નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019ના બીજા તબક્કામાં 12 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની 95 બેઠકો પર મતદાન ચાલુ છે. સવારે 7 વાગ્યાથી જ મતદાનકેન્દ્રો પર લોકોની ભીડ જોવા મળી રહી છે. ZEE NEWS દેશના દરેક નાગરિકને લોકતંત્રના આ મહાપર્વમાં ભાગ લેવાની અપીલ કરે છે. ટ્વિટર પર ZEE NEWSનો #VotingRound2 ટોપ 5 ટ્રેન્ડમાં છે. ઝી મીડિયા લોકોને અપીલ કરે છે કે વધુમાં વધુ સંખ્યામાં લોકો મતદાન મથકે પહોંચીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે.
LIVE ચૂંટણી 2019: પ.બંગાળમાં BJP કાર્યકર્તાની લાશ ઝાડ પર લટકેલી મળી આવતા વિસ્તારમાં હડકંપ
અમારી અપીલ છે કે તમે વોટિંગ બાદ તમારી સેલ્ફીને 9643333444 નંબર પર WhatsApp કરો.
જુઓ LIVE TV
ગૂગલે પણ બનાવ્યું ડૂડલ
સર્ચ એન્જિન ગૂગલે લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં મતદારોને મતાધિકારનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવા આજે પણ ડૂડલ બનાવ્યું. આ ડૂડલ પહેલા તબક્કાના મતદાન વખતે પણ બનાવવામાં આવ્યું હતું. આજે અગાઉના ડૂડલમાં કોઈ જ ફેરફાર કરાયો નથી. સર્ચ એન્જિનના મુખ્ય પૃષ્ઠ પર અંગ્રેજીમાં નીલા, લાલ, પીળા અને લીલા રંગમાં ગૂગલ લખ્યું છે. ગૂગલના અંગ્રેજી અક્ષર ઓ પર એક આંગળી દેખાઈ રહી છે, જેના નખ પર શાહી લાગેલી છે. ભારતમાં મત આપ્યા બાદ આ શાહી મતદારોની આંગળી પર લગાવવામાં આવે છે.
દેશના વધુ સમચાારો વાંચવા માટે કરો ક્લિક...
(ઈનપુટ-ભાષા)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે