Home> India
Advertisement
Prev
Next

પ્રિયંકા ગાંધીએ PM મોદીને ફેંક્યો પડકાર, 'નોટબંધી અને GST પર ચૂંટણી લડી બતાવો'

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ બુધવારે દિલ્હીમાં એક જનસભા દરમિયાન પીએમ મોદીને મોટો પડકાર ફેંક્યો. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, 'દિલ્હીની એક છોકરી તમને ખુલ્લો પડકાર ફેંકે છે.

પ્રિયંકા ગાંધીએ PM મોદીને ફેંક્યો પડકાર, 'નોટબંધી અને GST પર ચૂંટણી લડી બતાવો'

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના પ્રચારમાં રાજકીય પક્ષોના વાર પલટવારનો સિલસિલો ચાલુ જ છે. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ બુધવારે દિલ્હીમાં એક જનસભા દરમિયાન પીએમ મોદીને મોટો પડકાર ફેંક્યો. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, 'દિલ્હીની એક છોકરી તમને ખુલ્લો પડકાર ફેંકે છે. ચૂંટણીના છેલ્લા બે તબક્કા નોટબંધી, જીએસટી અને મહિલાઓની સુરક્ષાના મુદ્દે લડો.'

fallbacks

fallbacks

મમતા બેનર્જીએ પાછું PM મોદી પર સાધ્યું નિશાન, આ વખતે તો કરી નાખી બહુ મોટી વાત

પ્રિયંકાએ વધુમાં કહ્યું કે, 'ચૂંટણી એ વાયદા પર લડો, જે તમે દેશના યુવાઓને કર્યા હતાં.' કોંગ્રેસના સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધીએ જનસભામાં પીએમ મોદી પર સતત પ્રહારો કર્યાં. તેમણે પીએમ મોદી પર કટાક્ષ કરતા કહ્યું કે તેમની હાલત એક એવા બાળક જેવી થઈ ગઈ છે જેણે પોતાનું હોમવર્ક કર્યું નથી અને શાળાએ આવી ગયો. તેમણે કહ્યું કે બાળકને જ્યારે ટીચરે હોમવર્ક માટે પૂછ્યું તો તે કહેવા લાગ્યો કે શું કરું નહેરુજીએ મારી કોપી લઈને છૂપાવી દીધી. ઈન્દિરાજીએ મારા હોમવર્કની કાગળની નાવડી બનાવી દીધી અને પાણીમાં ડૂબાડી દીધી તો હું શું કરું. 

fallbacks

પીએમ મોદીએ પણ કોંગ્રેસને ફેંક્યો હતો પડકાર
નોંધનીય છે કે હાલમાં જ પીએમ નરેન્દ્ર મોદીએ એક રેલી દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને પડકાર ફેંક્યો હતો કે તેઓ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના નામ પર ચૂંટણી લડી બતાવે. પીએમ મોદીએ કહ્યું હતું કે ચૂંટણીના 5 તબક્કા પૂરા થઈ ગયા છે અને બે તબક્કા બાકી છે. જો હિંમત હોય તો પૂર્વ વડાપ્રધાન કે જેમના પર બોફોર્સના આરોપ છે તે મુદ્દા પર આવો મેદાનમાં, જો તમારામાં હિંમત હોય તો તેમના માન સન્માનના મુદ્દે દિલ્હીમાં ચૂંટણી લડીએ. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More