Home> India
Advertisement
Prev
Next

દેશના આગામી વડાપ્રધાન બનવા મુદ્દે રાહુલ ગાંધીએ આપ્યું મોટું નિવેદન 

લોકસભા ચૂંટણી 2019ને લઈને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોટું નિવેદન આપ્યું છે. દેશના આગામી વડાપ્રધાન બનવાની વાત પર  રાહુલ ગાંધીએ સ્પષ્ટપણે કહ્યું કે મારા માટે એ કહેવું અભિમાનભર્યું હશે કે દેશના આગામી વડાપ્રધાન હું બનીશ. તેના પર નિર્ણય ચૂંટણી બાદ થશે. કોંગ્રેસ કેટલી બેઠકો જીતે છે તેના ઉપર તે નિર્ભર રહેશે. 

દેશના આગામી વડાપ્રધાન બનવા મુદ્દે રાહુલ ગાંધીએ આપ્યું મોટું નિવેદન 

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019ને લઈને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોટું નિવેદન આપ્યું છે. દેશના આગામી વડાપ્રધાન બનવાની વાત પર  રાહુલ ગાંધીએ સ્પષ્ટપણે કહ્યું કે "મારા માટે એ કહેવું અભિમાનભર્યું હશે કે દેશના આગામી વડાપ્રધાન હું બનીશ. તેના પર નિર્ણય ચૂંટણી બાદ થશે. કોંગ્રેસ કેટલી બેઠકો જીતે છે તેના ઉપર તે નિર્ભર રહેશે." રાહુલ ગાંધીએ કોંગ્રેસ પર લાગી રહેલા વંશવાદના આરોપો અને પ્રિયંકા ગાંધી વાડ્રાને પાર્ટીના મહાસચિવ બનાવવા અંગે પણ વાત કરી. 

fallbacks

શશિ થરૂરે પ્રિયંકા ગાંધી વિશે આપ્યું એવું નિવેદન, રાહુલને પસંદ કરતા લોકોના ધબકારા વધશે

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં પ્રિયંકા ગાંધીને અપાયેલી નવી ચૂંટણી જવાબદારી પર કહ્યું કે હું મારા દમથી કામ કરું છું. હિન્દુસ્તાનના લોકોની સેવા માટે કામ કરું છું. પ્રિયંકા ગાંધીને તેમની યોગ્યતા, ક્ષમતા અને અનુભવના આધારે કોંગ્રેસના મહાસચિવ બનાવવામાં આવ્યાં છે. તેઓ સારા વક્તા છે, બધાની વાત સાંભળે છે. કાર્યકર્તાઓ સાથે સીધા કનેક્ટ થાય છે. 

2019ની ચૂંટણીમાં રાહુલની કોંગ્રેસ 'જૂના પત્તા'થી ખેલી રહી છે 'નવી ગેમ', સફળતા મળશે?

અત્રે જણાવવાનું કે કોંગ્રેસે પ્રિયંકા ગાંધી વાડ્રાને લોકસભા ચૂંટણી 2019માં માટે પૂર્વ ઉત્તર પ્રદેશના પ્રભારી બનાવ્યાં છે. આ સાથે  પ્રિયંકાને કોંગ્રેસ મહાસચિવનું પદ પણ અપાયું છે. મહાસચિવ બન્યા બાદ પ્રિયંકા ગાંધીએ પ્રયાગરાજથી લઈને વારાણસી સુધી ગંગા યાત્રા બોટ દ્વારા કરી હતી. આ દરમિયાન તેઓ લોકોને મળ્યાં હતાં. 

લેટેસ્ટ સમાચાર માટે જુઓ LIVE TV

 

દેશના વધુ સમાચારો વાંચવા માટે  કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More