Home> India
Advertisement
Prev
Next

લખનઉનાં પ્રસિદ્ધ હનુમાન મંદિર પર દલિતોનો કબ્જો, કહ્યું અમે કરીશું પુજા

શુક્રવારે આગરામાં દલિત સમાજનાં લોકોએ આગરાના પ્રસિદ્ધ હનુમાન મંદિર પર કબ્જો કરી લીધો હતો

લખનઉનાં પ્રસિદ્ધ હનુમાન મંદિર પર દલિતોનો કબ્જો, કહ્યું અમે કરીશું પુજા

લખનઉ : ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા હનુમાનજીને દલિત જણાવનારા નિવેદન બાદ રાજનીતિ ઝડપી થઇ ચુકી છે. સીએમ યોગીનાં નિવેદન બાદ દલિત સમાજે હનુમાનજી પર હક વ્યક્ત કરવાનો ચાલુ કરી દીધો છે. શુક્રવારે દલિત સમાજનાં લોકોએ આગરાના પ્રસિદ્ધ હનુમાન મંદિર પર કબ્જો કરી લીધો. સમુદાયે મંદિર પર દાવો પણ કર્યો. આ ઘટનાની અસર અન્ય સ્થળો પર પણ થઇ. આગરા બાદ રાજધાની લખનઉનાં હનુમાન મંદિરમાં દલિત સમાજે પોતાનો હક વ્યક્ત કર્યો હતો. 

fallbacks

લખનઉનાં હજરતગંજમાં હાલનાં દક્ષિણામુખી હનુમાન મંદિર પર દલિતોએ પુજા અર્ચના કરી અને હનુમાન ચાલીસાનો પાઠ પણ કર્યો હતો. દલિત સમુદાયનાં લોકો  તખ્તી લઇને પહોંચ્યા, જેના પર લખ્યું હતું, દલિતોનાં દેવતા બજરંગ બલીનું મંદિર અમારૂ છું. તેમણે કહ્યું કે, રાજસ્થાનની એક રેલીમાં મુખ્યમંત્રી આદિત્યનાથે બજરંગ બલીને દલિત ગણાવ્યા છે. ત્યાર બાદ અમે આ પગલું ઉઠાવી રહ્યા છીએ.

દલિતોએ કહ્યું કે, હવે અમને મંદિરની અંદર પુજા કરવાની પરવાનગી પણ મળવી જોઇએ. દલિત સમુદાયનાં આ પગલા બાદ સપા પ્રવક્તા સુનિલ સિંહ સાજને કહ્યું કે, પુજા કોઇ પણ કરાવે તેનાથી સપાને કોઇ જ વાંધો કે વિરોધ નથી. સપા પુજા કરશે અને જે પણ પુજા કરાવશે તેનાં ચરણસ્પર્શ કરશે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, આગરામાં દલિત સમુદાયનાં લોકોએ લખનઉમાં જનોઇ ધારણ કરીને મંદિરમાં હનુમાન ચાલીસાનો પાઠ કર્યો. આ લોકોએ દલિતને મંદિરનો પુજારી બનાવવાની માંગ કરી. આગરાના પ્રદર્શનકર્તા દલિતોએ કહ્યું કેસ મુખ્યમંત્રીએ તેમની આંખો ખોલી દીધી કે હનુમાનજી અમારી જાતીનાં છે. આ લોકોએ સમગ્ર ભારતનાં મંદિરો પર દાવો ઠોકવાની વાત કરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More