Home> India
Advertisement
Prev
Next

5 Star Hotel માં ઇન્ટીમેટ થઇ રહ્યું હતું કપલ, બોયફ્રેન્ડને આવ્યો બીજી છોકરીનો ફોન, પછી...

8 વર્ષથી રિલેશનમાં રહેતી યુવતીને તેનો બોયફ્રેન્ડ જયપુરની ફાઇવ સ્ટાર હોટલમાં લઇ ગયો અને ત્યાં ફિજિકલ રિલેશન બનાવી રહ્યો હતો. તે રાત્રે બોયફ્રેન્ડના ફોન પર દિલ્હીની એક છોકરીનો ફોન આવે છે જે પોતાને તે વ્યક્તિની પ્રેમિકા ગણાવે છે.

5 Star Hotel માં ઇન્ટીમેટ થઇ રહ્યું હતું કપલ, બોયફ્રેન્ડને આવ્યો બીજી છોકરીનો ફોન, પછી...

8 વર્ષથી રિલેશનમાં રહેતી યુવતીને તેનો બોયફ્રેન્ડ જયપુરની ફાઇવ સ્ટાર હોટલમાં લઇ ગયો અને ત્યાં ફિજિકલ રિલેશન બનાવી રહ્યો હતો. તે રાત્રે બોયફ્રેન્ડના ફોન પર દિલ્હીની એક છોકરીનો ફોન આવે છે જે પોતાને તે વ્યક્તિની પ્રેમિકા ગણાવે છે. યુવતીના પગ નીચેથી જમીન સરકી જાય છે જેની સાથે તે હોટલમાં છે, તેનું દિલ્હીમાં બીજા કોઇ સાથે ચક્કર ચાલી રહ્યું છે.  

fallbacks

જયપુરની એક 5 સ્ટાર હોટલમાં એક યુવતી સથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. યુવતીએ હરિયાણાના રહેવાસી અમિત વિરુદ્ધ આઠ વર્ષ સુધી લગ્નના બહાને યૌન શોષણનો આરોપ લગાવીને કેસ દાખલ કર્યો છે. આ અંગે જવાહર સર્કલ પોલીસે તપાસ હાથ ધરી છે.

Priyanka Chopra બ્રા પહેર્યા વિના એવોર્ડ ફંક્શનમાં પહોંચી, ખુલ્લા જેકેટમાં વારંવાર બચાવવી પડી લાજ

મિત્રતા થોડા સમય પછી પ્રેમમાં બદલાઈ ગઇ
જવાહર સર્કલ પોલીસ સ્ટેશનમાં ઉદયપુરની રહેવાસી 26 વર્ષીય યુવતીએ ફરિયાદ આપતાં જણાવ્યું હતું કે વર્ષ 2013માં તે બી.ટેકનો કોર્સ કરવા જયપુર આવી હતી. તેની ઓળખાણ જયપુરની આર્ય કોલેજમાં ક્લાસમેટ અમિત શર્મા સાથે થઈ હતી. બંનેની મિત્રતા થોડા સમય પછી પ્રેમમાં બદલાઈ ગઈ અને ત્યારપછી બંનેની મુલાકાત થતી રહી.

થોડા મહિનાઓ બાદ અમિત શર્મા છોકરીને ખતીપુરામાં તેના મિત્રના ઘરે લઈ ગયો, જ્યારે છોકરી 17 વર્ષની હતી. યુવતીનો આરોપ છે કે અમિતે તેને કોફીમાં નશીલો પદાર્થ ભેળવીને પીવડાવ્યો અને પછી તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. જ્યારે તેણી હોશમાં આવી ત્યારે અમિતે તેની સાથે લગ્ન કરવાની લાલચ આપી અને ત્યારબાદ 2017 સુધી અમિત તેનું શારીરિક શોષણ કરતો રહ્યો. બી.ટેક કર્યા બાદ આરોપી તેને નોકરી અપાવવાના બહાને પુણે લઈ ગયો અને ત્યાં પણ તેનું શારીરિક શોષણ કર્યું.

Video: દુલ્હને પોતાના લગ્નમાં કર્યો અશ્લીલ ડાન્સ, જોઇને સંબંધીઓના ઉડી ગયા હોશ!

બોયફ્રેન્ડના ફોન પર બીજી ગર્લફ્રેન્ડનો ફોન આવ્યો
પીડિતાનું કહેવું છે કે 2020માં મહામારીના કારણે બંનેએ પોતાના ઘરેથી કામ કરવાનું શરૂ કર્યું અને બાદમાં 11 નવેમ્બર 2021ના રોજ બંને કોલેજની ડિગ્રી લેવા માટે જયપુર આવ્યા હતા. આરોપીએ હોટલ મેરિયટમાં એક રૂમ લીધો હતો અને યુવતીને ત્યાં પોતાની સાથે રાખી હતી. પીડિતાનો આરોપ છે કે અમિતે ફરી હોટલમાં તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા. તે જ રાત્રે અમિતના ફોન પર દિલ્હીથી એક યુવતીનો ફોન આવ્યો, જેણે તેને અમિત શર્માની ગર્લફ્રેન્ડ હોવાનું જણાવ્યું.

Whatsapp પર મેસેજ કરી મિત્રને ઘરે બોલાવ્યો, પત્નીનો રેપ કરાવી હસતો રહ્યો પતિ

લગ્ન કરવાની ના પાડી
જ્યારે પીડિતાએ અમિતને તે છોકરી વિશે પૂછ્યું અને લગ્નની વાત કરી તો તેણે લગ્ન કરવાની ના પાડી અને ધમકી આપી કે તેની પાસે પીડિતાના અશ્લીલ ફોટોગ્રાફ્સ અને વીડિયો છે, જેને તે વાયરલ કરી દેશે.

બીજી તરફ આ કેસમાં આરોપી અમિતનું કહેવું છે કે સાત વર્ષથી તેમની વચ્ચે પરસ્પર સહમતિથી સંબંધ હતો. બે મહિના પહેલા તેણે યુવતીને પુણેના એક ફ્લેટમાં અન્ય છોકરા સાથે જોઈ હતી. ત્યારથી યુવતીએ તેને બળાત્કારમાં ફસાવી દેવાની ધમકી આપવાનું શરૂ કર્યું અને તેની પાસે વારંવાર પૈસાની માંગણી કરી.

ફરિયાદના આધારે ગુનો નોંધ્યો
જવાહર સર્કલ પોલીસે પીડિતાની ફરિયાદના આધારે ગુનો નોંધ્યો છે. જવાહર સર્કલના એસએચઓ મામલાની તપાસ કરી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More