Home> India
Advertisement
Prev
Next

ભાજપ અને કોંગ્રેસનાં ઢંઢેરામાં 4 મુખ્ય તફાવત, અડધી મિનિટમાં સમજો બંન્નેનું વિઝન

કોંગ્રેસે ગરીબોને પેંશન અને ખેડૂતો માટે અલગથી બજેટ જેવી જાહેરાત કરી છે તો ભાજપે ખેડૂતોની આવક વધે તથા ગરીબી ઘટે તેવા ઉપાયો કરવાની વાત કરી છે

ભાજપ અને કોંગ્રેસનાં ઢંઢેરામાં 4 મુખ્ય તફાવત, અડધી મિનિટમાં સમજો બંન્નેનું વિઝન

નવી દિલ્હી : લોકસભા ચૂંટણી 2019 (Lok sabha elections 2019) મુદ્દે દેશની બંન્ને મોટી પાર્ટીઓએ પોતાનાં ચૂંટણી ઢંઢેરાની જાહેરાત કરી દીધી છે. બંન્ને પાર્ટીઓએ પોતાનાં સરકારમાં આવવાની સ્થિતીમાં શું કરશે તે સ્પષ્ટતા કરી દીધી છે. વચનો આપીને પોતાના અનુસાર જનતાને લલચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. એવા સમયે જનતા ભાજપ અને કોંગ્રેસનાં ચૂંટણી ઢંઢેરામાં શું મહત્વનાં અંતરો છે તે શોધી રહી છે. વાચકોની સુવિધાને ધ્યાને રાખીને અમે બંન્ને પાર્ટીઓનાં ચૂંટણી ઢંઢેરાનાં 4 મહત્વનાં પોઇન્ટની તુલના કરી છે. સાથે જ તમે નીચે બંન્ને પાર્ટીઓનો ચૂંટણી ઢંઢેરો એક નજરમાં વાંચી શકો છો. 

fallbacks

fallbacks

ભાજપના ચૂંટણી ઢંઢેરાની મહત્વની વાતો
ભાજપના ચૂંટણી ઢંઢેરાને રજુ કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દેશને તમામ ક્ષેત્રોમાં મજબુત બનાવવાનો રાષ્ટ્રવાદ અમારી પ્રેરણા, અંત્યોદય દર્શન અને સુશાસન મંત્રની જેમ છે. મોદીએ ભારપુર્વક જણાવ્યું કે, 2047માં આઝાદીનાં 100 વર્ષ પુર્ણ થવા પ્રસંગે દેશનાં યુવાનો શક્તિ નવા ભારતનો આધાર બનશે. તેમણે કહ્યું કે, ગામ, ગરીબ અને ખેડૂત તેમની સરકારનાં કાર્યોના કેન્દ્રમાં છે. 

લોકસભા ચૂંટણી 2019 માટે ભાજપનું સંકલ્પ પત્ર બહાર પાડ્યા બાદ વડાપ્રધાને કહ્યું કે, અમારો સંકલ્પ પત્ર સુશાસન પત્ર પણ છે. રાષ્ટ્રનો સુરક્ષા પત્ર પણ છે. રાષ્ટ્રની સમૃદ્ધિનો પત્ર પણ છે. તેમણે તે વાત પર ભાર મુક્યો કે 2022માં જ્યારે આઝાદીનાં 75 વર્ષ પુર્ણ થશે ત્યારે આઝાદીનું યુદ્ધ લડનારા મહાપુરૂષોનાં સપનાઓને પુર્ણ કરવા માટે અમે 75 લક્ષ્યાંકો નક્કી કર્યા છે. 

BJP Election 2019 Hindi (1) by on Scribd

કોંગ્રેસનાં ચૂંટણી ઢંઢેરામાં 22 લાખ સરકારી નોકરીઓ અને 72 હજાર રૂપિયાનું વચન
લોકસભા ચૂંટણી 2019 માટે કોંગ્રેસે પોતાનાં ચૂંટણી ઢંઢેરાને 'હમ નિભાયેગે (અમે પાળીશું)' નામ આપ્યું છે. આ સાથે જ તેમણે કોંગ્રેસની લઘુત્તમ આવક યોજના, ખેડૂતો માટે આગામી બજેટ, 22 હજાર સરકારી નોકરીઓ, સ્વાસ્થય સાથે જોડાયેલી 53 જાહેરાતો કરી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પોતાની પાર્ટી અનેક વરિષ્ઠ નેતાઓની હાજરીમાં તેને બહાર પાડ્યું હતું. કોંગ્રેસ જાહેરાત પત્ર કમિટીનાં સભ્યો પી.ચિદમ્બરમ, એકે એન્ટોની, મનમોહન સિંહ અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીનો પણ સમાવેશ થાય છે.

Congress Manifesto by on Scribd

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More