Home> India
Advertisement
Prev
Next

EXCLUSIVE : લોકસભા ચૂંટણીનો મુદ્દો માત્ર નરેન્દ્ર મોદી હશે: જયરામ રમેશ

કર્ણાટક ચૂંટણી બાદ રાહુલે એટલા ઝડપી નિર્ણયો લીધા કે જુના નેતાઓને આશ્ચર્ય થયું કે શું આ કોંગ્રેસ પાર્ટી જ છે કે બીજી કોઇ પાર્ટી 

EXCLUSIVE : લોકસભા ચૂંટણીનો મુદ્દો માત્ર નરેન્દ્ર મોદી હશે: જયરામ રમેશ

નવી દિલ્હી : કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા અને પુર્વ કેન્દ્રીય મંત્રી જયરામ રમેશે રાહુલ ગાંધીના અધ્યક્ષ બન્યા બાદ કોંગ્રેસમાં આવેલા પરિવર્તનો અને 2019ની લોકસભા ચૂંટણી માટે પાર્ટીની રણનીતિ અંગે Zee News Digitalનાં ઓપીનિયન એડિટર પીયૂષ બબેલે સાથે લાંબી વાતચીત કરી હતી. રમેશે કહ્યું કે, નરેન્દ્ર મોદીને સત્તાથી હટાવવા માટે જે પણ ત્યાગ કરવો પડશે, તેનાં માટે કોંગ્રેસ તૈયાર છે. 
સંભવીત ગઠબંધન સહયોગીઓથી માંડીને કોંગ્રેસની ભુલ અને ભવિષ્યની રણનીતિ પર તેમણે સ્પષ્ટ રીતે પોતાની વાત મુકી હતી. અહી તેમની સાથે થયેલી કેટલીક વાતચીતનાં અંશો...
સવાલ : રાહુલ ગાંધીને કોંગ્રેસ અધ્યક્ષ બન્યે પાંચ મહિના થઇ ચુક્યા છે આ દરમિયાન કોંગ્રેસમાં કેટલા ખાસ પરિવર્તન આવ્યા ?
જવાબ : રાહુલ ગાંધીએ અધ્યક્ષ બન્યા બાદ કોંગ્રેસ અધિવેશનમાં કહ્યું હતું કે પાર્ટીમાં વૃદ્ધ અને નવયુવાન બન્નેને સ્થાન મળશે, પરંતુ જો તેમના અધ્યક્ષ બન્યા બાદની નિયુક્તિઓ જોઇએ તો સચિવ અને બીજા પ્રમુખ પદો પર યુવાનો મોટા પ્રમાણમાં સ્થાન આપવામાં આવી રહ્યું છે. આ કોંગ્રેસમાં આવેલ મોટુ પરિવર્તન છે જેની માંગ લાંબા સમયથી ઉઠાવાઇ રહી છે. 
બીજુ પરિવર્તન તમે કર્ણાટક વિધાનસભા ચૂંટણીનાં પરિણામો બાદ જોયું. આ વખતે મણિપુર, ગોવા કે અરૂણાચલ પ્રદેશની જેમ પાર્ટીએ સમય નથી લગાવ્યો અને વિપક્ષ સમજી શકે તે પહેલા જ કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા કેટલાક નિર્ણયો લઇ લેવામાં આવ્યા હતા. જો નિર્ણયો લેવામાં સમય લાગ્યો હોત તો કોંગ્રેસ માત્ર ત્રણ રાજ્યોમાં સમેટાઇ ગઇ હોત. કોંગ્રેસે ન માત્ર ઝડપથી નિર્ણય લીધો પરંતુ મોટા મનથી કામ લીધું. નાની પાર્ટી હોવા છતા જેડીએસનાં ઉમેદવારને મુખ્યમંત્રી બનાવ્યા અને તે પણ બિનશરતી. નાણામંત્રીનુ પદ પણ સોંપ્યું.આ બધુ એટલુ ઝડપથી થયું કે જુના કોંગ્રેસી મિત્રોને વિશ્વાસ પણ ન થયો કે આ કોંગ્રેસ જ છે...
સવાલ: તોશું સોનિયા ગાંધીના સમયે નિર્ણયો મોડા લેવાયા હતા, રાહુલે આવીને આ પદ્ધતી બદલી ?
જવાબ : આ પ્રકારની તુલના યોગ્ય નથી. જો તમે જુઓ તો સોનિયાજીની ઉંમર અને રાહુલજીની ઉંમરમાં 25 વર્ષનો ફરક છે. આ એક પેઢીગત્ત પરિવર્તન છે. જેને આપણે જનરેશન ગેપ અથવા ચેન્જ પણ કહેતા હોઇએ છીએ. ઝડપથી થતા નિર્ણયોમાં પેઢીનું આ જ પરિવર્તન દેખાઇ રહ્યું છે. કોંગ્રેસ માટે આ ખુબ જ સારૂ છે. 
સવાલ : તમે ગઠબંધનની વાત કરી રહ્યા છો, તમે ક્યાં ક્યાં ગઠબંધનની સંભાવનાઓ જોઇ રહ્યા છો ? 
જવાબ : યુપીથી ચાલુ કરે તો પપહેલા ગોરખપુર-ફુલપુર અને હવે કૈરાના ત્રણેય સ્થળ પર ગઠબંધનની અસર જોવા મળી રહી છે. યુપીમાં સપા, બસપા, રાલોદ અને કોંગ્રેસ કુળ મળીને ચૂંટણી લડશે. બિહારમાં રાષ્ટ્રીય જનતા દળ સાથે ગઠબંધન પહેલાથી જ છે, તેમાં અન્ય એક -બે દળ જોડાઇ શકે છે. ઝારખંડમાં અમે જેએમએમ અને જેવીએમ બંન્ને સાથે લાવીશું. મહારાષ્ટ્રમાં એનસીપી સાથે લડીશું. કેરળમાં પહેલાથી જ ગઠબંધન છે. તેલંગાણામાં પણ ગઠબંધન થશે. પશ્ચિમ બંગાળમાં પણ ગઠબંધન થશે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં બસપા સાથે તાલમેલની આશા છે. આ ચૂંટણી પુર્વનાં ગઠબંધન છે. ચૂંટણી બાદ પણ ગઠબંધન થશે. 
સવાલ : શું મહારાષ્ટ્રમાં શિવસેના અને બિહારમાં જેડીયૂની સાથે ગઠબંધનની સંભાવના છે ? 
જવાબ : ચૂંટણી પુર્વ ગઠબંધનની શક્યતાઓ નથી. શિવસેના સાથે જવાનો સવાલ જ નથી ઉઠતો. જ્યાં સુધી જેડીયુનો સવાલ છે તો તમે તેવા વ્યક્તિ સાથે કઇ રીતે જઇ શકો, જે બે કલાકમાં પોતાનું મત બદલી નાખે છે. નીતીશ મારા ખુબ જ સારા મિત્ર છે અને તેમની સાથે મારી વાતચીત થતી રહે છે, પરંતુ તેમનો ભરોસો કરી શકાય નહી. જો જેડીયુને ભાજપ સાથે જવુ હતુ તો તેમણએ ચૂંટણીમાં જઇને જનતાને તે કહેવું હતું. પરંતુ તેમણે તેમ નથી કર્યું. 
સવાલ: જો આટલા મોટા પ્રમાણમાં ગઠબંધિત કરવામાં આવી, તો 2019 લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ માટે લડવું ખુબ જ મુશ્કેલ 250 સીટો વધશે. શું પાર્ટી એટલી ઓછી સીટો પર લડીને નાની નઇ થઇ જાય ?
જવાબ : તમામ વસ્તુઓ પરિસ્થિતી પર નિર્ભર હોય છે. હાલ કોંગ્રેસનું લક્ષ્યાંક છે પાર્ટીનું ગઠબંધન બનાવીને ચૂંટણી લડવી અને કોઇ પણ પરિસ્થિતીમાં નરેન્દ્ર મોદીને સત્તામાંથી બેદખલ કરવા. જે સીટો પર કોંગ્રેસ નબળી છે, તે સહયોગીઓની મદદ કરશે. ગઠબંધનમાં અમે માત્ર લેવા માટે જ નથી પરંતુ અન્ય દળોને ખ્યાલ હોવો જોઇએ કે કોંગ્રેસ દેવા માટે પણ તૈયાર છે. સ્પષ્ટ છે કે અમે 500 સીટો પર ચૂંટણી નહી લડી રહ્યા હોઇએ પરંતુ કેટલી સીટો પર લડીશું તે કહેવું હાલ યોગ્ય નહી રહે. પરંતુ એટલું ચોક્કસ છે કે કોંગ્રેસ 2019માં મોદીને સત્તા બહાર જરૂર ફેંકી દેશે. 
સવાલ : તો તેનો અર્થ એ છે કે કોંગ્રેસ ત્રીજા મોર્ચાનાં નેતૃત્વનો સ્વીકાર કરવા માટે તૈયાર રહેશે ? 
જવાબ : આ બધી ફાલતુ વાતો છે. ત્રીજો મોર્ચો, ચોથો મર્ચો, પાંચમો મોર્ચો જેવી કોઇ વસ્તું નથી હોતી. એક તરફ મોદી છે બીજી તરફ તમામ વિપક્ષ, વિપક્ષને મોદીને હરાવવાના છે. 
સવાલ : ગઠબંધન તો ઠીક છે, પરંતુ તે જણાવો કે 2014માં કોંગ્રેસની છબિ ભ્રષ્ટ અને મુસ્લિમ પરસ્ત પાર્ટીની બની ચુકી છે, તો તેને કઇ રીતે બદલશો ? 
જવાબ : 2019ની ચૂંટણી તે વાત પર હશે કે મોદીનાં વચનોનું શું થયું. જે પ્રકારે 2014ની લોકસભા ચૂંટણીનો મુદ્દો અમે હતા, તે જ પ્રકારે 2019ની ચૂંટણીનો મુદ્દો નરેન્દ્ર મોદી હશે. નરેન્દ્ર મોદી સરકાર ને બેનકાબ કરીને ઉઘાડી પાડવી તે અમારૂ કામ છે. 
સવાલ : અને 2014માં આંધ્રપ્રદેશ જેવો જે ગઢ પડી ગયો તેની ભરપાઇ કઇ રીતે થશે ? 
જવાબ : આંધ્રનું રાજ્ય વિભાજન કરવું કોંગ્રેસ માટે સુસાઇટ સ્ટેપ રહ્યું. તે અમારો સેલ્ફ ગોલ હતો. એક એવું રાજ્ય જ્યાં અમને 30 લોકસભા સીટો મળતી હતી, ત્યાં અમે સાફ થઇ ગયા. જો કે તેમ છતા પણ કહીશ કે આ નિર્ણયથી તેલંગાણાને ફાયદો થયો. તમે જઇને જુઓ કે જે વિકાસ પહેલા હૈદરાબાદ સુધી સીમિત હતો, આજે સમગ્ર આંધ્ર અને તેલંગાણામાં થઇ રહ્યો છે. રાજ્યને ફાયદો થયો પરંતુ કોંગ્રેસને ખુબ જ નુકસાન થયું. 
સવાલ : તમને લાગે છે કે કોંગ્રેસ પ્રચાર મુદ્દે મોદીનો મુકાલબો કરી શકશે ? 
જવાબ : મને તે વાત માનવામાં જરા પણ શરમ નથી કે નરેન્દ્ર મોદી વિશ્વનાં સૌથી સારા કોમ્યુનિકેટર છે. તેઓ કમ્યુનિકેશનના માસ્ટર છે. એવું કમ્યુનિકેશન કોંગ્રેસને નથી આવડતું. મોદી અસત્યને સત્ય બનાવીને રજુ કરી શકે છે, કંગ્રેસ અસત્ય નથી બોલી સકતી. પરંતુ જનતા સાચા અને ખોટા વચ્ચેનું અંતર ઓળખી રહી છે. અસત્યની ઉંમર વધારે નથી હોતી. 
સવાલ : અને ભાજપ અધ્યક્ષ અમિત શાહની રણનીતિક કૌશલ્યને તમે કઇ રીતે જીતશો ? 
જવાબ :ખરીદ - વેચાણને આજકાલ મીડિયા રણનીતિક કૌશલ કહે છે. પરંતુ તે કેટલું સફળ છે તે કર્ણાટક અને કેરાનામાં સૌ કોઇ જાણી ચુક્યું છે. અમિત શાહ માત્ર અસત્ય બોલે છે. તેમણે જિવન માત્ર એક જ વાર સાચુ બોલ્યું છે. અને તે ત્યારે જ્યારે તેમણે સ્વિકાર્યું કે 15 લાખ રૂપિયા પરત લાવવા તે ચૂંટણીમાં થયેલી જુમલાબાજી હતી. 
સવાલ : મોદી સરકારનાં ચાર વર્ષને તમે કઇ રીતે ડિફાઇન કરશો ?
જવાબ : મોદીએ સરકાર માટે જુમલો આપ્યો હતો કે મૈક્સિમમ ગવર્નન્સ, મિનિમમ ગવર્નમેન્ટ, જો કે સત્ય છે કે મૈક્સિમમ માર્કેટિંગ, મિનિમમ ટ્રુથ. હિંદમાં કહીએ તો માર્કેટિંગ વધારે, સત્ય ઓછું. 

fallbacks

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More