Home> India
Advertisement
Prev
Next

LPG Rate: મોંઘવારીની થપાટ! રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં કમરતોડ વધારો, જાણો હવે કેટલા ચૂકવવા પડશે

મોંઘવારીનો માર ઝેલી રહેલી જનતાને વધુ એક થપાટ પડી છે. પેટ્રોલ ડીઝલના ભાવ પહેલેથી જ આભને આંબે છે ત્યારે હવે સરકારી ઓઈલ કંપનીઓએ રાંધણ ગેસના ભાવ પણ વધાર્યા છે.

LPG Rate: મોંઘવારીની થપાટ! રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં કમરતોડ વધારો, જાણો હવે કેટલા ચૂકવવા પડશે

LPG Price Hike: મોંઘવારીનો માર ઝેલી રહેલી જનતાને વધુ એક થપાટ પડી છે. પેટ્રોલ ડીઝલના ભાવ પહેલેથી જ આભને આંબે છે ત્યારે હવે સરકારી ઓઈલ કંપનીઓએ રાંધણ ગેસના ભાવ પણ વધાર્યા છે. દિલ્હીમાં આજથી 14.2 કિલોગ્રામવાળો સિલિન્ડર 809 રૂપિયાની જગ્યાએ 834.50 રૂપિયામાં મળશે. એટલે કે સીધો 25.50 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. 

fallbacks

દર મહિનાની પહેલી તારીખે બદલાય છે ભાવ
સરકારી ઓઈલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરે છે. આ અગાઉ 1 મેના રોજ ગેસ કંપનીઓએ LPG Gas Cylinder ના ભાવામાં કોઈ ફેરફાર કર્યો નહતો. તે પહેલા એપ્રિલમાં એલપીજી સિલિન્ડરના ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો થયો હતો. જ્યારે ફેબ્રુઆરી અને માર્ચમાં ભાવ વધ્યા હતા. 

અન્ય શહેરોમાં  ભાવ
મુંબઈમાં પણ 14.2 કિલોગ્રામવાળા એલપીજી સિલિન્ડરોનો ભાવ હવે 834.50 રૂપિયા છે. જ્યારે અત્યાર સુધી 809 રૂપિયા હતો. કોલકાતામાં એલપીજી સિલિન્ડરનો ભાવ  835.50 રૂપિયાથી વધીને 861 રૂપિયા પ્રતિ સિલિન્ડર થયો છે. જ્યારે ચેન્નાઈમાં એલપીજી સિલિન્ડરનો ભાવ આજથી 850.50 થયો છે. ગઈ કાલ સુધી 825 રૂપિયા હતો. ઉત્તર પ્રદેશના લખનઉમાં એલપીજી સિલિન્ડર માટે તમારે  872.50 રૂપિયા આપવા પડશે. ગુજરાતમાં અમદાવાદમાં એલપીજી સિલિન્ડરના આજથી 841.50 રૂપિયા ચૂકવવા પડશે. 

આ વર્ષે 140.50 રૂપિયા મોંઘો થયો સિલિન્ડર
અત્રે જણાવવાનું કે વર્ષ 2021ની શરૂઆત એટલે કે જાન્યુઆરીમાં દિલ્હીમાં એલપીજી સિલિન્ડરનો ભાવ 694 રૂપિયા હતો. જે ફેબ્રુઆરીમાં વધીને 719 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગયો. 15 ફેબ્રુઆરીમાં ભાવ વધીને 769 રૂપિયા કરી દેવાયા. ત્યારબાદ 25 ફેબ્રુઆરીના રોજ એલપીજી સિલિન્ડરના ભાવ 794 રૂપિયા થયો. માર્ચમાં એલપીજી સિલિન્ડરનો ભાવ 819 રૂપિયા થયો. એપ્રિલની શરૂઆતમાં તેમાં 10 રૂપિયા કાપ બાદ રાંધણ ગેસનો ભાવ 809 રૂપિયા થયો. વર્ષમાં જોઈએ તો એલપીજી સિલિન્ડરના ભાવ 140.50 રૂપિયા સુધી વધી ચૂક્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More