Home> India
Advertisement
Prev
Next

લોકસભા ચૂંટણી 2019: વારાણસીમાં પીએમ મોદી સામે હવે 25 ઉમેદવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યાંથી લોકસભા ચૂંટણી 2019 લડી રહ્યા છે તે વારાણસી બેઠકનું ચિત્ર હવે સ્પષ્ટ થઈ ગયું છે, ગુરૂવારે નામ પાછા ખેંચવાના અંતિમ દિવસે 5 ઉમેદવારોએ પોતાના નામ પાછા ખેંચ્યા હતા અને હવે પીએમ મોદી સહિત કુલ 26 ઉમેદવાર ચૂંટણીના મેદાનમાં છે 

લોકસભા ચૂંટણી 2019: વારાણસીમાં પીએમ મોદી સામે હવે 25 ઉમેદવાર

વારાણસીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યાંથી લોકસભા ચૂંટણી 2019 લડી રહ્યા છે તે વારાણસી બેઠકનું ચિત્ર હવે સ્પષ્ટ થઈ ગયું છે, ગુરૂવારે નામ પાછા ખેંચવાના અંતિમ દિવસે 5 ઉમેદવારોએ પોતાના નામ પાછા ખેંચ્યા હતા અને હવે પીએમ મોદી સહિત કુલ 26 ઉમેદવાર ચૂંટણીના મેદાનમાં છે. વારાણસીમાં અંતિમ તબક્કામાં 19 મેના રોજ મતદાન યોજાવાનું છે. 

fallbacks

હવે વડાપ્રધાન મોદી સામે જે જાણીતા ઉમેદવાર છે તેમાં કોંગ્રેસના અજય રાય, સમાજવાદી પાર્ટીની શાલિની યાદવ, જનહિત ભારત પાર્ટીમાંથી ભારતના હોકી ખેલાડી અને પદ્મશ્રી મોહમ્મદ શાહિદની પુત્રિ હિના શાહિદ, તેલંગાણાના ખેડૂત અને અપક્ષ ઉમેદવાર ઇસતારી સુન્નમ, અપક્ષ ઉમેદવાર અતીક અહેમદ, ભારતીય સમાજ પાર્ટીના સુરેન્દ્ર સુહેલદેવ સહિત કુલ 26 ઉમેદવાર મેદાનમાં છે. 

ગુરૂવારે અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરનારા રાજેન્દ્ર ગાંધી, રાજકુમાર સોની, કાંશીરામ બહુજન દલના સંજય વિશ્વકર્મા, જનસંઘ્ષ વિરાટ પાર્ટીના અર્જુન રામ શંકર, જનતા પાર્ટીના ઉમેદવાર શ્યામ નંદને પોતાના નામ પાછા ખેંચ્યા હતા. વારાણસીમાં કુલ 72 ઉમેદવારોએનું ફોર્મ રદ્દ કરવામાં આવ્યું હતું. 31 ફોર્મ કાયદેસર જાહેર કરાયા હતા, જેમાંથી 5 ઉમેદવારોએ પોતાના નામ પાછા ખેંચી લીધા છે. વારાણસીમાં કુલ 102 ઉમેદવારોએ 119 ચૂંટણી ફોર્મ ભર્યા હતા. 

fallbacks

અમિત શાહને 'હત્યાનો આરોપી' કહેવા મુદ્દે રાહુલ ગાંધીને ચૂંટણી પંચની ક્લીન ચીટ 

હવે નીચેના ઉમેદવાર ચૂંટણી મેદાનમાં
1. આશુતોષ કુમાર પાંડે - મેરા અધિકાર રાષ્ટ્રીય દલ
2. ઈશ્વર દયાલ - ભારતીય સબકા દલ
3. મનોહર આનંદ રાવ પાટિલ - અપક્ષ
4. આસિન યુ. એસ. - ઈન્ડિયન ગાંધિયન પાર્ટી
5. સુરેન્દ્ર સુહેલદેવ- ભારતીય સમાજ પાર્ટી
6. સુનીલ કુમાર - અપક્ષ
7. નરેન્દ્ર મોદી - ભારતીય જનતા પાર્ટી
8. ચંદ્રિકા પ્રસાદ - અપક્ષ
9. બૃજેન્દ્ર દત્ત ત્રિપાઠી - આદર્શવાદી કોંગ્રેસ પાર્ટી
10. ઉમેશ ચંદ્ર કટિહાર - અલહિંદ પાર્ટી
11. રામશરણ - વિકાસ ઈન્સાફ પાર્ટી
12. અનિલ કુમાર ચોરસિયા - જનહિત કિસાન પાર્ટી
13. અજય રાય - ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ

fallbacks

(ડાબે...શાલિની યાદવ(સમાજવાદી પાર્ટી), વચ્ચે અજય રાય(કોંગ્રેસ) અને જમણે હીના શાહિદ(હોકી ખેલાડી મોહમ્મદ શાહીદની પુત્રી))

આચારસંહિતા ઉલ્લંઘનઃ મોદી-શાહ અંગે સુપ્રીમે ચૂંટણી પંચને શું આદેશ આપ્યો જાણો 

14. રાજેશ ભારતીય સૂર્ય - રાષ્ટ્રીય આંબેડકર દલ
15. શાલિની યાદવ - સમાજવાદી પાર્ટી
16. અતીક અહેમદ - અપક્ષ 
17. હિના શાહિદ - જનહિત ભારત પાર્ટી 
18. શેખ મિરાજ બાબા - રાષ્ટ્રીય મતદાતા પાર્ટી
19. માનવ - અપક્ષ
20. અમરેશ મિશ્રા - ભારત પ્રભાત પાર્ટી 
21. ત્રિભૂવન શર્મા - ભારતીય રાષ્ટ્રવાદી સમાનતા પાર્ટી
22. રાકેશ પ્રતાપ - ભારતી જનક્રાંતિ દલ ડેમો
23. હરીભાઈ પટેલ - આમ જનતા પાર્ટી (ઈન્ડિયન)
24. ઈસતારી સુન્નમ - અપક્ષ 
25. મનીષ શ્રીવાસ્તવ - અપક્ષ
26. પ્રેમનાથ - મૌલિક અધિકાર પાર્ટી 

યુપીએના કાર્યકાળમાં 6 સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવીઃ રાજીવ શુક્લા 

વારાણસીના મતદાર અને મતદાન કેન્દ્ર 

  • કુલ મતદારઃ 18,55,524
  • પુરુષ મતદારઃ 10,25,495
  • મહિલા મતદારઃ 8,29,903
  • ત્રીજા જાતિના મતદારઃ 168
  • વારાણસી જિલ્લામાં કુલ મતદાન કેન્દ્રઃ 1136
  • વારાણસી જિલ્લામાં બૂથની સંખ્યાઃ 2920

લોકસભા ચૂંટણી 2019: પ.બંગાળમાં ચૂંટણી ડ્યુટી પરના જવાને સાથીદારો પર કર્યું 13 રાઉન્ડ ફાયરિંગ

19 મેના રોજ મતદાન
વારાણસીમાં 19 મેના રોજ મતદાન થવાનું છે. 2014ની લોકસભા ચૂંટણીમાં પીએમ મોદીને અહીં 5,81,023 વોટ મળ્યા હતા. આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલને 2,09,238 અને અજય રાયને 75,614 વોટ મળ્યા હતા. 

લોકસભા ચૂંટણી 2019ના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More