Home> India
Advertisement
Prev
Next

લોકસભા ચૂંટણી 2019: શરૂઆતના 2 કલાકમાં બિહારની 5 સીટો માટે બમ્પર વોટિંગ, આંકડો જાણીને ચોંકશો

લોકસભા ચૂંટણી 2019ના બીજા તબક્કાનું મતદાન આજે એટલે કે 18 એપ્રિલના રોજ યોજાયું છે. નિર્ધારિત સમય મુજબ મતદાન શરૂ થઈ ગયું.  દેશના 12 રાજ્યની 95 લોકસભા બેઠક પર 15 કરોડથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા જઈ રહ્યાં છે.

લોકસભા ચૂંટણી 2019: શરૂઆતના 2 કલાકમાં બિહારની 5 સીટો માટે બમ્પર વોટિંગ, આંકડો જાણીને ચોંકશો

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019ના બીજા તબક્કાનું મતદાન આજે એટલે કે 18 એપ્રિલના રોજ યોજાયું છે. નિર્ધારિત સમય મુજબ મતદાન શરૂ થઈ ગયું.  દેશના 12 રાજ્યની 95 લોકસભા બેઠક પર 15 કરોડથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા જઈ રહ્યાં છે. ચૂંટણી પંચ દ્વારા અગાઉ જાહેર કરાયા મુજબ બીજા તબક્કામાં 13 રાજ્યની 97 સીટ પર મતદાન થવાનું હતું, પરંતુ તમિલનાડુની વેલ્લોર સીટનું મતદાન રદ્દ કરાયું છે, જ્યારે ત્રિપુરા લોકસભાની ત્રિપુરા પૂર્વ સીટનું 18 એપ્રિલના મતદાનની તારીખ બદલી નાખવામાં આવી છે. આ કારણે, હવે 12 રાજ્યની 95 સીટ પર મતદાન યોજાઈ રહ્યું છે. શરૂઆતના બે કલાકમાં ક્યાં કેટલું મતદાન નોંધાયું તેની વિગતો અહીં જણાવવામાં આવી છે. જે પ્રમાણે સવારે 9 કલાક સુધીમાં બિહારની 5  બેઠકો પર સૌથી વધુ મતદાન નોંધાયું જ્યારે ત્રિપુરાની એક બેઠક માટે કોઈ જ મતદાર ફરક્યો નહીં. 

fallbacks

લોકસભા ચૂંટણી 2019: હેમા માલિની, કનિમોઝી સહિત આ દિગ્ગજ નેતાઓના ભાવિ આજે EVMમાં થશે કેદ 

શરૂઆતના બે કલાકમાં (9 વાગ્યા સુધીમાં) ક્યાં કેટલું મતદાન
સવારે નવ વાગ્યા સુધીમાં આસામની પાંચ બેઠકો પર 9.51 ટકા, જમ્મુ અને કાશ્મીરની બે બેઠકો પર 0.99 ટકા, કર્ણાટકની 14 બેઠકો માટે 1.14 ટકા, મહારાષ્ટ્રની 10 બેઠકો પર 0.85 ટકા, મણિપુરની એક બેઠક માટે 1.78 ટકા, ઓડિશાની પાંચ બેઠકો પર 2.15 ટકા, તામિલનાડુની 38 બેઠકો માટે 0.81 ટકા, ત્રિપુરાની એક બેઠક માટે 0 ટકા, યુપીની 8  બેઠકો પર 3.99 ટકા, પશ્ચિમ બંગાળની 3 બેઠકો માટે 0.55 ટકા, છત્તીસગઢની 3 બેઠકો માટે 7.75 ટકા, અને બિહારની પાંચ બેઠકો પર 12.27 ટકા તથા પુડ્ડુચેરીમાં 1.62 ટકા મતદાન નોંધાયું છે. (આ પણ વાંચો: પીએમ મોદીએ કરી મોટી વાત)

LIVE લોકસભા ચૂંટણી 2019: રક્ષામંત્રી નિર્મલા સીતારમન, કમલ હસન પુત્રી શ્રુતિ સાથે મત આપવા પહોચ્યાં

બિહારની 5  બેઠકો માટે જંગી મતદાન
બિહારની પાંચ લોકસભા બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. આ બેઠકોમાં બાંકા, ભાગલપુર, પૂર્ણઇયા, કટિહાર, કિશનગંજ સામેલ છે. શરૂઆતના 2 કલાકમાં એટલે કે 9 કલાક સુધીમાં આ બેઠકો માટે 12.27 ટકા જેટલું મતદાન નોંધાયું છે. 

જુઓ LIVE TV

ત્રિપુરાની એક બેઠક માટે મતદાન રદ
ત્રિપુરાની એક બેઠક માટે પણ મતદાન થવાનું હતું પરંતુ હવે આ મતદાન ત્રીજા તબક્કાના મતદાન દરમિયાન થશે. ત્રિપુરા વેસ્ટ બેઠક પર મતદાન પહેલા તબક્કામાં થયું હતું અને ત્રિપુરા ઈસ્ટ બેઠક માટે આજે મતદાન હતું. 

દેશના વધુ સમચાારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More