લખનઉ: લખનઉ લોકસભા બેઠકથી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું છે. ઉમેદવારી પત્ર ભરતા પહેલા રાજનાથ સિંહે લખનઉમાં રોડ શો કર્યો હતો. આ રોડ શોમાં રાજનાથ સિંહ સાથે યૂપીના ડેપ્યૂટી સીએમ કેશવ પ્રસાદ મોર્ય પણ હાજર રહ્યાં હતા.
વધુમાં વાંચો: ચાના કપ પછી હવે રેલવે ટિકિટ પર જોવા મળી પીએમ મોદીની તસવીર, થઇ કડક કાર્યવાહી
આ શુભ મહૂર્તમાં ભર્યું ઉમેદવારી પત્ર
જણાવી દઇએ કે, રાજનાથ સિંહે ઉમેદવારી પત્ર ભરવા માટે શુભ મહૂર્તની પસંદગી કરી હતી. આ મહૂર્ત અનુસાર રાજનાથ સિંહ 11.45 વાગે જિલ્લાધિકારી કાર્યાલય પહોંચ્યા અને 11 વાગીને 50 મીનિટ પર ઉમેદવારી પત્ર ભર્યું હતું.
લોકસભા ચૂંટણીના સમાચાર વાંચવા ક્લિક કરો...
આ નેતા છે રાજનાથ સિંહની સાથે હાજર
ભાજપના આ ઉમેદવારના ઉમેદવારી પત્ર ભરવા દરમિયાન કેન્દ્રીય રાજ્યમંત્રી હંસરાજ આહીર, કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન, ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મોર્ય, ડો. દિનેશ શર્મા, પ્રદેશ અધ્યક્ષ મહેન્દ્રનાથ પાંડે, પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા સુંધાંશુ ત્રિવેદી, મંત્રી બ્રજેશ પાઠક, સાંસદ કલરાજ મિશ્ર, જેડીયૂના મહાસચિવ કેસી ત્યાગી, પૂર્વ સીએમ ઉત્તરાખંડ રમેશ પોખરિયાલ નિશંક સહિત ઘણા મંત્રી અને ભાજપના પદાધિકારીઓ રોડ શોમાં હાજર રહ્યાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે