Home> India
Advertisement
Prev
Next

યૂપીના મર્જની દવા સોધવા સાઉથ મિશન પર PM મોદી, આપશે AIIMSની ભેટ

2014માં સરકાર બનાવવામાં સૌથી વધારે મદદરૂપ સાબિત થયેલા ઉત્તર પ્રદેશમાં આ વખતે મુશ્કેલીઓ ઉભી થતી જોઇ ભાજપ બીજા રાજ્યો દ્વારા બહુમતના આંકડા ભેગા કરવાના પ્રયત્નમાં લાગી છે.

યૂપીના મર્જની દવા સોધવા સાઉથ મિશન પર PM મોદી, આપશે AIIMSની ભેટ

બેંગલુરુ: લોકસભા ચૂંટણી (Lok Sabha Elections 2019) ને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આત્યારતી તૈયારીઓ કરવામાં લાગી ગયા છે. 2014માં સરકાર બનાવવામાં સૌથી વધારે મદદરૂપ સાબિત થયેલા ઉત્તર પ્રદેશમાં આ વખતે મુશ્કેલીઓ ઉભી થતી જોઇ ભાજપ બીજા રાજ્યો દ્વારા બહુમતના આંકડા ભેગા કરવાના પ્રયત્નમાં લાગી છે. આ શ્રેણીમાં ભાજપ (BJP)એ ઉત્તર-પૂર્વમાં તેમનિ સ્થિતિ મજબૂત કર્યા બાદ દક્ષિણ ભારતીય રાજ્યોમાં પડાવ નાખવાની તૈયારીમાં છે. દક્ષિણના રાજ્યોમાં ભાજપને લોકસભાની કેટલીક બેઠકો અપાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે આજ (27 જાન્યુઆરી)થી મિશન પર નિકળશે.

fallbacks

વધુમાં વાંચો: ‘મન કી બાત’: 29 જાન્યુઆરીએ વિદ્યાર્થીઓ સાથે ‘પરીક્ષા પે ચર્ચા’ કરશે PM મોદી, મત આપવા કરી અપીલ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તમિલનાડુ અને કેરળના પ્રવાસ પર છે. આ બંને રાજ્યોમાં પીએમ મોદી ઘણી વિકાસ યોજનાઓની ભેટ આપશે. તમિલનાડુમાં પ્રધાનમંત્રી અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા (AIIMS) હોસ્પિટલની પાયો મુકશે, જ્યારે કેરણમાં તેઓ રિફાઇનરી પ્રોજેક્ટ દેશને સમર્પિત કરશે.

તમિલનાડુમાં PMનો કાર્યક્રમ
પીએમ મોદી 11:30 વાગે તમિલનાડૂમાં મુદેરમાં AIIMSનું શિલાન્યાસ કરશે. ત્યાર પછી રાજાજી મેડિકલ કોલેજના સુપર સ્પેશિએલિટી બ્લોકનું ઉદ્ધાટન કરશે. તંજાવુર, તિરુનિલેવલીમાં અપગ્રેડ કરવામાં આવેલી મેડિકલ કોલેજનું ઉદ્ધાટન કરશે. 12 વાગે પીએમની મુદેરૈના મંડલા નગર ગ્રાઉન્ડ પર રેલીનું સંબોધન કરશે.

વધુમાં વાંચો: 183 વર્ષ પછી કર્યું આ મહિલા ટુકડીનું નેતૃત્વ, બસ કંડેક્ટરની પુત્રીએ રચ્યો ઇતિહાસ

કેરળમાં પીએમ મોદીનો કર્યક્રમ
પીએમ મોદી 2:30 વાગે કોચ્ચિ રિફાઇનરીના કેટલાક પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ કરશે. IOCના ઇન્ટીગ્રેટેડ રિફાઇનરી એક્સપેન્સ કોમ્પલેક્સનું ઉદ્ધાટન કરશે. સાંજે 4 વાગે ત્રિશૂરના તેક્કેનકાડૂ મેદાનમાં પીએમ મોદી રેલી કરશે.

વધુમાં વાંચો: મુંબઇ: પાર્કિંગમાં ઉભી હતી કાર, રાત્રે અચાનક લાગેલી આગની ઝપટમાં આવી 100 કાર

રેલી દ્વારા કાર્યકર્તાઓમાં જુસ્સો વધારશે પીએમ મોદી
પીએમ મોદી આ પ્રવાસ પર તમિલનાડુ અને કેરળમાં જનસભાનું સંબોધન કરશે. તેમાં દક્ષિણના રાજ્યોથી ભાજપના બધા કાર્યકર્તાઓને બોલાવવામાં આવ્યા છે. પીએમ ભાષમ દ્વારા કાર્યકર્તાઓમાં જુસ્સો વધારવાનું કામ કરશે. પીએમના કાર્યક્રમને સફળ બનાવવા માટે ભાજપના તમિલનાડુ અને કેરળના એકમો લાંબા સમયથી કામ કરી રહ્યાં હતા. દરેક કાર્યકર્તાઓ પણ ટોળું ભેગું કરવાની જવાબદારી સૌંપી છે.

દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More