Home> India
Advertisement
Prev
Next

તો આ કારણથી PM મોદી સામે ચૂંટણી લડવાનું ટાળ્યું! પ્રિયંકા ગાંધીન સ્પષ્ટતા

કોંગ્રેસ મહાસચિવ અને પૂર્વ ઉત્તરપ્રદેશ પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રાએ વડાપ્રધાન સામે ચૂંટણી લડવાનું ટાળ્યું ત્યાર બાદ અનેક અટકળો વહેતી થઇ હતી

તો આ કારણથી PM મોદી સામે ચૂંટણી લડવાનું ટાળ્યું! પ્રિયંકા ગાંધીન સ્પષ્ટતા

નવી દિલ્હી : કોંગ્રેસ મહાસચિવ અને પૂર્વી ઉત્તરપ્રદેશના પ્રભારી પ્રિયંકા વાડ્રાએ રવિવારે પોતે જણાવ્યું કે, આખરે તેમણે વારાણસીથી વડાપ્રધાન મોદીની વિરુદ્ધ ચૂંટણી કેમ નથી લડ્યાં. રવિવારે અમેઠીમાં મીડિયા સાથે વાત કરતા  તેમણે કહ્યું કે, અમે ચૂંટણી લડવા મુદ્દે બધાની સલાહ લીધી અને બધાની સલાહ લીધા બાદ વડાપ્રધાન મોદી વિરુદ્ધ ચૂંટણી નહી લડવાનો નિર્ણય લીધો. તેમણે આ દરમિયાન વડાપ્રધાન મોદી પર નિશાન પણ સાધ્યું. તેમણે કહ્યું કે વડાપ્રધાનનો આ કેવા પ્રકારનો રાષ્ટ્રવાદ છે, જ્યાં ગરીબો, ખેડૂતો અને નવયુવાનોની કોઇ સુનવણી નથી થતી. 

fallbacks

અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી હતી કે પ્રિયંકા ગાંધી વાડ્રા વારાણસીથી વડાપ્રધાન મોદીની વિરુદ્ધ ચૂંટણી લડી શકે છે. તેના સંકેત તેમણે પોતે પણ આપ્યો હતો. જો કે ત્યાર બાદ કોંગ્રેસની તરફથી વારાણસી લોકસભા સીટ પર અજય રાયને મેદાનમાં ઉતારવામાં આવ્યા. પ્રિયંકા પોતે પણ અનેક પ્રસંગે બોલી ચુક્યા હતા કે જો પાર્ટી કહેશે તો તેઓ અહીંથી ચૂંટણી લડશે. પરંતુ તેમનાં નામની જાહેરાત નથી થઇ. 

આ બધા વચ્ચે ગાંધી પરિવારનાં નજીકનાં અને કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા સેમ પિત્રોડાએ આ વાતનો ખુલાસો કર્યો હતો કે વારાણસીથી ચૂંટણી નહી લડવાનો નિર્ણય પ્રિયંકા ગાંધીએ પોતે કર્યો હતો. મીડિયા સાથે વાત કરતા પિત્રોડાએ કહ્યું કે, વારાણસીથી ચૂંટણી નહી લડવાનો નિર્ણય પ્રિયંકા ગાંધીનો હતો. તેમની પાસે બીજી જવાબદારી છે. કોઇ એક સીટ પર ધ્યાન કેન્દ્રીત કરવાથી સારુ જે જવાબદારી તેમને આપવામાં આવી છે તેના પર ફોકસ કરવાનું તેમણે વિચાર્યું. એટલા માટે આ નિર્ણય તેમનો હતો અને તેમણે આ નિર્ણય લીધો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More