુ મોદીએ તો ગામનો કાયાકલ્પ જ કરી નાખ્યો. 

દેશના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More