Home> India
Advertisement
Prev
Next

AAP અને કોંગ્રેસના ગઠબંધન અંગે વિશ્વાસે સાધ્યું નિશાન, 8 વર્ષ જુનો વીડિયો કર્યો શેર

લોકસભા ચૂંટણી 2019 માટે AAP અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન મુદ્દે વાતચીત અંતિમ તબક્કામાં ચાલી રહી છે

AAP અને કોંગ્રેસના ગઠબંધન અંગે વિશ્વાસે સાધ્યું નિશાન, 8 વર્ષ જુનો વીડિયો કર્યો શેર

નવી દિલ્હી  : આમ આદમી પાર્ટી (AAP)ના કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની અટકળો પર આપના સંસ્થાપક સભ્યો પૈકી એક  ડૉ. કુમાર વિશ્વાસે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર પ્રહાર કર્યો છે. કુમાર વિશ્વાસે એક વીડિયો ટ્વીટ કરતા લખ્યું કે, લગભગ  પહેલા જ જણાવી દીધું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, આ વીડિયો વર્ષ 2011માં થયેલા અન્ના આંદોલન સમયનો છે.  આ વીડિયોમાં અરવિંદ કેજરીવાલ કહેતા જોવા મળે છે કે આ કુર્સી (સત્તા)ની અંદર કેટલીક સમસ્યા છે. જે પણ આ ખુર્શી પર બેસે છે, તે વિચિત્ર જ થઇ જાય છે. કુમાર વિશ્વાસને પાર્ટી વિરોધી નીતિઓનાં કારણે હાશિયામાં ધકેલી દેવામાં આવ્યા છે. 

fallbacks

અન્ના આંદોલનનાં સમયે એક વીડિયો કર્યો ટ્વીટ
કુમાર વિશ્વાસનું આ ટ્વીટ તે સમયે આવ્યું છે,  જ્યારે દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની વચ્ચે ગઠબંધનની અટકળો લાગી રહી છે. આ વીડિયોમાં આપનાં વડા અરવિંદ કેજરીવાલ કહેતા જોવા મળી રહ્યા છે કે અન્ના આંદોલનથી નિકળનારા વિકલ્પનાં લોકો જ્યારે ખુર્શી પર બેસશે, તો ક્યાંક તેઓ ભ્રષ્ટ ન થઇ જાય. ક્યાંય તેઓ જ  ગડબડ કરવા લાગે. આ ભારે ચિંતા છે, અમારા લોકોનાં મનમાં. અત્રે ઉલ્લેખનીય છે કે, કુમાર વિશ્વાસ અગાઉ પણ સતત કેજરીવાલ પર શાબ્દિક પ્રહારો કરતા રહ્યા છે. વિશ્વાસે કેજરીવાલને આત્મમુગ્ધ વેંતિયા પણ કહી દીધા હતા. 

દિલ્હીમાં આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની અટકળો
કુમાર વિશ્વાસ પોતાનાં ટ્વીટથી કેજરીવાલને યાદ કરાવવા માંગે છે કે તેમણે અન્ના આંદોલન સમયે સત્તા મુદ્દે શું કહ્યું હતું અને આજે તેઓ શું કહી રહ્યા છે. લોકસભા ચૂંટણી 2019 માટે આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન મુદ્દે વાતોનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે. કહેવાઇ રહ્યું છે કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઝડપથી આ મુદ્દે કોઇ મોટો નિર્ણય લઇ શકે છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More