Home> India
Advertisement
Prev
Next

કોરોનાકાળમાં મહારાષ્ટ્રના બુલઢાણાનું આ તળાવ ચર્ચામાં, બન્યું કઈંક એવું કે વૈજ્ઞાનિકો પણ ચોંક્યા

મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં આવેલું લોનાર તળાવ હંમેશાથી લોકોના મનમાં કૌતુક પેદા કરતું આવ્યું છે. ફરીથી એકવાર તેણે બધાને ચોંકાવી દીધા છે. આ વખતે ઝીલના પાણીનો રંગ બદલાઈ ગયો છે. સામાન્ય રીતે વાદળી કે લીલા રંગનું જોવા મળતું પાણી હવે લાલ રંગનું થઈ ગયુ છે. આ અનોખા રંગે સ્થાનિક લોકોને જ નહીં પરંતુ વૈજ્ઞાનિકોને પણ અચંબામાં નાખી દીધા છે. 

કોરોનાકાળમાં મહારાષ્ટ્રના બુલઢાણાનું આ તળાવ ચર્ચામાં, બન્યું કઈંક એવું કે વૈજ્ઞાનિકો પણ ચોંક્યા

બુલઢાણા: મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં આવેલું લોનાર તળાવ હંમેશાથી લોકોના મનમાં કૌતુક પેદા કરતું આવ્યું છે. ફરીથી એકવાર તેણે બધાને ચોંકાવી દીધા છે. આ વખતે ઝીલના પાણીનો રંગ બદલાઈ ગયો છે. સામાન્ય રીતે વાદળી કે લીલા રંગનું જોવા મળતું પાણી હવે લાલ રંગનું થઈ ગયુ છે. આ અનોખા રંગે સ્થાનિક લોકોને જ નહીં પરંતુ વૈજ્ઞાનિકોને પણ અચંબામાં નાખી દીધા છે. 

fallbacks

લોનારના તહસીલદાર સૈફન નદાફનું કહેવું છે કે છેલ્લા 2-3 દિવસથી અમે ધ્યાન આપ્યું તો જોવા મળ્યું કે તળાવના પાણીનું રંગ બદલાઈ ગયું છે. અમે વન વિભાગને તેના સેમ્પલ લઈને તપાસ કરવા માટે કહ્યું છે. 

ઉલ્કાપિંડ ટકરાવવાની બન્યું તળાવ
વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ તળાવ 35-40 હજાર વર્ષ પહેલા એક ઉલ્કાપિંડ (Meteorite) ટકરાવવાથી અસ્તિત્વમાં આવેલુ છે. આ ખારાપાણીનું તળાવ છે અને એકદમ ગોળાકાર છે. તેનો વ્યાસ 1.2 કિમી છે. કહેવાય છે કે આ તળાવ જે પિંડના પૃથ્વી સાથે ટકરાવવાથી બન્યું તેનું વજન લગભગ દસ લાખ ટન રહ્યું હશે. 

જુઓ LIVE TV

જિયોલોજિસ્ટ અને સાયન્ટિસ્ટ હંમેશાથી આ તળાવ પર રિસર્ચ કર્યા કરે છે અને કહેવાય છે કે સમયાંતરે આ તળાવના પાણીમાં ફેરફાર થાય છે. પાણીના રંગમાં ફેરફારને લઈને પણ વૈજ્ઞાનિકોના અલગ અલગ અભિપ્રાય છે. કહેવાય છે કે ખારાપાણીમાં હાલોબેક્ટેરિયા અને ડુઓનિલા ફંગસ વધી જતા કેરોટીનોઈડ નામનું પિગમેન્ટ વધી જાય છે જેના કારણે પાણી લાલ થઈ શકે છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More