નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના પહેલા તબક્કામાં 20 રાજ્યોની 91 બેઠકો પર મતદાન સવારે સાત વાગ્યાથી શરૂ થઈ ગયું છે. નોઈડા, મેરઠ, નાગપુરમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો સવારથી જ પોલિંગ બૂથો પર પોતાના મતાધિકારના ઉપયોગ માટે લાઈનમાં ઊભેલા જોવા મળી રહ્યાં છે.
લોકસભા ચૂંટણી LIVE: છત્તીસગઢના નારાયણપુરમાં મતદાન દરમિયાન નક્સલીઓએ કર્યો વિસ્ફોટ
મતદાન શરૂ થતા અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની જનતાને પોતાના હકનો ઉપયોગ કરવા માટે અપીલ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર લખ્યું કે લોકસભા ચૂંટણી માટે આજે પહેલા તબક્કાનું મતદાન છે. તમામ મતદારોને મારી વિનંતી છે કે લોકતંત્રના આ મહોત્સવમાં જરૂર ભાગ લે. વધુમાં વધુ લોકો મતદાન કરે. પહેલા મતદાન અને પછી જલપાન.
लोकसभा चुनावों के लिए आज पहले चरण का मतदान है।
सभी मतदाताओं से मेरी विनती है कि लोकतंत्र के इस महोत्सव में जरूर हिस्सा लें।
अधिक-से-अधिक संख्या में मतदान करें। पहले मतदान, फिर जलपान!
— Chowkidar Narendra Modi (@narendramodi) April 11, 2019
મતદાન કાયમ યાદ રહેનારી પ્રક્રિયા
આ અગાઉ એક કાર્યક્રમમાં યુવાઓને કરેલા સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું હતું કે પહેલીવાર કરાયેલું કોઈ મહત્વપૂર્ણ કામ વ્યક્તિને સદા યાદ રહે છે. આ જ રીતે પહેલીવાર કરાયેલું મતદાન પણ યાદ રહેશે.
20 રાજ્યોની 91 લોકસભા બેઠકો માટે મતદાન
પહેલા તબક્કામાં આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, ઉત્તરાખંડ, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ, અને તેલંગાણાની તમામ લોકસભા બેઠકો માટે મતદાન થશે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશની આઠ લોકસભા બેઠકો (સહારનપુર, કૈરાના, મુઝફ્ફરનગર, બિજનૌર, મેરઠ, બાગપત, ગાઝિયાબાદ, અને નોઈડા) તથા બિહારની ચાર બેઠકો ( ઔરંગાબાદ, ગયા, નવાદા અને જમુઈ) તથા અસમની પાંચ અને મહારાષ્ટ્રની સાત, ઓડિશાની ચાર, પશ્ચિમ બંગાળની બે બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે.
જુઓ LIVE TV
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે