Home> India
Advertisement
Prev
Next

વડાપ્રધાન મોદીની સીટ પર EVM નહી બેલેટ પેપરથી થશે ચૂંટણી, કારણ છે ચોંકાવનારૂ !

ઉમેદવારી દાખલ કરનારાઓમાં કોંગ્રેસ ઉમેદવાર અજય રાય, સપાના ડમી ઉમેદવાર શાલિની યાદવ, પદ્મશ્રીથી સન્માનિત હોકી ખેલાડી મોહમ્મદ શાહિદની પુત્રી હિના ઉપરાંત તેલંગાણાથી આવેલા હળદરનાં ખેડૂતોનાં પ્રતિનિધિ કુંટા ગંગારામ મોહન રેડ્ડીની સાથે અનેય ખેડૂતો ઉમેદવારી નોંધાવી ચુક્યા છે

વડાપ્રધાન મોદીની સીટ પર EVM નહી બેલેટ પેપરથી થશે ચૂંટણી, કારણ છે ચોંકાવનારૂ !

નવી દિલ્હી : લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Elections 2019) ના પગલે રાજકીય રણ પોતાનાં ચરમ પર છે. આ બધા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી  (Narendra Modi) ની સંસદીય સીટ વારાણસીમાં સતત સમાચારોમાં છે. હાલમાં જ સપા-બસપા ગઠબંધનનાં સંયુક્ત ઉમેદવાર તરીકે બીએસએફનાં ફરજ રિક્ત જવાન તેજબહાદુર યાદવના ઉમેદવાર બનતાની સઆથે જ એક વધારે રસપ્રદ સમાચાર વારાણસી લોકસભા સીટ સાથે જોડાયેલા છે. આ સીટ પર ઉમેદવારની અંતિમ તારીખ 29 એપ્રીલ સુધીમાં કુલ 102 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. 

fallbacks

PM મોદી વિરુદ્ધ લડી રહેલ સપા ઉમેદવાર તેજબહાદુરની ઉમેદવારી પર સંકટ

64 ઉમેદવારો લાગી શકે છે ચાર ઇવીએમ
જો ઉમેદવારોની આ સંખ્યા એટલી જ જળવાઇ રહે તો વારાણસી લોકસભા સીટ પર બેલેટ પેપરથી ચૂંટણી કરાવવીપ ડશે. કહેવાઇ રહ્યું છે કે, નામ પરત ખેંચવાની તારીખ નિકળ્યા બાદ જો ઉમેદવારોની સંખ્યા 64  રહે તો આ સીટ પર ઇવીએમ વગર જ ચૂંટણી કરાવાઇ શકે છે. બીજી તરફ આ સંખ્યા 64થી ઓછી હોય તો ચૂંટણી પંચને બેલેટ પેપરથી મતદાન માટે મજબુર થવું પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઉમેદવારીનો અંતિમ દિવસ જેલમાં બંધ બાહુબલી અતીક અહેમદ સહિત કુલ 71 લોકોનો સમાવેશ થાય છે. 

40 ધારાસભ્યોવાળા નિવેદન મુદ્દે મમતા ભડક્યાં, ગણાવ્યા બેશરમ વડાપ્રધાન

BJP પર ભડાશ કાઢવામાં રાજે રાષ્ટ્રપતિ કોવિંદ પર છાંટા ઉડાડ્યાં: મર્યાદા ઓળંગી

બાહુબલી આતીક અહેમદ સહિત આ લોકોએ ઉમેદવારી નોંધાવી
ઉમેદવારીના અંતિમ દિવસ સપા ઉમેદવાર તરીકે તેજ બહાદુરે ઉમેદવારી નોંધાવી. આ અગાઉ અપક્ષ ઉમેદવાર તરીકે પણ ઉમેદવારી દાખલ કરી ચુક્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ચૂંટણી અધિકારીએ તેજ બહાદુરે ઉમેદવારી પત્રમાં ખોટી માહિતી આપવા માટે મંગળવારે નોટિસ ઇશ્યું કરવામાં આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More