નવી દિલ્હી : લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Elections 2019) નું રાજકીય પારો સાતમા આસમાને છે. બીજી તરફ રાજનીતિક દળો વચ્ચે આરોપ-પ્રત્યારોપનો સમય પણ ચાલુ થઇ ગયો છે. આ બધા વચ્ચે નાણામંત્રી અરૂણ જેટલી (Arun Jaitley)એ સોમવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) પર શાબ્દિક પ્રહારો કર્યા હતા.
મમતા બેનર્જીનો વળતો પ્રહાર: મોદીને વડાપ્રધાનથી માનતી, સ્ટેજ શેર ક્યારે પણ નહી કરૂ
The Congress and its’ President can call an honest Prime Minister ‘Chor’. No Model Code of Conduct is preventing that. If the PM calls the Congress legacy as ‘Corrupt No. 1’ the Congress complains that the Model Code of Conduct is violated. Are there two Model Codes of Conduct?
— Chowkidar Arun Jaitley (@arunjaitley) May 6, 2019
VIDEO: PM મોદીએ કોંગ્રેસને પડકાર ફેંક્યો, દમ હોય તો બોફોર્સના આરોપી પીએમના નામ પર લડો ચૂંટણી
અરૂણ જેટલીએ ટ્વીટ કરીને લખ્યું કે, કોંગ્રેસ અને અને તેના અધ્યક્ષ દેશનાં ઇમાનદાર વડાપ્રધાનને ચોર કહી શકે છે. રાહુલ અને કોંગ્રેસનાં આ નિવેદનો પર આદર્શ આચાર સંહિતા કોઇ પ્રતિબંધ નથી લગાવતું. જો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસના વારસાને ભ્રષ્ટ કહ્યો તો આચાર સંહિતાનુ ઉલ્લંઘન થાય છે. તો આ શું બે પ્રકારની આચાર સંહિતા છે. જેમાં એકમાં આચાર સંહિતાનો ભંગ થાય છે બીજામાં નથી થતો.
CBSE 10th Result:છવાઇ સ્મૃતિ ઇરાનીની પુત્રી, 10માં ધોરણમાં આવ્યા આટલા માર્ક
જાતીય સતામણીના આરોપ મુદ્દે ચીફ જસ્ટિસ રંજન ગોગોઇને ક્લિનચીટ
અરૂણ જેટલીએ ટ્વીટ કરતા લખ્યું કે, વડાપ્રધાન મોદીએ કોંગ્રેસના વારસાને ભ્રષ્ટાચાર નંબર એક કહ્યું તો કોંગ્રેસે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે કે આચાર સંહિતાનુ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ વડાપ્રધાન મોદીની વિરુદ્ધ પ્રયોગ કરવામાં આવેલા શબ્દો પર એવું કંઇ પણ થતું નથી. તેમણે સવાલ ઉઠાવતા કહ્યું કે, શું આ દેશમાં બે આચાર સંહિતાઓ લાગુ છે.
બંગાળમાં તૃણમુલ ટોળાબાજી TAX, જયશ્રી રામ કહેનારને જેલ થાય છે: PM
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે વડાપ્રધાન મોદીનાં તે નિવેદન પર ચૂંટણી પંચ પાસેથી આચાર સંહિતાના ઉલ્લંઘનની ફરિયાદ કરી છે. જેમાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીનું નામ લીધા વગર તેમને ભ્રષ્ટાચારી નંબર વન કહેવામાં આવ્યા હતા. જે મુદ્દે કોંગ્રેસે ન માત્ર ચૂંટણી પંચને ફરિયાદ કરી પરંતુ તમામ કોંગ્રેસી નેતાઓએ ભાજપ અને ભાજપના નેતાઓ પર શાબ્દિક પ્રહારો પણ કર્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે